હાસ્યલેખ
નામમાં શું રાખ્યું છે? અને નામનું શું છે?

નામમાં શું રાખ્યું છે? અને નામનું શું છે?

એક જમાનો હતો કે નામ એવા જોરદાર રહેતા લોકોના કે બોલતાં અને સાંભળતાં જાણે વજન પડે. અમારા એક મુરબ્બીનું નામ પ્રજ્વલીતરાય, અને સાસરે જાય એટલે પ્રજ્વલીતરાય ભાઈ કે પ્રજ્વલિત કુમાર. હવે સાસરા પક્ષે એમને આવકારે કે એ પ્રજ્વલીતકુમાર પધારો પધારો એટલું બોલે ત્યાં તો એ બૂટ મોજાં કાઢીને ફ્રી થઈ ગયા હોય. અને કેવાં કેવાં નામો રહેતા, બોલતાં મોઢાં ભરાઈ રહે અને બોલવાની મજા પડે.
જેમ કે
ભારતેન્દુ, પ્રજ્વલીતરાય, માર્કંડરાય, પ્રહલાદરાય, ભાલેન્દુચંદ્ર, કનકચંદ્ર, અદ્વૈતશંકર, જન્મેજયરાય, નરભેરામ, ધીરેન્દ્રરાય, ધૈર્યચંદ્રરાય, કમલેન્દ્ર, કમલનયનચંદ્ર

અને સ્ત્રીઓના નામ?
કુસુમલતા, ધૈર્યબાળા, કાત્યાયની બાળા, ચંદ્રકાંતા, હિમજા
અને એ નામનું ગૌરવ પણ હતું. અમુક પરિવારમાં એ નામને બદલે પછી ટૂંકા નામે બોલાવવાનો રિવાજ પડે. દુષ્યંતચંદ્રને દીકુભાઈ, પ્રદ્યુમનરાયને પદુભાઈ, જીતાત્માનંદને જીતુભાઈ જશવંતરાયને જશ ભાઈ
અમુક જ્ઞાતિ વિશિષ્ટ નામ પાડવા માટે મશહૂર છે. એ જ્ઞાતિ સિવાયના લોકો જો એક સાથે નામ બોલે તો થૂક ઊડવાને કારણે એને ડિહાઇડ્રેશન થવાના સંજોગો વધી જાય.
જેમ કે,
અનભિજ્ઞ,
મોહ્જ્ઞ,
દૈવજ્ઞ,
તૃષિત,
કાત્યાયની,
કૃપણ,
તદ્રુપ,
વૈદેહી,
વર્ચસ્વની
બૃહ્નીતા
પર્જન્ય
નિર્ધારીકા
અદ્વૈત
અચ્યુત
કામાક્ષી
સુશ્રુત
વત્સસ
અમુક નામમાં માણસો મુંઝાઇ જાય કે આ બેન હશે કે ભાઇ?
પંકજ, કનક, સુમન, નમન,
અમુક નામ એવા કે એક કાનોમાતર લિંગ ફેરવી નાખે…

પંકજ પંકજા, નયન નયના, ભરત ભારતી, જ્યોત જ્યોતિ દિવ્ય દિવ્યા
અમુક નામ એમની પ્રકૃતિ કે સ્વભાવને જાણે સજાવતા હોય એમ લાગે. પણ અંદરથી જુવો તો કોઈ જ માત્રામેળ ન હોય.
નામ એવા ગુણ હોય? (બધાને લાગુ ન પડે પણ કેટલાં આવા પણ હોય છે) એ કોઈના અંગતમાં આ નામ હોય તો મન ઉપર કાંઈ જ ન લેવું પ્લીજ્જ્જ.

નયનસુખ = આંખ ૮ અને ૯ નંબર હોય.
ધનસુખ = બચ્ચાડો માંગીને ખાતો હોય.
તનસુખ = અડધો પગાર દવામાં જતો હોય
મનસુખ = માનસિક રોગી હોય
મીનાક્ષી = નજીકના ચશ્મા હોય
કેશવલાલ = ટાલીયા હોય.
દુર્લભજી = કોઈ એને બોલાવતું પણ ન હોય
હસમુખ = મૂંજી અને ખીજકુડીયો હોય
દીલસુખ = હ્રદય રોગી હોય
જોરાવર = બાઈડીથી બીતો હોય
શાલિની = કોઈ જ શાલીનતા ન હોય
નરોત્તમ = અધમ માનસીકતા પણ હોય
ધીરજ = ભારે અધીરા હોય
મોનાલીસા = ગાલ ઉપર ખીલના થથેડા હોય
શ્યામા = રૂપાળી હોય
શાંતીલાલ = ઉધમાતી સ્વભાવ હોય
કાંતી = ચહેરા પર જરા પણ ઉજાસ ન હોય
સુંદરલાલ = ભારે કદરૂપાં હોય
ઉમંગ = સોગીયું મોઢું કરીને ફરતો હોય.

અને હવે કેવાં કેવાં નામ પડે છે?
ડેનીશ, જેનીશ, તેનીશ, કેનીશ, ફેનીશ, રેનશી, જેનશી, ટેનશી, મેનશી, રીકીન, જીકીન, લેકીન, ટેનીન, જોકીન, બોકીન, મેકીન, જોકીન, તનીસા, ડેનીસા, ધીન્સા, હેન્સી, રોનીસા
આમ જુવો તો એવો અહેસાસ થાય કે લોટાનો ઘા કરે અને જે અવાજ આવે એ નામ પાડતા હશે.
પણ વોટ ઇઝ ધેર ઈન નેઇમ? ખરું કે નહી? વડીલોને જે ગમે એ ખરું.

ટહુકો : આધુનિક નામ ધરાવતા આજના બાળકો જ્યારે વરસો પછી જ્યારે વડીલ થાશે ત્યારે જેનશી બા, અને લેકીન દાદા કેવું લાગે?

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Mitesh Pathak

Mitesh Pathak

Mitesh Pathak : Empee - a villager by heart A person who loves to listen, bags the experience around him, learns and let other learns from it. Likes to narrate in a humorous way. No 'Gyan' or big Fundamentals. Now likes to document the experience across years. 25+ years of experience in sales, learning & Development. Working with BFSI Sector in middle level management. Let's enjoy, what we do, see, listen & experience.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!