હાસ્યલેખ
છકડો

છકડો

છકડો રિક્ષા.. હા ..ભઈલા…ઠાઠુ રિક્ષા…

છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે. જેમ ભેંસને ટ્રાફિક સેન્સ નથી હોતી,એમ છકડો પણ સેન્સ વગરનુ વાહન છે. બન્ને ગોવાળ જાતિ પાહે પાધરા ચાલે, ભેંસનુ દુધ અને છકડાની એવરેજ બહુ ગુણકારી, બન્ને નો લગાવ ગામડા પ્રતિ, ભેંસનુ દુધ અને છકડાની ફેરી… વહેલી સવારમા જ શહેર ભણી દોટ મુકે,
ડ્રાઈવરોના અનુભવ મુજબ… ભેંસ અને છકડો નોખી બાજુ તાણે..એને ખેહી રાખવા પડે..નકર બન્ને કો’કને પાડે..

“અમારા ભરવાડ ભાયુ ચાર પગા વેંચી વેંચીને ત્રણ પગા અપનાવવા મંડયા સે.. હવે તો ઠાકર કરે ઇ ખરી ” આ શબ્દો સે જસદણના પુના ભગત ભરવાડ ના.. મતલબ કે ચાર પગાળા પશુઓ જેમ કે ગાય બકરા ઘેંટા વેચી વેચી ને ત્રણ પગાળા છકડા ખરિદવા. આ છકડો વાહન..પશુપાલક સમાજમા કેટલી હદે પગપેસારો કરી ગયુ છે, એનો ભગતે સાચો ખ્યાલ આપ્યો.

અમિતાભ બચ્ચને આ ” છકડાશ્વ ” ની વિરતાભરી સવારી કરવાની ઇચ્છા દાખવી, ત્યારથી આ છકડાની છાતી ગજગજ ફુલે સે,એક પ્રકારનો રેટ્રો લુક પામી ચુકેલો આ છકડો.. આમ તો એની બમણી ભારખેંચ ને લીધે છકડો કે’વાયો ..નકર તો પોતે “ત્રગડો “જ સે.

ગામડામા નાના પાયે માલની હેરાફેરી માટે એક માત્ર વિકલ્પ રૂપે આ છકડો મળે, પોતાની ” ભારવેંઢારક ક્ષમતા ” પ્રતિ, અતિ ઉદાર એવા આ વાહને મનુષ્ય જાતિ પર ખુબ અહેસાન કર્યા સે.રાત-દિવસ, ટાઢ-તડકો, જોયા વગર.. અરે ક્યારેક તો ડીઝલના દુષ્કાળ વખતે પેટમા કેરોસીન પધરાવી ને પણ આ છકડા વાહને પોતાની જવાબદારી સાર-ધાર નીભાવી છે.ને અનંતકાળ લગી નીભાવશે જ.

પોતે એક ભારવાહક હોવા છતા પેસેન્જરવાહક તરીકે સેવા બજાવીને આ છકડો વાહન એના માલિકના ગુજરાન બાબતે સંપુર્ણ જાગ્રત છે,એમ કહી શકાય, પેસિન્દરો ની પ્રતિક્ષામા ગામને પાદરે ઉભેલો છકડો.. ક્યારેક ક્યારેક તો બે થી અઢી કલાક સુધીઉભો રહીને.
ગ્રામસેવક તરીકે પણ સેવા બજાવતો તમને નજરે ચડશે, પોતાના માલિકના ચહેરા પર પુરતા માત્રામા ગ્રાહકો મળ્યાનો સંતોષ જોયા પછી જ
છકડો અન્ય સ્થળ ભણી પ્રસ્થાન આદરે સે.

કદરૂપ અને નિર્દોષ લાગતા આ વાહનને ઘણા લોકો શકની દ્રષ્ટીએ જુવે છે, પોતાને ” સમથીંગ ” સમજનાર વ્યક્તિ જ્યારે છકડામા બેઠો હોય,
ત્યારે એમના ચહેરાના ભાવ અતિ ગરિબ બની જાય સે, ઘણા લોકો છકડાને ડોકટરોનો અનઓફીશીયલ માર્કેટીંગ મેનેજર પણ ગણે સે,
જ્યારે ડોકટર જાતિ અતિ સંકટગ્રસત હાલતમા હતી ત્યારે તેઓએ આ વાહનને જન્મ આપ્યો..એવી દંતકથા પ્રચલિત છે,
{કઈ હોસ્પીટલ.. અને કોણ મા બાપ.. જેવા હડકાયા સવાલ ન પુંછવા } અને બસ સમાજ સેવા કરતા કરતા આ છકડો જે-તે મનુષ્યો અને અન્ય પ્રાણીઓને હડફેટે લઈને ડોકટરોના દવાખાના હર્યા ભર્યા રાખવા લાગ્યો…

’દશા મા નુ જીગરીયુ’ નામની ફિલ્મ મા જીગરિયા ની ભુમિકા ભજવી ને આ છકડો એક કળાકારી છટા પણ પ્રસ્તુત કરી ચુક્યો છે.

સંસારમા કેટલાય પરિવારોનુ ભરણપોષણનુ મુખ્ય સાધન આ છકડો બની ગયુ સે, છકડા જાતિ પોતાને પણ વિકાસની રાહમા આગળ વધારવા માંગે સે, પરંતુ કદરદાનોથી વાંજીયો મલક આ છકડાની યોગ્ય સરાહના કરવામા વિફળ ગયેલ છે,

મધ્ય ગુજરાતમા આ છકડાના નામે લોકગીતો પણ ગુંજતા થયા સે અમિતાભ બચ્ચન અને અમુક વિદેશી સહેલાણીઓ એની વહારે આવ્યા સે..
તો હવે કદાચ આ ” મહિષી કુળ “નુ વાહન.. પોતાને પણ વિકાસમા સરખા સહભાગી બનાવવા પ્રયત્ન જરૂર કરશે..

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Himmat Chhayani

Himmat Chhayani

હિમ્મતભાઈ વિષે કોને ખબર નથી!!! સોશિયલ દુનિયાનું નં. ૧ પ્લેટફોર્મ ફેસબુક પર કમેન્ટ્સમાં પોતાની અલાયદી તળપદી ભાષા વાપરીને બધા ના ચહેરા પર ઈ-સ્માઈલ ફેલાવનાર હિમ્મતભાઈ નં. ૧ કૉમેન્ટેટર સાબિત થયા છે, હવે એ જ ભાષા સાથે હિમ્મતભાઈ ભેળપુરીનાં વાચકોના ચહેરા પર ઈ-સ્માઈલ ફેલાવશે એની ગેરન્ટી.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!