IAF અને ગુજરાતીઓ

ઘણી વખત મારા મગજ માં આ પ્રશ્ન ચાલતો કે ડીફેન્સ માં ગુજરાતીઓ કેમ ઓછા હોય છે. પણ જયારે એક નવો નવો પણ ખાસ બની ગયેલ મિત્ર કે જે ડીફેન્સ માં સેવા આપી રહ્યો છે એના પત્ની ને મળવાનું થયું અને ત્યારે મેં મારા પ્રશ્નો એમની સમક્ષ મુક્યા અને એમને બહુ જ સરસ રીતે જવાબ આપ્યા કે જે હું નીચે વર્ણવું છુ. નામ બદલેલ છે જેની નોંધ લેશો.

લગ્ન ની ૧૨ મી વર્ષ ગાંઠ ઉપર મેં જયારે પાછળ ફરી ને જીવન ને જોયુ, તો યાદ આવ્યો લગ્નનો એ દિવસ કે જયારે બધી જ નવોઢા ની જેમ જ હું ઘણી બધી આશાઓ અને થોડાક ડર સાથે વિક્રમ ના ઘરે આવી હતી,,,, પણ ડર થોડોક વધારે હતો,, fear of unknown,, કારણ કે રાજેશ air force માં હતા અને ત્યારે કાનપુર માં posting હતુ .. અમારા arranged marriage હતા અને બધા ઓળખીતા નો એક જ મત હતો કે આમ તો પરિવાર બહુ સારો પણ વિક્રમ કાનપુર માં શું કરતો હોઈ એ અમને શું ખબર.

આજે ૧૨ વર્ષ પછી લાગે છે કે એ બધા ડર અસ્થાને હતા, હા જે વાત સૌથી વધુ મેં miss કરી છે એ છે, ગુજરાતીઓ નો સાથ,,, આપણે ગુજરાતીઓ ખબર નહિ કેમ armed forces (defense) માં હોતા જ નથી… અને એટલે જ હમણાં વિચાર્યું કે શા માટે આપણે આ નોકરી થી દુર જઈએ છીએ,,c

સૌથી મોટું કારણ તો કદાચ આપણી કહેવત ‘ઘર ની અડધી રોટલી બાર ના આખા રોટલા કરતા સારી”… પણ આવુ કારણ આપતા લોકો પણ પોતાના સંતાનો ને અમેરિકા માં બિલકુલ મામુલી નોકરી માટે પણ મોકલતા અચકાતા નથી, તો પછી આ તો દેશ માં જ રેહવા ની વાત છે.

એક છે મૃત્યુ નો ભય,,, ભાઈ, ડીફેન્સ ની નોકરી કરી એટલે તો છોકરા (હવે તો છોકરીઓ પણ આવી શકે છે) ને હમેશા જીવ નું જોખમ .. પણ શું આ સત્ય છે?? બિલકુલ નહિ,, તો આ વાત કેમ આવી,, વિચિત્ર છે પણ કારણ કે દેશ માટે જીવ આપનાર હમેશા માન પામે છે અને ટીવી ને અખબાર માં છવાયેલા રહે છે એટલે આપણ ને એમ લાગે કે ડિફેન્સ માં તો હમેશા જીવ નું જોખમ,, પણ જો કોઈ ને યાદ હોઈ તો બોર્ડેર ફિલ્મ નો એક સંવાદ યાદ આવે છે “યુદ્ધ દુશ્મન ના હાથે શહીદ થઇ ને નથી જીતી શકાતી પણ દુશ્મન ને શહીદ કરી ને જીતાય છે”…. કોઈ પણ સેના પોતાની પૂરી કોશિશ કરે જ છે એમના એક પણ સૈનિક ની મૃત્યુ ના થઇ.. અને હકીકતે યુદ્ધ માં થતા મૃત્યુ કરતા ખુબ જ વધારે મૃત્યુ અકસ્માત અને આતંકવાદીઓ ના હુમલા માં થાઇ છે,, અને એક તત્વચિંતક કહી ગયા છે એમ “સૌથી વધુ મૃત્યુ તો ઘર ની પથારી માં થઇ છે, તો શું તમે સુવા નું મૂકી દેશો”… બીજા દ્રષ્ટિકોણ થી પણ સેના માં માત્ર લડાકુ બ્રાંચ જ નથી હોતી પણ technical, logistics, account, કાયદા ના નિષ્ણાત વગરે ઘણી બધી બ્રાંચ હોઈ છે .. અને આ તો આર્મી ની વાત થઇ,,,air force અને navy માં તો મૃત્યુ નો ડર બિલકુલ શૂન્ય જ છે .. તો પછી આટલો ડર શા માટે?? અને હા મોત ના ડર માટે,, આપડું બોલીવુડ પણ જવાબદાર છે,,, આપણા કોઈ પણ દેશ ભક્તિ ના ગીતો લઇ લ્યો, હમેશા મરવા ની જ વાત હોઈ છે,, કર ચાલે હમ ફિદા જનો તન,,, એ મેરે વતન કે લોગો,, પણ વિડમ્બના જોવો, એ જ બોર્ડેર માં અક્ષય ખન્ના ને સુનીલ શેટ્ટી ને મારતા બતાવ્યા જયારે હકીકત માં battle of longewala માં એક પણ સૈનિક ની મોત થયેલ નહોતી. આ બોલીવુડ જ છે જેને સૈનિકો ને આવી રીતે દર્શાવ્યા છે, બાકી હકીકતે આપણી સેના સૈનિકો ને બચાવવા પુરતી કોશિશ કરે જ છે. પણ આમાં બોલીવુડ નો પણ વાંક નથી, આપણ ને જ આવા લાગણી સભર ચલચીત્રો ગમે છે, ભલે પછી એ પ્રેમ કહાની હોય તો યુદ્ધ હોય, દેશ માટે દુશ્મનો ને મારી નાખનાર આપણ ને કદાચ એટલો પ્રભાવિત નહી કરે જેટલો કે દેશ માટે મરી જનાર કરશે. પરંતુ જેમ કયામત સે કયામત તક, એક દુજે કે લીયે , હીર રાંજા જેવી ફિલ્મો જોયા પછી પણ આપણે પ્રેમ કરવાનું મૂકી નથી શકતા એવી જ રીતે ફિલ્મો થી ડરીને સેના માં જોડાવાનું મુલતવી રાખવું કેટલું યોગ્ય છે???

પરિવાર થી દુર રેહવા નું,,, હા, આર્મી અને નેવી માં આ થોડીક તકલીફ છે પણ ફક્ત ૧૫ વરસ ની નોકરી હોઈ છે અને એમાં પણ અડધો સમય (અને ઘણી બ્રાંચ માં તો લગભગ ૧૦ વર્ષ) તો પરિવાર સાથે જ રહે છે,, એની સામે વર્ષે લગભગ ૧૦૦ દિવસ ની રજા મળતી હોઈ છે.. અને air force ના તો બધા જ પોસ્ટીંગ પરિવાર સાથે ના જ છે,, મારા લગન ના ૧૨ વર્ષ માં હું હમેશા વિક્રમ ની સાથે જ રહી છુ.

ડિફેન્સ ની નોકરી માં તો ભાઈ દારૂ પીવો પડે ને માંસ મચ્છી ખાવા પડે, આપણ ને આવું નો ફાવે,, હવે આના થી વધુ દંભ કદાચ જ કોઈ હશે,,, વિક્રમ આ ૧૨ વર્ષ માં જેટલો દારૂ નહી પીધો હોઈ એટલો તો દર વર્ષે રજા લઈને જઈએ ત્યારે ગુજરાતીઓ માટે લઇ જઈએ છીએ,, અને તાકાત માટે માંસ માછી ખાવી પડે એ પણ વહેમ જ છે,,, સુશીલ કુમાર જેવા કુશ્તીબાજ પણ સંપૂર્ણ શાકાહારી છે,,, અમારા મોટા ભાગ ના મિત્રો પૂર્ણ શાકાહારી જ છે,, મેસ અને parties માં શાકાહારી ને માંસાહારી રસોડા વચ્ચે જે અંતર હોઈ છે એ કદાચ 5* હોટલ માં પણ નહિ રાખતો હોઈ.

અને આ બધી વાત સામે જે ફાયદા છે!!! ફક્ત ૧૫ વર્ષ (air force માં ૨૦ વર્ષ ની) નોકરી પછી પેન્સન અને બીજી નોકરી માં પણ આરક્ષણ,, નોકરી દરમ્યાન પણ કેન્ટીન ના લાભ,, અને સૌથી મોટો લાભ quality of life,, જેમ કે ઇન્ડિયન આર્મી ની એડ છે “આ નોકરી તમને જીવન માટે તૈયાર કરે છે”,..ભારત આજે ઘણા ઓલમ્પિક પદક જીતે છે એમાં સેના નું મહત્વપૂર્ણ યોગદાન છે. frequently beauty pageants ડિફેન્સ ના બાળકો જીતે છે એ માત્ર સંયોગ જ નહિ હોઈ શકે,, નોકરી દરમ્યાન અલગ અલગ શહેરો અને સભ્યતાઓ વચ્ચે રેહવા નું તમને એક અલગ જ અનુભવ આપે છે અને તમારા બાળકો નો પણ અલગ જ વિકાસ કરે છે….

દરેક વ્યક્તિ ની અલગ જરૂરત હોઈ છે અને અલગ ચાહત હોઈ છે, પણ હું જયારે લોકો ને ગુજરાત માં સામાન્ય નોકરી કરતા જોવ છું અને ડિફેન્સ ની નોકરી ફક્ત ઉપર જણાવેલ વહેમ માટે જ avoid કરતા હોઈ તો થોડુક દુખ થાય .. હું એમ બિલકુલ નહિ કહું કે બીજી નોકરીઓ ખરાબ હોઈ છે કે વિદેશ ના જવું જોઈએ .. આ લેખ નો ઉદેશ માત્ર એટલો જ છે કે ફક્ત માની લીધેલા ડર ને લીધે આપડે ગુજરાતીઓ એક સારી નોકરી થી વંચિત ના રહેવા જોઈએ……

error: Content is protected !!