પતિ ને કાબુમાં રાખવાના નુસ્ખાઓ

1. કબાટની ચાવી રોજ જુદાં જુદાં ઠેકાણે મૂકવી. કબાટમાંથી રૂપિયા જોઈતા હોય તો તમારી મદદ વગર એ લઈ શકે એવું હરગીઝ ન થવા દેવું.
2. પતિના મોબાઈલનું કોલ લીસ્ટ ચેક કરતાં રહો. જો રિસેન્ટ કોલ લીસ્ટ ડીલીટ થયેલું જોવા મળે તો કડક હાથે ઉલટતપાસ કરો.
3. એસ.એમ.એસ. આવ્યાની કેટલી મીનીટમાં પતિ ચેક કરે છે એનાં પર નજર રાખો.
4. સાસુ માટે વરસમાં બે વાર સાડી લાવી આપો. પતિના રૂપિયાથી જ ને ભલા. અને સાસુનાં બર્થ ડે પર સાડી લેવા જાવ અને તમારા માટે પણ ડ્રેસ લઈ આવો તો કોણ તમને રોકશે? પણ સસરાને ચામાં પતાવશો તો પણ ચાલશે.
5. કદી પિયર જવાનું થાય તો બહુ પહેલેથી એને જાણ ન કરો. એને પ્લાનીંગ કરવાની તક કદી ન આપો.
6. પિયરથી પાછાં આવવાનું થાય તો નિર્ધારિત દિવસ કરતાં એક દિવસ વહેલા પાછાં આવી જાવ. તમારી છાપ ‘આનું કંઇ કહેવાય નહિ, ગમે ત્યારે આવી જાય’ એવી પડવી જોઈએ.
7. જો તમે વિદેશમાં રહેતાં હોવ, અને લાંબા સમય માટે એકલાં ઇન્ડિયા જવાનું થાય તો પતિનું એક ટાઈમનું જમવાનું કોક ઉમરલાયક સગાને ત્યાં ગોઠવો. સાંજે એને કોઈ પ્રોગ્રામ કરવાની તક નહિ મળે.
8. બોસ સાથે એ કઈ રીતે ફોન પર વાતચીત કરે છે એ નોંધ રાખો. જ્યારે એ તમારી શ્રવણ મર્યાદાની બહાર ફોન રીસીવ કરે તો તમે પહેલાં કરેલાં અવલોકન મુજબના હાવભાવ છે તે ચેક કરતાં રહો.
9. અઠવાડિયામાં બે વખત તો ભોજનમાં કચાશ રાખો જ. ખાસ કરીને એ તમારો મુડ બગાડે તેના પછીના દિવસે. તમારા માટે ગિફ્ટ લાવે એનાં બીજા દિવસે સારી રસોઈ કરવી. એવોર્ડ અને પનીશમેન્ટ આ બે વસ્તુ કૂતરાની ટ્રેઈનીંગમાં પણ વપરાય છે.
10. ક્યારેક ફોન એક મીનીટમાં મૂકી દો, અને ખાસ તો મુકતી વખતે ‘હું પછી કરું, એ ઘેર છે’ એવું એને સંભળાય એ રીતે બોલો. પછી આખો દિવસ એ ક્યાંય આઘોપાછો નહિ થાય એની અમારી ગેરંટી.
11. ફેસબુકના પાસવર્ડ કોમ્પ્યુટર પર સેવ કરવા એને મજબુર કરો. ‘કેમ તારે મારાથી પણ કશું છુપાવવાનું છે?’ આ સવાલ પછી એ જુનાં મેસેજ ડીલીટ કરીને પાસવર્ડ શેર કરશે.
12. એવું કહેવાય છે કે પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો પેટમાં થઈ જાય છે. એની ચટાકેદાર ખાવાની ઈચ્છા કાયમ માટે સંતોષો. રસોઈ માટે એક મહારાજ રોકી લો.
13. ક્યારેક અચાનક ફોન કર્યાં વગર એની ઓફિસ પહોંચી જાવ. ‘શોપિંગ કરવાં નીકળી તો થયું ઓફિસ થઈને જઉં, નવું ઇન્ટીરીયર કેવું છે’. પછી બંનેને સપ્રાઈઝ મળશે.
14. એની ઓફિસમાં સુંદર સ્ત્રી કલીગ હોય તો એનાં જન્મ દિવસે યાદ કરીને બુકે મોકલો. પેલીને યાદ રહેશે કે ‘ભઈ પરણેલા છે’ અને ‘ભાભી પણ સ્વભાવના સારા છે!’
15. મમ્મીને ઘેર રહેવા માટે બોલાવો. ઓછામાં ઓછું દસ દિવસ માટે. ને એટલાં દિવસ મમ્મીને બેડરૂમમાં સુવાડી એને ગેસ્ટ રૂમમાં સુવા મોકલો.

error: Content is protected !!