રમૈયા વસ્તાવૈયા (મ્યુઝીક રિવ્યુ)

છેલ્લા 2-3 વર્ષોથી બોલીવૂડમાં નવા મ્યુઝીક કમ્પોઝર્સનો સારો ફાલ ઉતર્યો છે; અમિત ત્રિવેદી, રામ સંપટ, અજય-અતુલ, સોહેલ સેન વગેરે. આ બધા પ્રતિભાશાળી કમ્પોઝર્સની વચ્ચે સચીન અને જીગરે પણ સારી છાપ છોડી છે. ખાસ કરીને ‘શોર ઇન ધ સીટી’, ‘તેરે નાલ લવ હો ગયા’ અને લેટેસ્ટ ‘ગો ગોઆ ગોન’ માં કર્ણપ્રિય અને મૂવીના મૂડ મુજબનું મ્યુઝીક આપ્યા બાદ આ જોડી ફરી આવી પહોંચી છે, ‘રમૈયા વસ્તાવૈયા’ માં પોતાની આગવી સ્ટાઈલનું મ્યુઝીક લઈને!

‘જીને લગા હું’ તો ટીવી પર આવતાંની સાથે ચાર્ટબસ્ટર બની જ ગયું છે. આતિફ અસલમનો મસાલેદાર વોઈસ અને શ્રેયાના સ્વરની મીઠાશ આ સોંગને માણવાલાયક બનાવે છે. ‘બૈરીયાં’ પણ આ જ જોડીએ ગાયેલું સોફ્ટ રોમાન્ટિક સોંગ છે. ‘રંગ જો લાગ્યો’ આ ત્રણેય રોમાન્ટિક સોન્ગ્સમાંથી બેસ્ટ છે. અત્યારના મોસ્ટ પોપ્યુલર સિંગર્સમાંના એક મોહિત ચૌહાણના ભાગે પણ એક સોંગ આવ્યું છે, “પીછા છૂટે” લીરીક્સ ધરાવતું આ સોંગ બહુ સરસ રીતે લખાયેલું છે. ઢીંચાક મ્યુઝીકના શોખીનો માટે અહી બે સોન્ગ્સ છે, અને એ પણ આવા સોન્ગ્સના માસ્ટર એવા મીકા પાજીએ ગાયેલા! એમાંનું એક છે, પંજાબી ફ્લેવરવાળું ‘હીપ હોપ પમ્મી’ અને બીજું પ્રીતમ સ્ટાઈલ ‘જાદુ કી ઝપ્પી’. બંને બે-ચાર વખત સાંભળવા ગમે એવા છે.

ઓવર ઓલ, મયુર પુરી અને પ્રિયા પંચાલના લખેલા અને સચીન-જીગરે કમ્પોઝ કરેલા બધા સોન્ગ્સ માણવા જેવા છે, ખાસ કરીને ‘જીને લગા હું’ અને ‘રંગ જો લાગ્યો’.

જીને લગા હું:

error: Content is protected !!