ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
…કરચ !!
ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને અણીયાણી વાગી
સંભળાઈ ઓટલેથી ટોળાની ઘુસપુસ
વસ્તી વધી ગઈ આજકાલ પાગલોની
બારણે તાળાનો હજુ એ જ ઇન્તેઝાર
ક્યારેક પરત ફરશે ખોવાયેલ ચાવી
જાળી પાછળથી કોઈ અપલક તાકતી
આભાસી નજરો કઈક જાણીતી લાગી
પાંપણો ભીજાણી કોતરેલા બે નામો થી
પછી આખ્ખી પછીત છાતીએ ચાંપી
કર્યો ઠુંઠા મોગરાએ કાનમાં ગણગણાટ
દોસ્ત આવવામાં વાર બહુ તે લગાડી
ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને અણીયાણી વાગી
ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને અણીયાણી વાગી
સંભળાઈ ઓટલેથી ટોળાની ઘુસપુસ
વસ્તી વધી ગઈ આજકાલ પાગલોની
બારણે તાળાનો હજુ એ જ ઇન્તેઝાર
ક્યારેક પરત ફરશે ખોવાયેલ ચાવી
જાળી પાછળથી કોઈ અપલક તાકતી
આભાસી નજરો કઈક જાણીતી લાગી
પાંપણો ભીજાણી કોતરેલા બે નામો થી
પછી આખ્ખી પછીત છાતીએ ચાંપી
કર્યો ઠુંઠા મોગરાએ કાનમાં ગણગણાટ
દોસ્ત આવવામાં વાર બહુ તે લગાડી
ફરી સાંજે કદમ વળ્યા તારી ગલી માં
યાદો કરચ થઇ ને અણીયાણી વાગી
માન એ વાત ને
કારણ કેટલા કહીશ વિજોગના ને વિયોગના
ભરતી ઓટ નિયમ કુદરતી માન એ વાત ને
સપાટી પર સમતલ રહેવાની કોશિશ વ્યર્થ છે
ગોળો પૃથ્વીનો છે કિસ્મત માન એ વાત ને
માની લે એક પળ કે ઉછાલેળુ થશે જ બુમરેંગ
હવાનું રુખ પણ વીઘ્ન બને માન એ વાત ને
સૈકાઓ પછી કળીના ખીલવાના અવસર ટાણે
પાનખર દઈ શકે છે દસ્તક માન એ વાત ને
કફન દર્દોનું ઓઢીને અચેત સુવાનું સુખ સાપડે
અધુરી આશ ખોળિયું ધડકાવે માન એ વાતને
કારણ કેટલા કહીશ વિજોગના ને વિયોગના
ભરતી ઓટ નિયમ કુદરતી માન એ વાત ને
સપાટી પર સમતલ રહેવાની કોશિશ વ્યર્થ છે
ગોળો પૃથ્વીનો છે કિસ્મત માન એ વાત ને
માની લે એક પળ કે ઉછાલેળુ થશે જ બુમરેંગ
હવાનું રુખ પણ વીઘ્ન બને માન એ વાત ને
સૈકાઓ પછી કળીના ખીલવાના અવસર ટાણે
પાનખર દઈ શકે છે દસ્તક માન એ વાત ને
કફન દર્દોનું ઓઢીને અચેત સુવાનું સુખ સાપડે
અધુરી આશ ખોળિયું ધડકાવે માન એ વાતને
કારણ કેટલા કહીશ વિજોગના ને વિયોગના
ભરતી ઓટ નિયમ કુદરતી માન એ વાત ને