બુક્સ… પુસ્તકો… ચોપડીઓ!!

(1) અત્યારના જમાનામાં તો કોમ્પ્યુટર અને અન્ય આધુનિક યંત્રોની મદદથી બુક લખવી અને પ્રકાશિત કરવી એ બહુ સહેલું કામ બની ગયું છે, પણ કોમ્પ્યુટર અને કોપીયર મશીન્સની શોધ થઇ એ પહેલા છેક ઈ.સ. 1869માં લીઓ ટોલ્સટોયે પોતાની એપિક બુક ‘વોર એન્ડ પીસ’ લખી હતી. 1200થી વધુ પાનાની આ બુકની પ્રથમ પ્રત (મેન્યુસ્ક્રીપ્ટ) ને ટોલ્સટોયની વાઈફે 7 વાર પોતાના હાથે કોપી કરવી પડી હતી!!

(2) ટાઇપરાઈટર પર લખાઈ હોય એવી દુનિયાની સૌપ્રથમ પ્રકાશિત બુક માર્ક ટ્વેઇનની ‘ધી એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’ હતી. જોકે, આ બાબતમાં અમુક વિવાદો છે ખરા!

(3) બ્રાઝીલનાં એક લેખકે 1986 થી 1996 ના દસ વર્ષના ગાળામાં (ન્યુઝપેપર્સની ભાષામાં કહીએ તો) ‘અધધધ’ 1058 નવલકથાઓ બહાર પાડી હતી!!! એ લેખકનું નામ પણ રસપ્રદ છે, (જોજો નામ બોલવામાં જીભના ગૂંચળા ન વળી જાય!) ‘જોઝ કાર્લોસ ર્યોકી ડે અલ્પોઈમ ઇનોઉં’!!

(4) 1939 માં, અર્નેસ્ટ વિન્સેન્ટ નામનાં એક લેખકે ‘ગેડ્સબાય’ નામની નોવેલ લખી હતી. આ નોવેલની વિશેષતા એ હતી કે એના કુલ 50000 થી વધુ શબ્દોમાં ક્યાંય પણ અર્નેસ્ટભાઈએ અંગ્રેજી મૂળાક્ષર ‘E’ નો ઉપયોગ જ નહોતો કર્યો!! હવે નેક્સ્ટ આર્ટિકલ આવે ત્યાં સુધી વિચાર્યે રાખો કે ઈવડા ‘E’ વગર એ ભાઈએ આવડી મોટી નોવેલ લખી હશે કઈ રીતે??!!

error: Content is protected !!