“ઇસક” (મ્યુઝિક રિવ્યુ)

સચીન અને જિગરની જોડીએ સચીન ગુપ્તા અને કૃષ્ણા સાથે મળીને આપેલ મ્યૂઝીક ખરેખર માણવાલાયક છે. ટાઇટલ સોંગ “ઇસક તેરા” સચીન અને જિગરે ક્મ્પોઝ કર્યું છે અને રોમાન્ટિક ફીલને બખૂબી ન્યાય આપી શકવાની પોતાની કાબેલિયત ફરી એકવાર પૂરવાર કરી છે.

“ભોલ ેચલે” કૈલાશ ખેરના “બમ લહરી”ની યાદ અપાવે છે. સચીન ગુપ્તાએ કમ્પોઝ કરેલ આ સોંગમાં ભગવાન શિવજીની બારાતનું રૉક સ્ટાઇલમાં વર્ણન કર્યું છે.

“આગ કા દરિયા”ના બન્ને વર્ઝન ઠીકઠાક છે. કૃષ્ણાનું “ઇન્ને ઊન્ને” કોઇ ધમ્માલ ફૉક સોંગની ફીલ આપે છે.

પણ આખા આલ્બમમાં બે સોંગ્સ બહુ કમ્માલનાં છે. એમાંનું પહેલું છે , “જીની રે જીની”. “આઓગે જબ” (જબ વી મેટ) અને “પૂરેસે ઝરા સા કમ હૈ” (મૌસમ) માં સૌને મંત્રમુગ્ધ કર્યા પછી રાશિદ ખાન ફરી આવી પહોંચ્યા છે, “જીની રે જીની” લઇને! And as always, the song is really soulful.

બીજું માઇન્ડબ્લોઇંગ સોંગ છે, “ભાગન કે રેખન કી”. કૃષ્ણાનું કમ્પોઝીશન, માલિની અવસ્થી-રઘુવીર યાદવની જૂગલબંદી અને કન્યા-વિદાયની થીમ આ સોંગને વારંવાર સાંભળવા લાયક બનાવે છે.
ઓવરઓલ, હિટ હૈ બોસ્સ!!

error: Content is protected !!