હિસાબ ચુકતે !!!!
તમારી પીત અને અમારો વિશ્વાસ,
જુદાઇની આ ઘડી – હીસાબ ચુકતે !
રોચક દીલોના આ રસીલા સ્મરણો,
ને આંખોમાં આંસુ – હીસાબ ચુકતે !
અમારી મનાઈ તોયે તમારુ ચાલવું,
અને રસ્તો સાંકડો – હીસાબ ચુકતે !
આંધળી દૉટ અને અનંત ઉંડાણ ,
મલી સંકુચીતતા – હીસાબ ચુકતે !
તમારો પ્યાર જાણે મોટો ઉપકાર ,
અમારી વફાઇ – હીસાબ ચુકતે !
ક્યાંક તો મળશું જ નાનુ જગત છે,
કરીશુ એકબીજાનો – હીસાબ ચુકતે !
ઘૂંઘટ ઉઠાવો ને નજરૂ તો મળવા દો
દીલથી મળે દીલ જરા સિતાર તો બજવા દો
આમને આમ વીતી જશે જોબનીયુ જાલીમ
ભલે થૈ જાય આજ થોઙો જલસો તો થવા દો
આખ્યુંમાં સપનાનાં પતંગિયાઓ ઉઙે છે
શુંકામ રોકો છો એને ઘઙીક તો ઉઙવા દો
થોઙા ઓરા તમે આવો થોઙા આવીએ અમે
ભલેને ધટે અંતર થોઙુક તો ઘટવા દો
જીભઙીયુ થથરે છે ને હોઠઙીયુ મલકે છે
શુંકામ રહેવુ ચુપ થોઙુ તો બોલવા દો
સાચું કહેજો નજરના તીર નથી છોઙયા ?
તો પછી વિંધાવા દો દીલને સોંસરવા જવા દો
NO DOUBT તારા હેતથી આ દિલ ભરાઇ ગયું છે,
પણ થાય છે જે હેત OVERFLOW એનુ શું ?
મને ખબર છે તુ હમેશા SILENT જ રહે છે,
પણ તો પછી મે પુછેલા QUESTIONS નુ શું?
તુ મારી PRESENCE ને બહુ ગણકારતી નથી,
પણ આ હવા, આ ઘટા, આ જમાનાનું શું?
તારી જાતને તું TOTAL SOFT જ માને છે,
બતાવ તો તારા આ બરડ સ્વાસનું શું?
તુ સમજાવે છે કે તુ બધે જ છે – DAY & NIGHT,
પણ FOR YOUR INFO કે વચ્ચેની આ સંધ્યાનુ શું?