વરસાદી કાવ્યો

મઝ્ઝાનું સપનું….

મમ્મા,કાલે તો મને સપનું આવ્યું ‘તું…..એવું મઝાનું સપનું કે ના પૂછો વાત….
સપનામાં તો મારી ચાલુ થઈ ગઈ છે સ્કૂલ પણ વર્ગ હતા માત્ર સાત….
પહેલો વર્ગ ભગવાન ને પ્રાર્થનાનો નેબીજો આખી સ્કૂલ સાથે વાત..
ત્રીજો-ચોથો વરસાદનો ને સાહેબે કરી મેઘધનુષ્યની વાત…
પછી પડી રિસેસ,તો ય ચાલુ વરસાદ…નહીં તો -કોરો તડકો થાત…
પાંચમામાં ઊડ્યાં પતંગિયા ને જોઈ ફૂલોની રંગબેરંગી ભાત..
છઠ્ઠામાં સાહેબે સાંભળી બધાની રજાઓની વાત..
ને એં…સાતમામાં તો બધાને આપ્યું લેશન..”જાવ,છોકરાંઓ..કાલે ચિતરી લાવજો વરસાદ ..
“આટ્લું કહ્યું ત્યાં તો મારી ઊઘડી ગઈ આંખ..
મમ્મા,કાલે તો મને સપનું આવ્યું ‘તું એવું મઝાનું સપનું ,કે ના પૂછો વાત…..

જત લખવાનું કે..

જત લખવાનું કે..
આજે અહીં ગોરંભાયુ છે..વ્હાલ-મા..
ગમ્મે ત્યારે મુશલધાર વરસશે..વ્હાલ-મા..
આવે ત્યારે..
થોડાં વાદળાં લેતો આવજે..વ્હાલ-મા..
ને અહીં રમતાં મેલી દેજે ..વ્હાલ-મા..
પણ શરત એટલી કે..
તારે પણ ભીંજાવુ પડશે ..વ્હાલ-મા..
આજે કોઇ બહાનું નહીં ચાલે..વ્હાલ-મા..
આવે ત્યારે..
ઉજાગરા વહેંચી ને પીશું..વ્હાલ-મા..
હમણાં તો એકબીજાં ને સ્મર્યાં કરીએ..વ્હાલ-મા..

જત લખવાનું કે..
હવે એક એક ક્ષણ
યુગ જેવડી લાગે..વ્હાલ-મા..
કેમ કરી ને ખુટાડવી ..
મારા વ્હાલમા….

એ જ લિખિતંગ..
બીજું કોણ..
તરસે સદાયે….
જે..
તારા વ્હાલ-મા..

આથી માલમ થાય કે..

આથી માલમ થાય કે..
તારો કાગળ મળ્યો
કાલની ટપાલમાં..
અહીં બધું કુશળમંગળ..
ખોટી ચિંતા ના કર વ્હાલ-મા..
બીજું એમ લખવાનું કે..
વાદળ-વરસાદ પણ ખુશહાલમાં..
એક કવિતા લખી રહ્યો છું હાલમાં..
મોકલી આપીશ…
વળતી ટપાલમાં..
અરે ..અરે..એમ ગુસ્સે શું થાય છે?
કે ખાલી ખાલી વ્હાલ-માં???ભલે..
હું જ આવી જઈશ..
બસ???
વળતી ટપાલમાં….
એ ય..સાંભળને..
પેલું કહેવાનું તો રહી જ ગયું..
બધી બબાલમા…
અહીં એક સફેદ સસલું છે..
એને જોઉં ને..
તો તું દોડી આવે ખયાલમાં..
ચાલ,અત્યારે તો આટલું જ..
તું ,તું ને તું જ..
બીજું કશું સુઝ્તું નથી
તારા વ્હાલ-માં..
..એ જ લિખિતંગ..
બીજું કોણ….
વરસે જે..
સદાયે તારા..
વ્હાલમાં….

error: Content is protected !!