“સિનીયર” હોવું એટલે?

નોકરિયાત અને કોલેજિયન મિત્રો ના કાન ઊંચા થયા ને? વેલ સીનયરીઝમ થોડા વિશાલ અર્થ માં જોઈએ, તો ઘરમાં વડીલ એટલે સિનીયર, તો કોલોની કે એરિયાના જુના લોકો એટલે સિનીયર, માં કે સાસુ એટલે સિનીયર, અગાઉ દાખલ થયેલો સહ કર્મચારી એટલે સિનીયર, ટીમ નો જુનો ખેલાડી એટલે સિનીયર….. મતલબ કે જે તે ક્ષેત્ર નો અનુભવી એટલે સિનીયર.

ભારતીય સંસ્કૃતિમાં અનુભવીઓ ને વંદનીય ગણવામાં આવે છે. અને એમાં કાંઈ ખોટું પણ નથી. જે લોકોએ કોઈ પણ ક્ષેત્રે ‘કાઠું’ કાઢ્યું હોય, હોશિયારી બતાવી હોય, ટેલેન્ટ ના દમ પર બહાર આવ્યા હોય,મુશ્કેલ પરીસ્થિતિનો સફળ સામનો કર્યો હોય, કાંઇક નવીન કરી બતાવ્યું હોય તેમને સલામ ભરવા પડે. તેમના અનુભવોનો લાભ લેવા માટે તેમના ગુસ્સા કે એટીટ્યુડ ને સહન કરવો પડે તો ચાલો વસુલ છે.*.વેલ અહીં કંડીશન એપ્લાય વાળી ફૂદેડી છે…. કે આવો એટીટ્યુડ સહન કરવો કે નહી એ મરજી ની વાત છે ફોર્સ પાડી શકાય નહી! ફૂદેડી ઓવર. બેક ટુ ધ પોઇન્ટ. પણ ‘ફક્ત’ સિનીયર થયા એટલે લુખ્ખી દાદાગીરીને કાયદેસર સ્વરૂપ આપવા વાળાઓની સંખ્યા ઘણી તો નથી પણ બહુજ ઘણી છે. અને કેટલાક જીગરવાળાઓને બાદ કરતા એવરેજ લોકો સંઘર્શ ટાળવા માટે દાદાગીરી સહન કરી લેતા હોય છે.આમાં ના ઘણાખરા ‘સહનશીલો’ ખુદ સીનીયર બને એટલે ફરી એ જ કેટેગરીમાં બેસી જાય છે!

કોલેજમાં ભણતા મિત્રો પેકી જેઓ કૈક શિખવા સમજવા માંગે છે એમને એક પ્રશ્ન પૂછું…. ‘ સેકન્ડયર માં આવ્યા એટલે ફસ્ટયરવાળાને દબવવાનો ઓથોરીટી લેટર મળી ગયો છે?’ બિચારા ફસ્ટયર વાળા નો વાંકતો એટલોને કે એ લોકોએ તમારા પછી જનમ લીધો?તેઓ પણ બધા જેટલી જ ફી ભરીને, પોતાના પુસ્તકો લઈને, પોતાની મહેનત થી ભણે છે. ઘણીખરી કોલેજોમાં સીનીયર વિદ્યાર્થીઓ એ બનાવેલા નિયમો હોય છે. કે જુનીયારોએ સીનીયરો સામે દલીલો ન કરવી, નીચી આંખે વાત કરવી, ‘બોસ કે સર કહીને સંબોધવા, સીનીયરો ની ગમે તેવી મજાક સહન કરવી અને એવું તો કેટલુય. આટલું બને ત્યાં સુધી તો સહ્ય છે. પણ સીનીયરો ને હેરેસમેન્ટ કરવાની છૂટ તો નથીજ.જુનીયરને બધા વચ્ચે એને છોભીલો પાડવો, પોતાના કામો કરાવી કરાવી ને થકવી નાખવો, બીભત્સ મશ્કરીઓ કરવી…. એ બધું તમને તમારા સગા નાના ભાઈ કે બહેન સાથે કરવાનું આવે તો???આ હેરેસમેન્ટ ક્રાઈમ ની લીમીટ સુધી પહોચી જવાના દાખલા ઓછા નથી. બાપડો જુનિયર હોશિયાર હોય તોય ભણવાનું મૂકી ને ધંધે બેસી જાય કે કંટાળી ને આપઘાત સુધી ના વિચારો કરી લે….જો તમે આવા સિનયર હો તો તમે મેડીકલ, ઈજનેરી,મેનેજમેન્ટ કે ડીઝાઇનીંગ ની જગ્યા એ અન્ડરવર્લ્ડ માટે વધુ ફીટ છો!

જો હાઈલી એજ્યુકેટેડ થઇ રહેલા મિત્રો કે જેમના હાથ માં ભવિષ્યમાં સમાજની લીડરશીપ જવાની છે તેઓ આવું વર્તન કરે તો તેઓ સમાજને કયા રસ્તે દોરી જશે? વિચારજો મિત્રો.ઓકે ચાલો વિચારવા માટે થોડો સમય આપું છું. પણ જે લોકો કોઈ પણ ફિલ્ડ માં જુનિયરો ના લોહી પિતા હોય તેમની ઝાટકણી કાઢવાનું કામ આવતા એપિસોડ માં ચાલુ રાખશું.

FRIENDS IF YOU HAVE YOUR PERSONAL EXPERIENCES REGARDING THIS TOPIC FEEL FREE TO SHARE IN THE COMMENT BOX GIVEN BELOW. AND IF YOU FOUGHT OR FOUND OUT WAY IN ANY SUCH SITUATIONS PLEASE SHARE SO THAT THE OTHERS MAY GET A GUIDELINE.

Leave a Reply

error: Content is protected !!