બ ને બદલે ભ

લોકોને ગુજરાતી ભાષા બોલતાં નથી આવડતી બરોબર. ઘણાં લોકો બ્રાહ્મણ માટે બામણ અને અમુક બામણનું અપભ્રંશ કરીને ભામણ પણ કરી નાખે છે. અંગ્રેજી શબ્દોમાં પણ બોલવામાં તો વ્યાપક પ્રમાણમાં બ નો ભ કરાય છે જેમ કે બ્રશનો ભ્રશ, બ્રેડની ભ્રેડ, બ્લુનું ભ્લુ અને બ્રેક મારવાને બદલે લોકો ભ્રેક મારે છે. ને ગુજરાતી ગાળની સૃષ્ટિમાં તો બ ને બદલે ભ બોલવાની પરંપરા રહી છે. એ ક્યાંથી શરુ થઈ અને કેમ શરુ થઈ, એ અંગે કોઈ સંશોધન થયાનું અમારી જાણમાં નથી અને ન અમને એ જાણવાની કોઈ ઈચ્છા છે. જોકે અમારા સ્વભાવમાં ભારોભાર કુતૂહલ ભરેલું હોવાથી અમને એ પ્રશ્ન જરૂર થયો કે આ બનો ભ માત્ર એક જ ગાળ પુરતો જ કેમ સીમિત રહ્યો હશે? ધારોકે કોઈ પ્રદેશમાં ‘બ’ને બદલે ‘ભ’ ભધા એટલે કે બધાં શભ્દો એટલે કે શબ્દોમાં ભોલતા એટલે કે બોલતા હોય તો કયા શબ્દો કઈ રીતે બોલાય? આ અંગે અમે થોડું વિચાર મંથન કર્યું છે.
• સૌથી પહેલાં બનેવી ભનેવી બની જાય.
• પછી બા ને ભા કહે બધાં.
• કોઈના ઘેર ભાભો આવે અને કોઈના ઘેર ભેભી.
• પણ ભાભી તો ભાભી જ રહે.
• મારો વહાલો બકો પછી ભકો બની જાય.
• સચિન કેટલાં રને આઉટ થયો એવું પૂછો તો એનો જવાભ આવે ભાણું.
• પછી તો કોઈની અટક બસુ હોય તો એ ભસુ થઈ જાય.
• અને પત્તામાં કોઈ હાથમાં આવેલી ભાજી હારી જાય એવું પણ ભને.
• ફાયરબ્રિગેડ પછી ભમ્ભાખાના તરીકે ઓળખાય.
• પછી લોકો ભીએ અને ભીકોમ થાય.
• હોટલમાં જમો એટલે વેઈટર ભીલ આપે.
• કવિનું તખલ્લુસ ભેચેન હોય.
• ઘેર મહેમાન આવે તો એને આવો અને ભેસો કહેવામાં આવે.
• રીવરફ્રન્ટ પર જઈને પછી લોકો સ્પીડ ભોટમાં ભેસે.
• જમરુખની એક ફિલ્મનું નામ પછી ભાજીગર હોય.
• અને શોલેની ભસન્તી તો આખો દાડો ભકભક કરે.
હવે તમે પણ લાગી જાવ. આ લીસ્ટ લામ્ભુ કરવા. મને ખભર છે તમે છાના નથી રહેવાનાં !

Leave a Reply

error: Content is protected !!