આરોગ્ય વેદ
સ્મોકિંગ – ધુમ્રપાન અને તમાકુ નો ઉપયોગ, કે દુરુપયોગ

સ્મોકિંગ – ધુમ્રપાન અને તમાકુ નો ઉપયોગ, કે દુરુપયોગ

સ્મોકિંગ અથવા ધુમ્રપાન એટલે? સામાન્ય સમઝ મુજબ લોકો સિગરેટ અથવા બીડી જેવા સાધનો ના ઉપયોગ પુરતું નિયંત્રિત કરી દે છે – એ ભૂલ ભરેલું છે. ધુમ્રપાન અંતર્ગત સિગરેટ, સિગાર, બીડી, હુક્કો વગેરે આવી જાય અને આ ઉપરાંત થતા તમાકુ ના ઉપયોગ માં છીકણી, ગુટખા, ચાવવાની તમાકુ, તમાકુ વાળા માવા ને પાન વગેરેનો સમાવેશ થાય. ધુમ્રપાન ની ટેવ કેમ પડે છે ? ક્યારે પડે છે ? જેવી ચુથાયેલી વાતો નથી કરવી પણ, તમાકુ માં કેટલા ઝેરી તત્વો હોય છે ને તમાકુ ની શરીરના વિવિધ ભાગ ઉપર શું અસરો થાય છે ? એની વાત કરીશું. તમાકુ માં મુખ્ય તત્વ નિકોટીન હોય છે જેના કારણે વ્યક્તિ ને વારંવાર ધુમ્રપાન કરવાની કે તમાકુ ખાવા ની ચાહ થયા કરે છે. આવી ઈચ્છા ને આદત કહે છે. આદત એટલે – કોઈ વસ્તુ કે તત્વ ઉપર માનશીક કે લાગણીક આવલંબન. નિકોટીન ની જેમ હેરોઈન, કોકેઇન કે આલ્કોહોલ ની પણ આદત થઇ શકે છે. માણસ ના મગજ નું કાર્ય, ન્યુરોન્સ વડે ચાલતું હોય છે. આ ન્યુરોન્સ પાછા એક્ટીવ થાય એ માટે વિવિધ પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર (જેને સાદી ભાષામાં કેમિકલ્સ કહી શકાય) જરૂર પડે એ રીતે કાર્યરત હોય છે. ડોપામાઈન આવું જ એક કેમિકલ છે જેની વિવિધ અસરો છે મગજ ઉપર. જેમ કે

આપડું શરીર નિયંત્રિત અને સ્મુધ મુવમેન્ટસ કરતું હોય છે (દા. ત. ચા પીતી વખતે રકાબી સ્થિર પકડવી). ડોપામાઈન ની ઉણપ ના કિસ્સા માં વ્યક્તિ ને પાર્કિન્સન્સ નો રોગ થઇ શકે છે જેમાં મગજ ધારે એવી રીતે શરીર મુવમેન્ટ નથી કરી શકતું. ડોપામાઈન ની બીજી અસર હોય છે વ્યક્તિ ની યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને પ્રોબ્લેમ નો ઉકેલ શોધવા ની શક્તિ ઉપર આપડા લેખ માટે જરૂરી અસર એટલે, વ્યક્તિ ને આનંદ ની લાગણી જન્માવતી અસર અને, વ્યક્તિ કોઈ કાર્ય કરી રહી હોય તો એને એ કાર્ય કર્યા કરવા માટે ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે.

સિગારેટ પીધા બાદ સેકન્ડો માં નિકોટીન મગજ સુધી પહોચી જતું હોય છે અને મગજ માં ડોપામાઈન નો ધોધ વહાવી દે છે જેના કારણે વ્યક્તિને ઉત્સાહ, આનંદ ની લાગણી અનુભવાય છે. આ અસર થોડીક મીનીટો માટે જ રહે છે. આજ કારણ છે કે વ્યક્તિ ને થોડા સમય ના અંતરે ફરી સિગરેટ પીવાની ઈચ્છા કે તલબ થયા કરે છે…..સરવાળે? આદત કે ટેવ. નિકોટીનનું બીજુ કાર્ય વ્યક્તિમાં અડ્રેનાલીન રશ ની અસર જન્માવવાનું. અડ્રેનાલીન એ શરીર માં ઉત્પન થતો હોર્મોન છે જેના કારણે હૃદય ની ધડકન વધી જાય અને બ્લડ પ્રેસર પણ વધે. નિકોટીન ના કારણે આ અસર થાય તો છે પરંતુ એ ખુબ ટૂંકા ગાળા માટે. (આ પણ એક કારણ છે જેના લીધે વ્યક્તિ ને સિગરેટ ની આદત લાગે છે) આપણે ઉપર જોયું એમ – નિકોટીન ના કારણે થતી અસર થોડી મીનીટો માં જતી રહેતી હોય છે. આથીજ, વ્યક્તિને વારેવારે સિગરેટ પીવાની તલબ થયા કરે છે. એક સિગરેટ પીવાથી વ્યક્તિના શરીર માં સામાન્ય રીતે ૧ કે ૨ મીલીગ્રામ નિકોટીન જતું હોય છે પરંતુ, સિગરેટ માં તો આનાથી વધારે નિકોટીન હોય છે. કેટલું નિકોટીન શરીર માં જાય એનો આધાર વ્યક્તિ

 • કેવી રીતે સિગરેટ પીવે છે
 • કેટલા કશ ખેંચે છે
 • અને કશ કેટલા ઊંડા ખેંચે છે, એની ઉપર રહે છે.

નિકોટીન નો મોટો ડોઝ લે તો શું થાય !? નિકોટીન ઝેર છે અને એ, વ્યક્તિ જેના વડે શ્વાસ લેતો હોય એ મશલ્સ ને નિષ્ક્રિય બનાવી દે – સરવાળે ? મોત. આ સિવાય બીજું શું નુકશાન કારક હોય છે, સિગરેટ માં? ઘણું બધું…… બીજો મોટ્ટો દુશ્મન છે ‘ટાર’. એ ડામર નથી પણ દાખલો સમઝવા એને ડામર કહો તો પણ ચાલે 🙂 તમાકુ બળે ત્યારે એના વડે ઉત્પન થતા ધુમાડા માં ઘણા તત્વો હોય છે. ટાર એક ચીકણો કથ્થાઈ રંગ નો પદાર્થ છે જેના વડે સિગરેટ પીનારા ના દાંત કાળા પડે છે, આંગળીઓ ઉપર ડાઘા પડે છે અને ફેફસાં ઉપર જઈને બેસી જાય છે. ફેફસાં માં ભગવાને મસ્ત ઝીણી જાળી બેસાડી છે જેની એક તરફ ઓક્સીજન હોય અને બીજી તરફ કાર્બન મોનોક્સાઈડ હોય. ફેફસાં ની જાળી, લોહીમાં ના કાર્બન મોનોક્સાઈડને બહાર અને ઓક્સીજનને લોહીમાં જવા દે છે. સિગરેટ પીનારા, ટાર વડે ફેફસાં નું આ મહત્વનું કાર્ય અવરોધી દે છે. પરિણામ ? COPD – (chronic obstructive pulmonary disease) સાદી ભાષા માં, ફેફસાં ના કાર્ય માં ખતરનાક રીતે અવરોધ. COPD થવાના કારણો માં – સિગરેટ પીવી, હવા નું પ્રદુષણ, કેમિકલ નો ધુમાડો અને ધૂળ!!…..હા ભાઈ હા, ધૂળ.

સિગરેટ માં વપરાતા ૪૦૦૦ થી વધુ કેમિકલ્સ માંથી થોડાક કેમિકલ્સ

કેમિકલ્સ શા માટે વપરાય છે કઈ વસ્તુઓ માં આ કેમિકલ હોય છે
એમોનીયા / યુરીયા નિકોટીન ની ઝડપ વધારવા ટાઈલ્સ / ટોઇલેટ ક્લીનર માં, પેશાબ   માં
આર્સેનીક પાક માં છંટકાવ માટે / પાક ને બાદ   માં ધોવા માં નથી આવતા ઉંદર મારવા ની દવા માં
ડી ડી ટી / દિએલ્દ્રિન જીવાત મારવાની દવા માં
નેપ્થાલીન ની ગોળીઓ તમાકુ ને સળગવા માં મદદ કરે છે મોથ બોલ્સ
બ્યુટેન ગેસ જેવા લાઈટ ફ્લ્યુઇડ
ફોર્માંલ્ડીહાઈડ સિગરેટ ની લાઈફ લંબાવવા માટે જેથી   દુકાનો માં લાંબો સમય રાખી શકાય ટીસ્યુ પેપર માં પ્રિઝર્વેટીવ તરીકે
સ્ટેરીક એસીડ સિગરેટ પેપર ને કોટિંગ કરવા મીણબત્તી માં
વિનાઈલ ક્લોરાઈડ સિગરેટ ના ફિલ્ટર બનાવવા માં પીવીસી બનાવાય છે
બેન્ઝીન પેપર ને ચોંટાડવા એઢેસીવ માં રબર સિમેન્ટ બનાવવા માં
મીથેન ગેસ સિગરેટ ના ધુમાડા માં રહેલા કેમિકલ   છુટા પડે ત્યારે નીકળે છે પાદ માં હોય છે J
કાર્બન મોનોક્સાઈડ સિગરેટ ના ધુમાડા માં હાજર હોય છે વાહન ના ધુમાડા માં હોય છે
એસેટીક એસીડ સ્વાદ વધારવા વિનેગાર
ઇથેનોલ મેન્થોલ ફ્લેવર બનાવવા માં શરાબ માં (આલ્કોહોલ)
હાઈડ્રોજન સાયનાઈડ સિગરેટ બનાવવા માં વપરાય છે ઝેર
મેથેનોલ રોકેટ ફ્યુઅલ
મરકયુરી તમાકુ નો પાક આ તત્વો જમીન માંથી મેળવે છે ઝેર, થર્મોમીટર માં વપરાય છે
લેડ ઝેર, પેઈન્ટ માં પ્રતિબંધ
કેડમીયમ રે-ચાર્જેબલ બેટરી માં

ઉપરોક્ત કેમિકલ્સ નું લીસ્ટ જોયા બાદ પણ વ્યક્તિ ને સ્મોકિંગ કરવાનું મન થયા કરે તો, એના વડે થતી શરીર ઉપર અસરો કેવી હોય છે !!? આવો જોઈએ…..મગજ થી શરુ કરીશું!!! 😉

નિકોટીન ની સીધી અને ઝડપી અસર મગજ ઉપર થતી હોય છે. સામાન્ય સમજ એવી છે કે, સિગરેટ પીધા બાદ તનાવ ઓછો થાય છે પરંતુ અભ્યાસ જુદું જ કહે છે. સિગરેટ પીનાર વ્યક્તિ ને સિગરેટ પીવા સમયે તનાવ મુક્ત થયા નું જે ફીલિંગ આવે છે, એ સ્થિતિ તો નહિ પીનારા માટે સામાન્ય હોય છે! મતલબ, સિગરેટ પીનાર વ્યક્તિ, જયારે ના પીવે ત્યારે તનાવ માં હોય છે! 🙂

ડોપામાઈન ની અસર વિષે આપણે આગળ જોઈ ગયા છીએ.

હવે ફેફસાં અને શ્વાસોશ્વાસ ઉપર થતી અસર તપાસીએ.

બ્રોન્કોસ્પાસ્મ – ફેફસાં માં હવા જવા નો રસ્તો કે નળી હોય છે. જેના સ્નાયુમાં સોજો અથવા, બિનજરૂરી અકડ પેદા થવાથી, શ્વાસમાં હવા ઓછી હોય છે અને પરિણામે ઓક્ષીજન નો જથ્થો ઓછો મળે છે.

ફેફસાં માં પ્રવેશતા કેમિકલ અને ઝેરી તત્વો ને રોકી લેવા કુદરતી રીતે કફ નિર્માણ થતો હોય છે. ફેફસાં માં, નાના તાંતણા હોય છે જેનું કાર્ય છે કફ નો નિકાલ કરવાનું. કેવી રીતે ? હવામાં લહેરાતા પાક ની જેમ આ તાંતણા મુવમેન્ટ કરીને એ કાર્ય કરતા હોય છે. સ્મોકિંગ વાળા, સદર તાંતણા ને નિષ્ક્રિય કરી નાખે છે અને – કફ નું પ્રમાણ પણ વધારી દેતા હોય છે.

હૃદય અને લોહી પરિભ્રમણ ઉપર થતી અસર

શરીર માં ચરબી હોય છે જેનો ઉપયોગ શક્તિ ની જરૂર પડે ત્યારે થતો હોય છે. ચરબી મુખ્યત્વે બે પ્રકારની હોય છે ૧) HDL – હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન અથવા સારું પ્રોટીન. ૨) LDL – લો ડેન્સીટી લીપોપ્રોટીન અથવા ખરાબ પ્રોટીન

આ સારું ને ખરાબ કેમ !! અને જો ખરાબ છે તો ભગ્વોને બનાવ્યું જ કેમ !?

કોલેસ્ટેરોલ ને કોષ સુધી લઇ જવાનું કામ કરે છે LDL અને વધારા ના કોલેસ્ટેરોલ ને કોષ પાસે થી લીવર સુધી લઇ જવાનું કામ કરે છે HDL

હવે તમે નક્કી કરો કે ખરાબ ને સારું કયું ! અતિ સર્વત્રે વર્જિત ની જેમ LDL વધારે પ્રમાણ માં નુકશાન કરે છે અને તમાકુ માં રહેલું નિકોટીન LDL નું પ્રમાણ ફેરવી દેતું હોય છે અલબત્ત – લાંબા સમયે.

ચયાપચય ની ક્રિયા ઉપર થતી અસર

ધુમ્રપાન કરનાર વ્યક્તિ માં એસીડ નું પ્રમાણ વધારે રહે છે (એસીડ હોજરી માં ઉત્પન થાય છે, ખોરાક ને વિઘટિત કરવા માટે) કારણ કે એસીડ ને કાપવા માટે બનતું બેઝ આ વ્યક્તિ માં ઓછું બને છે. આવા વધારા ના એસીડ ના કારણે હોજરી માં ચાંદા પણ થઇ શકે છે.

સૌથી મોટી તકલીફ ? બેડ બ્રેથ – મોં ની દુર્ગંધ

રોગ પ્રતિકાર શક્તિ ઉપર અસર

ધુમ્રપાન સાયનસ ઉપર સોજો લાવી શકે છે અને સાયનસ ને ચેપ પણ લાગી શકે છે. નાક ની અંદર ની દીવાલ ને પણ સોજો આવી શકે છે અને કાન ના વચલા ભાગમાં પણ નુકશાન થઇ શકે છે.

ધુમ્રપાન અને દવા

દવા લીધા બાદ શરીર એને ઓગળી ને એના તત્વો જરૂરી ભાગ સુધી પહોચાડે છે. આ માટે Enzymes (ઉત્સેચકો) જરૂરી રોલ ભજવે છે.

દવા જો ઝડપી ઓગળી જાય તો તેની અસર ઓછી થાય અને જો ધીરે ઓગળે તો દવાની માત્રા શરીર માં વધુ ભેગી થાય….બન્ને ફાયદાકારક નથી.

તમાકુ ના ધુમાડા માં રહેલા ઘણા તત્વો અમુક દવાઓ (જેમ કે, લોહી પાતળું કરવા વાળી દવા, હતાશા દુર કરનારી દવા અને મગજ ની તાણ દુર કરતી દવા) નું વિઘટન ઝડપી બનાવી દે છે પરિણામે તકલીફ દુર થવામાં સમય લાગે છે. જયારે બીજા કિસ્સા માં, દુખાવા માટે ની, હૃદય ની, ચાંદા માટે ની અને અસ્થમા ની દવા ની અસર ઓછી કરી નાખે છે.

આટલું વાંચ્યા બાદ કોઈને વિચાર આવે કે ‘શું ધુમપાન કે તમાકુ નું સેવન રોકી દેવાથી નુકશાન બંધ થઇ જશે? અથવા ફાયદો થશે?

તમાકુ નો ઉપયોગ બંધ કર્યા બાદ ફાયદો તો થાય જ ને! કેવો ને કેટલો ? આવો જોઈએ

 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૨૦ મિનીટ બાદ – હૃદય ના ધબકારા અને લોહી નું દબાણ નીચું આવે
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૨ કલાક બાદ – લોહીમાં કાર્બન મોનોકસાઈડ નું પ્રમાણ એની નિશ્ચિત માત્રા માં આવી જાય
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૨ અઠવાડિયા થી ૩ મહિના બાદ – લોહીનું પરિભ્રમણ સુધરે અને ફેફસાં નું કાર્ય પણ સુધરે
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧ થી ૯ મહિના બાદ – ઉધરસ માં ઘટાડો આવે ફેફસાં માં રહેલા સીલીયા (નાના વાળ) એનું નિહિત કાર્ય બજાવતા થાય અને કફ છૂટો થાય.
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧ વર્ષ બાદ – હૃદય રોગ નું ઝોખમ ઘટી ને અડધું થાય (ધુમ્રપાન કરનાર ની ગણતરી એ)
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૫ વર્ષ બાદ – મોઢા ના, ગળા ના, શ્વાસનળી વગેરે ના કેન્સર નો ડર લગભગ અડધો થઈ જાય.
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૦ વર્ષ બાદ – ફેફસાં નું કેન્સર થવાની શક્યતા અડધી થઈ જાય.
 • તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૫ વર્ષ બાદ – હૃદય રોગ ની શક્યતા, ધુમ્રપાન ન કરનાર જેટલી જ રહે.

બીજા ફાયદા ?

 • ખોરાક નો સ્વાદ સારો લાગવા માંડે
 • સુંઘવા ની શક્તિ સુધરી જાય
 • દાંત અને નખ પીળા પડતા અટકી જાયઅને
 • તમારા મોં, કપડા અને વાળ માં થી દુર્ગંધ દુર થાય.

તો, જોઈ શું રહ્યા છો !! જોડાઈ જાવ – નશા મુક્ત થવા માટે ને ખુશ રહો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Narendra Mistry

Narendra Mistry

પેટ્રોકેમિકલ એન્જીનીયર - વાંચન, મુવી, વાહન, પ્રવાસ વગેરે નો શોખીન અને વિજ્ઞાન, તકનીક તેમજ મેડીકલ/હેલ્થ ઉપર વાંચવા અને લખવાનો શોખ.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!