સ્માઈલ પ્લીઝ

ફીટ હૈ તો હીટ હૈ સીરીઝ ના પહેલા આર્ટીકલ ની સ્માઈલીગ શરૂઆત કરીએ. એટલે મને લખવાની મજા પડે અને તમને વાંચવાની. આમ તો ફક્ત ફિટનેસ ના આર્ટીકલ વાંચવાથી સલમાન ખાન કે દીપિકા પાદુકોણ તો નહિ બની જવાય….. પણ જેમની ફીટ રહેવા ની ઈચ્છા છે એમને એમના પ્રયત્નો માં મદદ મળશે એ પાક્કું .

તંદુરસ્તી ની વ્યાખ્યા માં શરીર અને મન બંને નો સમાવેશ થાય છે. માનસિક સ્થિતિ સ્વાસ્થ્ય પર જબરદસ્ત પ્રભાવ પાડે છે.એટલે આપણે આ બંને બાબતો પર આ આર્ટીકલ માં ચર્ચા કરીશું. પણ આજે શરૂઆત તો સ્માઈલ થી જ કરીએ.

હવે તો નવું વર્ષ શરુ થશે એટલે એય ને પાર્ટીઓ અને ટેસડા.નવા વેસ્ટર્ન ડ્રેસીસ લાવવાના અને બ્યુટી પાર્લર ના બુકિંગ કરાવવાના. અને લૂકસ માટે તો ‘દિયા ઔર બાતી’ બંને એટલા જ કોન્શિયસ છે એટલે ખાલી લેડીઝ ને બદનામ કરવી નહિ! અને અપ ટુ ડેટ દેખાવ તો ત્યારે પૂરો થાય જયારે સ્માઈલ પણ ચાર્મિંગ હોય. વેલ વેલ ચાર્મિંગ સ્માઈલ માટે ના બેઝીક પેરામીટર્સ તો કોઈ આર્ટીકલ નાં હાથ ની વાત નથી. એ તો અંદર નો રાજીપો છે. એના માટે કોઈ દવા બજાર માં અવેલેબલ નથી. જેટલું મન સાફ અને આનંદિત એટલું સુંદર હાસ્ય. પણ એનું સેકંડરી પેરામીટર છે સુંદર દાંત. જેટલા દાંત વધુ ચમકીલા સફેદ અને એકસરખા હોય એટલું સ્માઈલ વધુ સોહામણું.અને દાંત ને આકર્ષક બનાવવા આપણા હાથમાં છે. તો આજે જોઈએ કેટલીક ડેન્ટલ કેર ટીપ્સ.

એક બહુ જરૂરી અને પ્રાથમિક જરૂરત છે રેગ્યુલર બે ટાઇમ બ્રશિંગ ની. બે ટાઇમ નું રેગ્યુલર બ્રશિંગ દાંત ને સારી રીતે સાફ રાખશે. બ્રશ કરતી વખતે સફાઈ સારી થાય એ જરૂરી છે. ‘ઝોર લગાકે હઈશા’ કરવાની જરૂર નથી. આવું કરવાથી દાંત ની ઉપર નાં ઈનેમલ ના પડ ને નુકસાન થઇ શકે છે.ડેન્ટલ ના ફાઈનલ યર નાં એક વિદ્યાર્થીની નાં મત મુજબ સવાર કરતા પણ રાતે બ્રશ કરવું વધુ જરૂરી છે. આનું કારણ જણાવતા તેઓ કહે છે કે રાતે ખાવાયાલા ભોજનના કણો આખી રાત દાંત માં ફસાયલા રહે છે. અને મોઢામાંના સલાઈવા ની મદદ થી એમાં બેક્ટેરિયા ફૂલેફાલે છે અને દાંત ને નુકસાન પહોચાડે છે.

આ ઈનેમલ નું પડ પણ બહુ ‘સખ્ત જાન’ હોય છે. દાંત ને ફુલ પ્રોટેક્શન આપે. એના લીધે જ ગરમ, ઠંડો, તીખો, ખાટો ખોરાક આપણે ઇઝીલી ચાવી શકીએ છીએ.. પણ આ પ્રોટેક્શન જો ઘસાય તો દાંત પેઈન્ફુંલી સેન્સેટીવ બની જાય. ઈનેમલ ને બચાવવાની બીજી પણ એક ટીપ છે. જે લોકો ને કાર્બોનેટેડ કોલ્ડ ડ્રીંક વધુ પીવાની આદત હોય એવા લોકો એ સટ્રો થી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આવું ડ્રીંક ડાયરેક્ટ દાંત ના કોન્ટેક્ટ માં આવે તો એનેમેલ ને નુકસાન પહોચાડે છે.
બ્રશ ની સાથે બીજી એક જરૂરી વસ્તુ છે ફ્લોસ. માર્કેટ માં ફ્લોસ કરવા માટે સ્પેશિઅલ દોરી જેવા ફાઈબર અવેલેબલ છે જેનાથી દાંતની વચ્ચે થી સારી સફાઈ થઇ શકે છે. પરંતુ ફ્લોસ વારંવાર કરવાથી બે દાંત વચ્ચે સ્પેસ વધી શકે છે. એટલે ફ્લોસ દિવસ માં એક વખત કે એકાંતરે કરી શકાય.

સારા એન્ટી મૈક્રોબાયલ માઉથવોશથી કોગળા કરવા પણ દાંત ના સ્વાસ્થ્ય માટે સારા છે. સલાઈવા માં રહેલા બેક્ટેરિયા લગભગ અડધી મિનીટ ખખળઆવી કોગળા કરવાથી દુર્ગંધ પણ દૂર થાય છે. જો કે કેટલાક માઉથ વોશ માં બ્લીચીંગ એજેન્ટ હોય છે. એનાથી દાંત થોડા વધુ સફેદ દેખાય છે. પણ એનું પણ વધુ પ્રમાણ નુકસાન કરી શકે
દાંત સાફ કરવા માટે કુદરતી બ્રશ આજે પણ એટલાજ પ્રસ્તુત છે. દાંતણ, મીઠું, ફટકડી, બાવળ અને લીમડા ના પાન નું દાતણ પણ દાંત ના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.કાકડી, ગાજર, સફરજન જેવા રેશા વાળા કાચા શાક અને ફ્રુટ માના રેશા દાંત માં ફસાઈ ને ઓટોમેટીક સફાઈ નું કામ
કરે છે.

ગળી વસ્તુઓમાં રહેલું સુગર કન્ટેન્ટ બેક્ટેરિયા ને વધુ પોષણ આપે છે. એમાય પાછી ચોકલેટ જેવી ચોટકણી વસ્તુઓ દાંત માં ફસાઈ રહે છે એટલે અચૂક પાણે તેમાં બેક્ટેરિયા વિકાસ પામે છે. મીઠી વસ્તુઓ ખાવાની તો છૂટ પણ પછી બ્રશ કરી લેવું જરૂરી છે.
ટોટલ ઓરલ હેલ્થ માટે દાંત ની સાથે જીભ ,તાળવા, અને તાળવા ના પાછળ ના ભાગ ની સફાઈ પણ જરૂરી છે. રેગ્યુલર ટંગ ક્લીનીંગ, પેઢાની મસાજ , અને ગાળામાં ખળખળ કરીને કોગળા કરીએ એટલે ટેમ્પરરી બધા બેક્ટેરિયા આઉટ ઓફ સ્ટેશન થઇ જાય. એ હિસાબે તો સવાર સવાર બ્રશ વખતે ચિત્ર વિચિત્ર અવાજો કાઢી આપણે ઇરીટેટ કરતા લોકો નું ઓરલ હેલ્થ સારું હશે એ નક્કી!
બસ આવી રીતે થોડી કાળજી રાખવાથી હેલ્ધી દાંત અને બ્યુટીફૂલ સ્માઈલ ચોક્કસ મેઈન્ટેન ચોક્કસ કરી શકાય. સો હેવ અ સ્માઈલિંગ ન્યુ યર ફ્રેન્ડસ.

Leave a Reply

error: Content is protected !!