દારૂ – એક ગ્લાસ, બોટલ કે જીવન!? – દરેકે ખાસ કરીને ગુજરાતીઓએ જરૂર વાંચવુ

દારૂ કહો કે આલ્કોહોલ કહો, એ છે શું ?

આલ્કોહોલ એક રંગ-વિહિન નશાકારક પ્રવાહી છે (સામાન્ય તાપમાને પણ જે જલ્દી વરાળ માં પરિવર્તિત થઇ શકે અને જલ્દી થી સળગી ઉઠે તેવું) જે વાઈન, બીયર, વ્હિસ્કી જેવા ડ્રીન્કસ નો મુખ્ય ભાગ છે. આલ્કોહોલ નો ઉપયોગ ઇન્ડસ્ટ્રી માં સોલ્વન્ટ અને બળતણ તરીકે પણ થાય છે – આ તો એક વાત :). દારુ માં વપરાતો આલ્કોહોલ એટલે ઇથેનોલ અને ઇન્ડસ્ટ્રી માં વપરાતો આલ્કોહોલ ઇથેનોલ, મેથેનોલ કે આઈસોપ્રોપેનોલ.

ઉપર થોડા નામ આવ્યા એટલે અમુક લોકોના મોંમાં પાણી આવી ગયું હશે :)ચાલો શરુ કરીએ… પીવાનું નહિ લ્યા, સમઝવાનું કે આમાં ફાયદો છે કે નુકશાન!

આઈસોપ્રોપેનોલ નો ઉપયોગ ઇન્ડસ્ટ્રી માં તો થાય પરંતુ ઘરમાં વપરાતા સફાઈ કરવા માટે ના લીક્વીડ અને સ્કીન લોસન માં પણ થાય છે. મિથાઈલ આલ્કોહોલ પણ ઇન્ડસ્ટ્રી માં, ઘરમાં વપરાતા સફાઈ કરવા માટે ના લીક્વીડ, પેઈન્ટ રીમુવર, ફોટોક કોપી ડેવલપર અને ઘણી જગ્યા એ એન્ટી ફ્રીઝ સોલ્યુશન (ઘી ની જેમ જામી ના જાય એ માટે) તરીકે વપરાય છે. મિથેનોલ સહજ રીતે મળી રહે છે માટે જ ઘણી વખત દેસી દારૂ બનાવનારા એને મિશ્રણ કરે છે ઇથેનોલ માં….પરિણામ ?

મિથેનોલ શરીર માં ગયા બાદ પ્રોસેસ થયા બાદ ‘ફોર્મલ્દિહાઇડ’ માં રૂપાંતર પામે છે અને એ ‘ઝેર’ છે. ફોર્મલ્દિહાઇડના કારણે આલ્કોહોલ પોઈઝનીંગ થાય છે અને સરવાળે આંખો જાય છે. યાદ કરો છાસવારે થતા ‘લઠ્ઠા -કાંડ’.

દારુ અથવા આલ્કોહોલ ની ઓળખાણ તો થઇ ગઈ ને !! ચાલો દારૂ ના વિવિધ પ્રકાર જોઈ લઈએ અને જાણીએ કે એ શેમાંથી બને છે.
૧. બીયર – મકાઇ, ઘઉં કે જવ ને યીસ્ટ સાથે ભેગા કરીને આથો લાવવાથી બને છે. બીયર માં આલ્કોહોલ નું પ્રમાણ ૪ – ૮ % હોય છે. આ પ્રમાણ મેળવવા આથાની પ્રક્રિયા ને અધવચ્ચે થી રોકી દેવી પડે. એનું પેકિંગ બોટલ કે ટીનમાં થાય છે જે ૩૩૦ ml, ૫૦૦ ml કે વધુ હોય છે. (ઘણી વખત પાર્ટી પેકિંગ મોટ્ટી સાઈઝ માં પણ મળે છે)
૨. વ્હીસ્કી – મકાઇ, ઘઉં કે જવ ને યીસ્ટ સાથે ભેગા કરીને આથો લાવ્યા બાદ એને ડીસ્ટીલ કરી લેવાય છે. આ પ્રક્રિયા માં વપરાતા પાણી નું મહત્વ છે – સ્કોટલેંડ માં બનતી વ્હીસ્કી ને સ્કોચ કહેવાય છે જે ઉત્તમતા નો પર્યાય છે. વ્હીસ્કી માં સામાન્ય રીતે ૪૦ – ૫૫ % આલ્કોહોલ હોય છે.
૩. રમ – આપણે ત્યાં રમ અને લશ્કર સહજ રીતે જોડાયેલા છે બલ્કી, રમ નું નામ લો એટલે લશ્કર ના જવાન ની યાદ આવે જ. રમ શેરડી અને મોલાસીસ માં થી બને છે અને તેમાં પણ ૪૦ – ૫૫ % આલ્કોહોલ હોય છે. રમ નો ટેસ્ટ ખુબ આકરો છે 🙂
૪. બ્રાન્ડી – નાના બાળકો ને શરદી કે કફ થાય ત્યારે, જુના જમાના માં છાતી ઉપર બ્રાન્ડી લગાડવાની સલાહ ઘણા લોકો આપતા, બ્રાન્ડી ની વરાળ શ્વાસ માં જવાથી બાળક ને રાહત થતી અને ઘેન ચડવાથી ઊંઘ પણ આવી જતી. બ્રાન્ડી બને છે ફળો ના રસ માંથી. આલ્કોહોલ? એજ ૪૦ – ૫૦ %
૫. જીન – આલ્કોહોલ, પાણી અને બીજા ફ્લેવર ઉમેરી ને જીન બનાવાય છે જેમાં આલ્કોહોલ નું પ્રમાણ ૩૦ – ૩૭ % હોય છે.
૬. વાઈન – વાઈન તરેહ તરેહ ના હોય છે જેમ કે – વ્હાઈટ વાઈન, રેડ વાઈન, સ્પાર્કલીંગ વાઈન વગેરે. વાઈન બનાવવા માટે ફળો વપરાય છે અને દ્રાક્ષ નો વાઈન બનવવા ખાસ પ્રકારની ચૂંટેલી દ્રાક્ષ વપરાય છે. વાઈન માં વાપરવાનું પાણી પણ સ્પેશિયલ હોઈ શકે છે. સ્પાર્કલીંગ વાઈન માં કાર્બન ડાયોક્સાઈડ હોય છે. રેડ વાઈન શરીર માટે સારો. વાઈન માં ૪ % થી લઈને ૨૦ કે ૨૨ % જેટલો આલ્કોહોલ હોઈ શકે છે.

આલ્કોહોલ ના પ્રકાર તો જોઈ લીધા પરંતુ એમાં કેટલું ફાયદાકારક છે ને શું છે? એ જાણવું પણ જરૂરી છે. નીચે આપેલા બે કોઠા જુવો…ને જાતે જ તારણ કાઢો 🙂
આપેલ આંકડા, દર ૧૦૦ ગ્રામ આલ્કોહોલ દીઠ છે, કેટલો પીવાય છે એ જાણવા બને રહીએ હમારે સાથ 😉

Type of alcohol

Protein gm

Vitamin A

Vitamin C

Calcium

Iron

Vitamin D

Vitamin B-6

Vitamin B-12

Beer

0.5

0

0

0

0

0

0

0

Whiskey

0

0

0

0

0

0

0

0

Rum

0

0

0

0

0

0

0

0

Gin

0

0

0

0

0

0

0

0

Vodka

0

0

0

0

0

0

0

0

Wine

0.1

0

0

0

2

0

5

0

Type of alcohol

Calories

Cholesterol mg

Sodium mg

Potasium mg

Total Carbohydate

Magnesium

Beer

43

0

4

27

3.6

1%

Whiskey

250

0

0

1

0.1

0

Rum

231

0

1

2

0

0

Gin

263

0

2

0

0

0

Vodka

231

0

1

1

0

0

Wine

83

0

5

99

2.7

2

કહે છે કે આલ્કોહોલ પીવાથી થી મૂડ બદલાય (સાથે માણસ નું મૂળ પણ બદલાઈ શકે છે) પરંતુ, કેટલો પીવો જોઈએ ? એ લગભગ કોઈ નથી જાણતું.
દારૂ પીવાનું માપ શું હોવું જોઈએ? એ વિષે જાણવા જુવો નીચે આપેલ વિડીઓ

કેટલો પીવો જોઈએ એ માપ વિષે જાણી લીધું ને !! તો ચાલો હવે એ જાણીએ કે પીધા બાદ દારૂ ક્યાં ક્યાં જાય છે ને શું શું ખેલ કરે છે ને કરાવે છે 😀
ટોલ રોડ ઓફ આલ્કોહોલ – આ એવો રોડ છે જ્યાં (એક્સપ્રેસ હાઈવે ની જેમ) બેદરકારી રાખનાર પોતે જ પોતાના મોત નો જવાબદાર બને છે અને વળી, ટોલ તો છેલ્લે જ ચુકવે છે!!!
દારૂ પીધા બાદ મોઢામાં થઈને, પેટ માં પહોચી ને ઉતાવળા મહેમાન ની જેમ સીધો લોહી માં ભળી જાય છે, અહીંથી તે સીધો ઉપર મગજ માં પહોચી જાય છે…
મગજ માં પહોચ્યા બાદ તે કીડની, ફેફસાં અને લીવર માં પહોચે છે જ્યાંથી તેનો નિકાલ કરવો પડે છે.

મોઢું:

 • મોઢા માં અસંખ્ય ગ્રંથીઓ હોય છે, વધારે પ્રમાણ વાળો આલ્કોહોલ લેવાથી આ ગ્રંથીઓ ને અસર થાય છે.
 • વધુ પ્રમાણ માં દારૂ પીનાર વ્યક્તિને મોઢા અને ગળા નું કેન્સર થવાનું જોખમ રહેલું છે

પેટ:

 • પેટ નું કામ છે એમાં આવેલ ખોરાક કે લીક્વીડ ને પચાવવાનું, આના માટે પેટ માં એસીડ નો સ્ત્રાવ કરતી ગ્રંથીઓ હોય છે (આપડે જેને ભૂખ લાગી એવું કહીએ છે એ વાસ્તવ માં જમવાનો સમય થયે એસીડ નો સ્ત્રાવ થાય, એ)
 • આલ્કોહોલ ના મોલેક્યુલ્સ ખુબ નાના હોવાથી એને પચાવવાની જરૂર નથી પડતી માટે એ સીધા પેટ ની દીવાલ કુદાવી ને લોહીની વહેતી નદી માં પહોચી જાય છે, આ ક્રિયા થોડી ધીમી પડે જો પેટ માં પ્રોટીન ની ભરપુર ખોરાક હાજર હોય (બાઈટીંગ કે દેસી ભાષા નું ચાખણુ, જેમાં સીંગદાણા, ઈંડા, ચીઝ વગેરે મુખ્ય)
 • દારૂ સાથે કાર્બોનેટેડ પીણા મેળવવાથી દારૂ નો ફેલાવો ઝડપી બને છે (માટે બની શકે તો અવોઇડ કરવું દારૂ પીવાનું અને નહીતો, કોલ્ડ ડ્રીંક ભેગુ કરવાનું)
 • ખુબ થોડા પ્રમાણ માં લીધેલ આલ્કોહોલ ના કારણે ભૂખ ઉઘડવા માં ફાયદો થઇ શકે છે કારણ!!? કારણ કે આલ્કોહોલ એ એસીડ જ છે :), વધુ પ્રમાણ નો આલ્કોહોલ આ પ્રક્રિયા ઉલટાવી પણ શકે છે. વધારે આલ્કોહોલ અને પેટ માંનો એસીડ ભેગા થઈને એસીડીટી કરે છે અમે ઉલટી શરુ થઇ જાય છે.
 • પીવામાં આવેલ આલ્કોહોલ નો ૨૦% પેટ ની દીવાલ કુદાવી લોહીમાં ભળે છે અને બાકીનો ૮૦% નાના આંતરડા વાટે થઈને………લોહી માં જાય છે

લોહી ના ભ્રમણ ને રમણે ચડાવતો દારૂ

 • લોહી સાથે ભળેલો દારૂ પ્લેન માં બેઠેલા મુસાફર જેવો બની જાય છે – સીધો ઉડન ખટોલા
 • લોહી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એની સાથે પહોચી જાય છે
 • આલ્કોહોલ લોહીમાં ભળવા થી લોહીની નળીઓ ને પહોળી કરી દે છે આના કારણે ૧. લોહી નું ચામડી ની નજીક પરિભ્રમણ વધી જાય છે (માટે લાલાશ દેખાવા માંડે છે) ૨. શરીર માં ગરમાટો મહેસુસ થાય છે (જે ખરેખર શરીર ની ગરમી ઓછી કરતું હોય છે અને પરિણામે શરીર નું તાપમાન નીચું લઇ જાય છે) અને ૩.  સૌથી મહત્વ નું – લોહીનું દબાણ (બ્લડ પ્રેસર, યુ નો) ઘટાડે છે

મગજ

લોહીમાં ભળેલો દારૂ પ્લેન માં બેસીને સીધો મગજ ના અંધારિયા નોર્થ પોલ માં પહોચી જાય છે અને મગજ નું જે કાર્ય છે – શરીર ના અંગો ઉપર કન્ટ્રોલ કરવાનું, એની ઉપર પહેલી અસર થાય છે. લોહીમાં આલ્કોહોલ નું પ્રમાણ, આ એક આંક છે જેને BAC (મીલીગ્રામ/૧૦૦ એમએલ આલ્કોહોલ) કહેવાય છે (જયારે કોઈ માણસ દારૂ પીને વાહન ચલાવે ત્યારે તેને પકડવા માટે પોલીસ બ્રીધીંગ ટેસ્ટ કરીને નક્કી કરે છે, કે કેટલો પીધો છે)

 • ૨૦ મીલીગ્રામ – માણસ ના જજમેન્ટ ઉપર, લાગણીઓ ઉપર અસર થાય, માણસ વધુ બોલવા માંડે
 • ૫૦ મીલીગ્રામ – માણસ વર્તન થી થોડો ખુલ્લો બને. શરમ ઓછી થાય, અંતર્મુખી હોય તો એ ઓછું થાય વગેરે
 • ૧૦૦ મીલીગ્રામ – બોલવા માં ફર્ક દેખાય
 • ૨૦૦ મીલીગ્રામ – આક્રમક બની જાય
 • ૩૦૦ મીલીગ્રામ – વ્યક્તિ પોતે જ કન્ફયુઝ બની જાય કે એ શું વિચારે છે ને શું કરે છે
 • ૪૦૦ મીલીગ્રામ – વ્યક્તિ શોક ની અવસ્થા માં આવી જાય
 • ૫૦૦ મીલીગ્રામ – વ્યક્તિ કોમા માં સરી શકે છે
 • ૬૦૦ મીલીગ્રામ – શ્વાસોશ્વાસ ની ક્રિયા અવરોધાઇ જાય અને મૃત્યુ પણ થઇ શકે છે (આમ થવાનું કારણ – પેટ માં ગયેલો અમુક આલ્કોહોલ વરાળ બની ને શ્વાસ વાતે મોમાંથી બહાર આવતો હોય છે. વ્યક્તિ પીધેલી છે એની  ખબર આજુબાજુ વાળા ને કેવી રીતે થાય છે!!? એ સમઝાયુ!) થોડા સમય માં વધારે દારૂ એકધારો પીવાથી, શરીર ની કેપેસીટી બહાર નો દારૂ પાણી ની રેલ ની જેમ પોતાનો રસ્તો કરી જ લે.

દરેક વ્યક્તિએ દારૂ ની અસર, અલગ અલગ થાય.

BAC Chart for   Men

 

Body Weight in Kgs

Drinks 

45

55

65

75

85

90

100

110

1

0.04

0.03

0.03

0.02

0.02

0.02

0.02

0.02

2

0.08

0.06

0.05

0.05

0.04

0.04

0.03

0.03

3

0.11

0.09

0.08

0.07

0.06

0.06

0.05

0.05

4

0.15

0.12

0.11

0.09

0.08

0.08

0.07

0.06

5

0.19

0.16

0.13

0.12

0.11

0.09

0.09

0.08

6

0.23

0.19

0.16

0.14

0.13

0.11

0.1

0.09

7

0.26

0.22

0.19

0.16

0.15

0.13

0.12

0.11

8

0.3

0.25

0.21

0.19

0.17

0.15

0.14

0.13

9

0.34

0.28

0.24

0.21

0.19

0.17

0.15

0.14

10

0.38

0.31

0.27

0.23

0.21

0.19

0.17

0.16

Subtract .01% for each 40 minutes of drinking.
One drink is 1.25 oz. of 80 proof liquor, 12 oz. of beer or 5 oz. of   table wine.

ઉપર ના કોઠા માં BAC % માં બતાવ્યા છે. ૪૫ કિલો વજન વાળા વ્યક્તિ માટે ૧ ગ્લાસ દારૂ ૦.૪ % મતલબ ૪૦ મીલીગ્રામ થાય.

કીડની

 • આલ્કોહોલ ની અસર ડાઈ-યુંરેટીક છે એટલે કે, પેશાબ વધુ થાય. પેશાબ વધુ થવાથી (જરૂરી એટલું પાણી ના પીધું હોય તો) ડી-હાઈડ્રેસન થઈ શકે છે

ફેફસાં

 • દારૂ પેટમાં ગયા બાદ ગેસ માં પણ રૂપાંતર પામે છે માટે તે ફેફસાંમાં થઈને પણ લોહીમાં પહોચે છે. શરીર માં આવેલા આલ્કોહોલ માંનો ૫% આલ્કોહોલ ફેફસાં, કીડની અને ચામડી ધ્વારા નિકાસ પામે છે, બાકીના નો લીવરે નિકાલ કરવો પડે છે. દારૂ પીનાર નું લીવર સૌથી વધારે નુકસાન શા માટે પામે છે? એ સમઝાય છે ને !!

લીવર

 • શરીર માં આવેલો આલ્કોહોલ નો ૯૫% લીવરે પ્રોસેસ કરવો પડે છે
 • આલ્કોહોલ ને ઓક્સીડેશન ધ્વારા લીવર પ્રોસેસ કરે છે
 • કલાક ના ૧ ડ્રીંક (આશરે ૩૦ એમએલ) લેખે જ લીવર પ્રોસેસ કરી શકે છે, આથી વધુ ઇન્ટેક મતલબ લીવર માટે ઓવર-ટાઈમ અને સ્ટ્રેસ

સતત દારૂ ના સેવન થી લીવર ઉપર નુકશાન થઇ શકે છે, જેમ કે

 • લીવર ની ચરબી પ્રોસેસ કરવાની ક્ષમતા ઉપર અસર થવી
 • સતત એકધારા વધુ આલ્કોહોલ ના લોડ ના કારણે લીવર ના કોષો નાશ પામે
 • લીવર માં લોહી પરિભ્રમણ ઓછું થવાથી લીવર ની કાર્યક્ષમતા ઉપર અસર પડે
 • સરવાળે લીવર ફેલ થઇ શકે (અહી એક અગત્ય ની વાત, ચામડી બાદ લીવર જ એક એવું અંગ છે જે જાતે રીપેર થઇ શકે છે પરંતુ એક હદ સુધી)

alcohol-absorption-rate

alcohol

######

અત્યાર સુધી જોયું એના ઉપરથી એક તારણ નીકળ્યું કે દારૂ નુકશાન વધુ કરે છે જો ઝડપથી અને વધુ પ્રમાણ માં પીવાય તો! હવે, એ જાણવું પણ રસપ્રદ થશે કે દારૂ ફાયદો પણ કરે છે! પીવાવાળા માટે એક તણખલું મળી ગયું ને 🙂 થોભો, ધીરા પડો – પીવામાં

– ખુબ અલ્પ માત્રા માં દારૂ પીવાથી હૃદય રોગ માં રાહત મળી શકે છે. થોડો એટલે કે એક અથવા બે ગ્લાસ અને એ પણ ધીરે ધીરે. સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક પણ હોવો જોઈએ.

– આલ્કોહોલ લોહી માંના HDL કોલેસ્ટરોલ ને વધારે છે અને LDL કોલેસ્ટરોલ ને ઘટાડે છે અને સાથે સાથે એમની પાર્ટીકલ સાઇઝ પણ વધારે છે જેનાથી ફાયદો રહે છે

– આલ્કોહોલ , બ્લડ કલોટીંગ ઓછું કરે છે. બ્લડ કલોટર (ફાયબ્રીનોજીન) ઘટાડે છે.

– આલ્કોહોલ લોહી નું દબાણ ઘટાડે છે, ઇન્સ્યુલીન ઘટાડે છે (ડાયાબીટીસ વાળા ચેતે), સ્ટ્રેસમાં લોહી ની નસો નું સંકોચન થતું હોય છે એને ઘટાડે છે.

######

lips

દારૂ વિષે આટલું જાણ્યા બાદ, વ્યક્તિ પોતાની સમઝ મુજબ તેનો ઉપયોગ કરે (જો ટાળી શકાય, તો ઉત્તમ જ છે) અને રેગ્યુલર દારૂ પીનાર વ્યક્તિ સમયાંતરે લીવર અને બીજા અંગોની તપાસ કરાવ્યા કરે તો લાંબુ અને સ્વસ્થ જીવવું અઘરું નથી.

આ ડીસેમ્બર મહિનો છે, સામે જ ક્રિસમસ આવે છે અને પાછળ જ ન્યુ યિયર……ચેતી ને ચાલજો 🙂

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!