3D શોલે – 3D ફન

 • સિક્કો નાં લઇ લેતા નહિતર રામગઢ માં બીજો સિક્કો નહિ મળે ને બસંતી છૂટશે નહિ
 • સૂરમાં ભોપાલી નું ધ્યાન રાખજો …સીધી પિચકારી જ મારશે એ …કપડા નાં બગડે
 • ગબ્બર સાવ સામે જ હશે …ઠાકુર મારે એ પહેલા તમારે એકાદ લાફો જીકવો હોય તો …
 • રેલ્વે ટ્રેક પર પડેલા લાકડા થી સંભાળજો …વાગી નાં જાય
 • બસંતી ને આટલી આસપાસ જોઇને કન્ટ્રોલ કરજો ..નહિતર ધમો તો ઠીક હવે તો સન્ની ને બોબી ય ખીજાશે
  અને
 • વીરુ ટાંકી પર ચડે ત્યારે ધક્કો ના દઈ દેતા, ફિલ્લમ પૂરું કરી નાખશો
 • ” બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના ” વખતે ૩-ડીમાં ક્યાય જો કુતરા દેખાય તો જાણ કરજો ( ૨-D માં તો રામગઢ માં હમ ખાવાય એકેય કુતરું નહોતું દેખાયું )
 • ધન્નોને બસંતી ચાબુક વીંઝતી હોય ત્યારે ધ્યાન રાખજો તમને પીઠમાં છાપ ના પડી જાય. (એવું હોય તો બામ ભેગું લઈને જજો.)
 • અસરાની ના ક્લોઝ અપ માં એની મુછ ને ગલીગલી કરતા ય કોઈક જોવા મળી જાશે
 • બસ હોલી કે દીન રંગાઈ ના જાઓ .. ધરમપાજી આસપાસ જ હશે .. યાની કી જ્યાદા કુછ નહિ બસ મહેબુબા સે દીલ બહેલા લેના ..
 • સળગતો સળીયો અંગ્રેજોકે જમાને કે જેલરસાહેબને જ ઉપાડવા દેજો હરખપદુડા થઈને ક્યાંક તમે ના ઉપાડી લેતા, દાઝી જશો.
 • ગબ્બર સાવ સામે જ હશે …ઠાકુર મારે એ પહેલા તમારે એકાદ લાફો જીકવો હોય તો … – The BEST!
 • પચાસ પચાસ ગાઉ (એટલે કે ટોટલ સો) ગામોમાં જયારે નાના નાના ભૂલકા (એટલે અત્યારના”દાદુઓ”) રડતા ત્યારે ઘરડી બા કહેતા કે ” બેટા છાનોમાનો પડી રે, નૈ તો ગબ્બર મામા આવશે”. પછી ભીની ચડ્ડીની કમ્પ્લેન કાર્ય વિના દાદુ ઓ હુઈ રેતા
 • બસંતીને બદલે તમે ક્યાંક કાચ ના ટુકડા પર ડાંસ ના કરવા માંડતા

શોલે 3D માં આવી રહી છે છતાય અમુક વસ્તુઓ એની એજ હશે. જેમ કે,

 • મને તો રામલાલ ની દયા આવે છ, ઠાકુર 3D માં ય રામલાલ ને જ બોલાવશે, પીપી-પાણી કરવા ….
 • ૩D માં રામલાલ પર ચાંપતી નજર રાખવા માં આસાની રહેશે
 • તમારા ઘરમાં છોકરા રડશે તો તમારે જ શાંત રાખવા પડશે, ગબ્બર નહી આવે.
 • ગબ્બર પરનું ઈનામ એને એજ રહેશે
 • રાધાનાં હાથમાં ફાનસ જ હશે, ટોર્ચ નહિ આવી હોય, ફ્લેશવાળો મોબાઈલ નહી હોય (ભલે એકવીસમી સદી હોય)
 • બસંતીની બકબકથી કંટાળીને જય-વીરુએ કાનમાં રૂ ભરાવવું જ પડશે, એના વિના છૂટકો નથી.
 • નામ ખબર હોય છતાય વીરુ પૂછશે જ, તુમ્હારા નામ ક્યા હૈ, બસંતી?

નિર્દોષ સવાલ:
જો શોલે 2D માં બધાને 2 હાથ હોય તો 3D માં 3 હશે?

ફૂલ રમઝટ માટે : અહિયાં ક્લિક કરો

લિખિતંગ:
લીડ રોલ: અજય ઉપાધ્યાય
સપોર્ટ ટીમ: ફેસબુક મિત્રો

Leave a Reply

error: Content is protected !!