ફેસબુક ના શોર્ટકટ શીખીએ – Facebook Keyboard Shortcuts

મિત્રો, ફેસબુક નો ઉપયોગ આપણે દિવસ માં ૧-૨ વખત તો કરતા જ હોઈએ છીએ. અને મોટા ભાગના આમ તો મોબાઈલ થી ફેસબુક વાપરે છે, પણ જયારે કોમ્પ્યુટર થી ફેસબુક વાપરતા હોઈએ અને એમાં પણ માઉસ ઉપર ટીક ટીક કરવાનો કંટાળો આવતો હોય અથવા ઘણા ને માઉસ ઉપર એટલી સારી પક્કડ ના હોય ત્યારે કી-બોર્ડ શોર્ટકટથી ફેસબુક નો આનંદ ઘણી ઝડપ થી ઉઠાવી શકાય છે.

ચાલો આજે ફેસબુક ને કોમ્પ્યુટર ઉપર કી-બોર્ડ થી કઈ રીતે ઓપરેટ કરી શકાય એ શીખીએ. પણ હા એ શીખતા પહેલા તમે ફેસબુક ક્યા વેબ બ્રાઉઝર થી ચાલુ કરો છો એ મહત્વ નું છે. હું શોર્ટકટ સમજવું એ પહેલા તમારે બ્રાઉઝર પ્રમાણે કઈ “કી” નો ઉપયોગ કરવાનો એ જાણી લઈએ.

જો તમે Internet Explorer વિન્ડોઝ માટે વાપરતા હો તો તમારે  Alt + # અને એન્ટર દબાવવું પડશે

જો તમે Firefox વિન્ડોઝ માટે વાપરતા હો તો તમારે Shift + Alt + #
જો તમે Chrome વિન્ડોઝ માટે વાપરતા હો તો તમારે Alt + #

જો તમે Safari મેકબુક પર વાપરતા હો તો તમારે Ctrl + Opt + #
જો તમે Firefox મેકબુક પર વાપરતા હો તો તમારે Ctrl + Opt + #
જો તમે Chrome મેકબુક પર વાપરતા હો તો તમારે Ctrl + Opt + #

* ઉપર # એટલે હું જે શોર્ટકટ “કી” કહીશ એ દર્શાવે છે.

ફેસબુક એક્સેસ કરવાની શોર્ટકટ કી

0 – મદદ મેળવવા માટે
1 – ફેસબુક હોમ પેઈજ પર જવા માટે
2 – ફેસબુક માં તમારી પોતાની ટાઈમ લાઈન પર જવા
3 – ફ્રેન્ડ લીસ્ટ માં જવા
4 – ઈનબોક્સ માં જવા માટે
5 – નોટીફીકેશન જોવા માટે
6 – એકાઉન્ટ સેટિંગ માં જવા માટે
7 – પ્રાઇવેસી માં જવા માટે
8 – અબાઉટ માં જવા
9 – ટર્મ્સ વાંચવા માટે
m – નવો મેસેજ લખવા માટે

હવે પ્રશ્ન એ થશે કે આ શોર્ટ કટ કી વાપરવી કઈ રીતે ? જો તમારે ગુગલ ક્રોમ બ્રાઉઝર હોય અને તમારે નવો મેસેજ લખવો હોય તો કી-બોર્ડ થી Alt કી દબાવી રાખી  m દબાવવાનું અને જો Firefox હોય તો Shirt દબાવાવનું, સાથે Alt પણ દબાવવાનું અને આ બન્ને ને દબાવી રાખી ને પછી M કી દબાવવાની એટલે નવો મેસેજ લખવાનું બોક્સ ખુલી જશે. આવી રીતે ઉપર ના બધા શોર્ટકટ અને નીચે આપેલા બધા શોર્ટકટ ઉપયોગ કરી શકાશે.

બીજા કી-બોર્ડ શોર્ટકટ

કોઈ પણ ફોટા (સ્ટોરી) ને ક્લિક કરીને “L” દબાવશો તો એ ફોટો કે સ્ટોરી લાઈક થઇ જશે.

ફેસબુક ચેટ માં જે સ્માઇલી (બાબુડા) આવે છે એના માટે પણ અમુક શોર્ટકટ છે, ડીટેઈલ લીસ્ટ માટે ક્લિક કરો અને બાકી નીચે નો ફોટો જોવો

facebook keyboard shortcuts

Leave a Reply

error: Content is protected !!