March 13 Edition, ઉત્તરાયણ સ્પેશિયલ, જાત ભાતની વાત
વિશાળ એમ્ફીથિયેટરને બનાવીએ ધાબુ અને ઉજવીએ ઉતરાયણ – Utarayan In Dubai UAE

વિશાળ એમ્ફીથિયેટરને બનાવીએ ધાબુ અને ઉજવીએ ઉતરાયણ – Utarayan In Dubai UAE

વિશાળ એમ્ફીથિયેટરને બનાવીએ ધાબુ અને ઉજવીએ ઉતરાયણ – Utarayan In Dubai UAE

panaromic

કોઈએ એમ જ થોડુ કહ્યુ છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે ગુજરાત’ ? તો શું થયુ કે અહિયા એપાર્ટમેન્ટમાં ધાબા પર થી પતંગ ના ઉડાડી શકાય!! તો શું થયુ જો અહિયા બધા ગુજરાતીઓ આજુ બાજુ માં ના રહેતા હોય!! તો શું થયુ અહિયા ૧૪ જાન્યુઆરીએ રજા ના હોય!!

પતંગ તો ઉડાને કો માંગતા બોસસસ!!!

kite1

Dharmesh Vyas with his Dad

૧૪ તારીખે જો શુક્રવાર કે શનિવાર આવી જાય તો ઠીક નહી તો ૧૪ તારીખ પહેલા ના અથવા પછી નો શુક્રવાર એટલે દુબઈ ના ગુજરાતીઓ ની ઉતરાયણ. ઘણા ગુજરાતીઓ આગલા વર્ષે (ઉતરાયણ પહેલા) ઇન્ડિયા ગયેલા હોય એ તો પરત આવે ત્યારે ફિરકી અને પતંગો સાથે જ લઇ આવે, અને ઘણા કોઈ સંબંધી આવતા હોય તો સાથે મંગાવે. મુખ્ય કારણ એ કે અહિયા ફક્ત એક કે બે જગ્યાએ પતંગો અને દોરા મળે. હા મોંઘા તો ખરા જ પણ એ દોરા વડે પતંગ ઉડાડી ને જો તમે એકાદ ટીચકી જોર થી મારો તો સામેવાળા ને પેચ લડાવવાની મહેનત જ ના રહે અને તમારે હંમેશા લપેટ્યા જ કરવું પડે 🙂

અમુક ગ્રુપ્સ પહેલે થી આયોજન કરીને પોતાના ગ્રુપ ના સભ્યો માટે પતંગ અને દોરાની વ્યવસ્થા ઈન્ડીયા થી

Amit, Zoomi & Pari

કરી દેતા હોય છે. અને જેમને કઈ ના મળે એ છેલ્લે પેલો કાચો દોરો લઈને પણ તૈયાર તો થઇ જ જાય.

આમ તો અહિયા ઘણા મોટા મોટા પાર્ક છે જેમાં હજારો ગુજરાતીઓ પોત પોતાની પસંદગી પ્રમાણે પહોંચી જાય, ખાસ કરીને મુશરીફ પાર્ક, ઝબીલ પાર્ક, મમઝાર  બીચ પાર્ક વધારે લોકપ્રિય છે. દુબઈ આઉટલેટ મોલ પાસે કન્ટ્રી ક્લબ નો ઇન્ટરનેશનલ કાઈટ ફ્લાયિંગ મહોત્સવ પણ હોય છે.

kite4આ વર્ષે એટલે કે ૨૦૧૪ ની ૧૭ તારીખ નો શુક્રવાર બન્યો દુબઈ ના ગુજરાતીઓ માટેનો ઉતરાયણ દિવસ. ૧૬ તારીખે ચારે બાજુ સમાચાર પ્રસરી ગયા છે, સૌથી વધારે મેદની જ્યાં થતી એ ઝબીલ પાર્ક માં આ વખતે પતંગ ઉડાડવાની મનાઈ થઇ છે. ખબર નહી, કદાચ ગયા વર્ષે કોઈ ગુજરાતી એ કંઇક લક્ષણ બતાવ્યા હશે અને અહિયા તો ભાઈ ‘કાયદો કયે મારુ કામ’ , ના એટલે ના, તમે કઈ ના કરી શકો. એટલે મોટા ભાગ ની ઝબીલ થી કપાયેલી પતંગો મુશરીફ પાર્ક પહોંચી. આમ તો આ પાર્ક માં ખુબ વૃક્ષો હોવાથી પતંગ ચડાવવી અઘરી પડે, પણ એક ખુબ મોટુ પાર્કિંગ કે જે બન્યું ગુજરાતીઓ માટે નું આજ નુ ધાબુ. અને મસ્ત એકાદ બે કલાક ધમાલ ચાલુ થઇ. મેદની વધતી ગઈ. કાર માં મોટે મોટે થી ગીતો અને ‘લપેટ’, ‘કાઈપો છે’ ના આવજો વચ્ચે પતંગો થી આકાશ ભરાઈ ગયુ.

અમુક મિત્રો ની તસવીરો નીચે જોઈ શકો છો

kite3

Harshal Joshi, Varsha Joshi & Janmay

kite5

Hetal & Ami Vyas

આ હતી અમુક તસવીરો મુશરીફ પાર્ક ની, જેના પાર્કિંગ માં બે કલાક સુધી બધા ગુજરાતીઓ એ ધમાલ કરી. ભર બપોરે, પાર્ક મેનેજમેન્ટ ના લોકલ અરબભાઈ આવ્યા અને આ બધા માંથી એક નું આઈ.કાર્ડ લઈને જતા રહ્યા. અને કહ્યું બધું તાત્કાલિક બંધ કરો. ઇન્ડિયા માં જેટલી સરળતાથી બીજું આઈ.કાર્ડ મળી જાય એમ અહિયા એ શક્ય નથી. આઈ.કાર્ડ એટલે પાસપોર્ટ જેટલુ જ કિંમતી. આ કારણ થી બધી પતંગો વગર પેચ લગાવ્યે લોકો એ હાથ માંથી છોડી દીધી અને વગર કાપ્યે કપાઈ ગઈ. લોકો ટોળા વળીને વાતો કરવા લાગ્યા કે હવે શું કરીશું? જે ભાઈ નું કાર્ડ પેલો લઇ ગયેલો, એને આખુ પાર્કિંગ દોરા અને પતંગો ના કચરા થી ક્લીન ના થાય ત્યાં સુધી કાર્ડ પરત ના આપવા કહ્યું.

ઘણા લોકો શું કરવું શું નહિ ની મથામણ વગર લંચ કરીને આ સમય પસાર કરવામાં લાગી પડ્યા, મારા અને મારા જેવા બીજા મિત્રો ત્વરિત નિર્ણય લઈને ઉતરાયણ નો કીમતી સમય વેડફ્યા વગર બીજા પાર્ક એટલે કાં મમઝાર બીચ પાર્ક જવા રવાના થયા. અને ત્યાં પહોચતા જ ફરી ચાલુ કરી ‘લપેટ’ ગેઇમ.

kite

કન્ટ્રી ક્લબ આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ પણ યોજાયો, અને ત્યાં પણ ઘણા ગુજરાતીઓ એ રંગ બે રંગી ફેન્સી પતંગો જોઈ અને પોતે પણ પતંગ ઉડાડવાનો લાભ લીધો.

kite

નીચેનો ખુબ સરસ ફોટો કે જે મારા ખાસ ફોટોગ્રાફી ના શોખીન મિત્ર અર્પીત પટેલ નો છે કે જે સાબિતી આપે છે કે દુબઈ માં પણ ઉતરાયણ અંધારુ થાય કે કોઈ આઈ.કાર્ડ. લઈને કાઢે  તો પણ ચોરી છુપી, કે બીજા રસ્તાઓ થી પણ ખુબ જોશ અને હર્ષોલ્લાસથી ઉજવાઈ છે અને હજારો ગુજરાતીઓ મજા માણે  છે.

kite6

 જો તમે પણ દુબઈ માં હો અને ઉતરાયણ ઉજવી હોય તો તમારા ફોટા અમને મોકલી શકો છો. અને હા દુબઈ માં ગુજરાતી પુસ્તકાલય માં ઘણા નવા પુસ્તકો નો સમાવેશ કરેલ છે. જો તમને ગુજરાતી પુસ્તક વાંચવાનો શોખ હોય તો ૦૫૬-૬૩૫૮૦૫૮ પર સંપર્ક કરી શકો છો.

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!