March 13 Edition, લવપંચમી
લવપંચમી 2

લવપંચમી 2

RJ-Subhash_diary

તારીખ નથી .

જા નથી લખવી આજે તારીખ. સોલ્લીડ હેકટીક જાય છે દિવસો . આ રેડીયોમાં આવ્યા પછી સોશ્યલ વિઝીટ્સની માં પૈણાઈ ગઈ છે . કોઈની ય સાથે ખાસ સમ્પર્ક રહ્યો નથી . ખુબ ટૂંકા સમયમાં અમારા જેવા ફૂટકળીયા RJ’s પ્રખ્યાત થઇ જાય અને પછી એ ફેમ ની ઝાકમઝોળ ની અમને ટેવ પડી જાય . અત્ર તત્ર સર્વત્ર અમે છવાયેલા રહીએ . આમ એકબીજા સાથે કનેક્ટેડ પણ સાવ ડીટેઇચડ. જુના મિત્રોમાં થી કોઈને મળાતું નથી ને નવા બનેલા મિત્રોમાં ઝાઝું જામતું નથી . આજે રેડિયો પર કોને મળ્યા ને કોની પાર્ટીમાં ધૂમ મચાવી એના ફોટા શેર કરવાની સાથે જ ઢગલો કોમેન્ટ્સ , લાઈક્સ આવી પડે પણ એમાંના કોઈની સાથે આત્મીયતા નહિ . એમ કહી શકાય કે શેરીંગ વધ્યું પણ બોન્ડીંગ ઘટતું જાય છે .

એની વે , તન્વી મને ગમવા માંડી છે એની સાથે વાત કરવાનું ગમે છે આપણને . કુછ તો હુઆ હૈ …કુછ હો રહા હૈ …જેવી પરીશ્થીતી છે . જો કે , આઈ એમ નોટ શ્યોર હજી કે આ લાઈકવું જ છે કે લવવું કહેવાય . અરે ઓ શેખચલ્લી ….પહેલા જાતે નક્કી કર કે એ છોકરી ગમે છે કે નહિ …પછી લવવાની વાત આવે ડોબા. પણ એ નાં આવે તો નોકરી પર દિલ લગતા હી નહિ . આંખો ચારેબાજુ એને જ શોધે . ચાહ ના કપ માં , ટીફીનના ખાનાઓમાં , સ્પોર્ટ્સ રૂમ માં , કેન્ટીનમાં , રેકોર્ડીંગ રૂમ માં ….કુછ તો હૈ
સુનંદા પુષ્કર , જોરદાર પર્સનાલીટી . એકદમ હોટ . શું જાજરમાન લાગતી હતી !!! કાયમ ખડખડાટ હસતી જ જોઈ છે . એ આમ આત્મહત્યા કરશે એવી કલ્પના સુધ્ધા ન આવે . મોટા ઢોલની મોટી પોલ. શશી થરુર જેટલો નિર્દોષ દેખાય છે એટલો જ ખરેખર હશે ખરો ?
તન્વી તને લેમન યેલો અને ઓરેન્જ કલર્સ બહુ મસ્ત લાગે છે . તારા શેમ્પુ કરેલા વાળ જ્યારે બારીમાંથી આવતા તડકાથી ચમકે છે ને જે ઝાય પડે છે એના પર …આહાં …ફિદા … આજે સાંજે એક ગરબા પાર્ટી હોસ્ટ કરવાની છે . આ રેડિયો માં આવ્યા પછી મારા ગરબાના શોખ અને સ્ટેપ્સ પર ફૂલસ્ટોપ જેવું જ લાગી ગયું છે . આખી રાત ગરબા રમવાવાળો હું , ઇનામો જીતી લાવવા વાળો હું ..એન્કરીંગ કરીને ખુશ થવું પડે છે . ક્યારેક DJ પાર્ટી સારી હોય તો મઝા પડે પણ આપણે પોતે ગરબા રમતા હોઈએ એટલી તો ન જ આવે ને ?
OK ચલ ગુડ નાઈટ થઇ જાઉં , ઊંઘ આવવા માંડી એકદમ જ .

***

RJ-Tanvi_diary

ટ્રેનીંગ પૂરી

આજે રેડિયોની બધી ટ્રેનીંગ પૂરી થઇ ગઈ છે જે મેં સફળતા પૂર્વક શીખી લીધી છે . ધીમે ધીમે આખી સીસ્ટમ ખ્યાલ આવી ગઈ છે . અમે ૭ જણા મેઘધનુષ જેવા છીએ . દરેક જણ અલગ અલગ અને સાથે હોય તો દુનિયાથી અલગ . સુખદુખ વહેચતા વહેચતા સાતે ય જણ ને એકબીજા સાથે ફેમીલી રીલેશન થઇ ગયા છે . આજે આવા નિસ્વાર્થ મિત્રો કેટલાને નસીબ માં હોય છે ? દરેકની જુદી જુદી નાની મોટી કોટુંબીક સમસ્યાઓ છે પણ અહી બધા ભેગા થઈએ એટલે એ સમસ્યાઓ સાવ હળવી પીછા જેવી થઇ જાય છે .

જનરલ નોલેજ સારું એવું વધ્યું છે કારણ કે ફરજીયાત છાપા – ઈન્ટરનેટ ફંફોસતા જ રહેવું પડે છે . થોડો કોન્ફિડન્સ બિલ્ટઅપ થયો હોય એમ લાગે છે . પહેલા મને અજાણ્યા લોકો એમાય સેલીબ્રીટી સાથે વાત કરતા એક પ્રકારનો અજીબ ડર લાગતો હતો જે થોડો ઓછો થયો હોય એમ લાગે છે . નિત નવા લોકો – સેલેબ્ઝ સાથે પ્રશ્નોત્તરી કરવાની મજા પડે છે .

વડોદરા જવાનું આવશે એકાદ દિવસ એમ લાગે છે . USA થી સિયા નો ફોન હતો . આવવાની છે . મારી ખાસમખાસ બેનપણી . એ મૂળ વડોદરા ની છે પણ અહી એના કાકાને ત્યાં જ રહીને ભણી છે અને હવે માસ્ટર્સ નું ભણવા પણ અહીંથી જ ગઈ છે . અરે યાર અહી કેમ નથી આવવાની તુ ? મારે અહી એક દિવસ માટે ય રજા પાડવાનું ગમતું નથી . કામ કરવાની તો મજા જ આવે છે પણ અહી મને સુભાષ ગમવા માંડ્યો છે . એની બેફિકરાઈ મને ગમે છે . દેખાય છે લહેરી લાલો પણ વધુ સવેદનશીલ છે . આજે આયુશીની વાત સાંભળીને કેવો ઢીલો થઇ ગયેલો !!! પણ પછી તરત આયુષી ને હિમત બંધાવવામાં ય એ જ પહેલો હતો . આયુષી ના પપ્પા ને હાર્ટ પ્રોબ્લેમ થયો હતો તો ઈમરજન્સી માં હોસ્પીટલાઈઝડ કર્યા ને આયુષી ઓફિસમાં . વાત સાંભળી ને તરત જ આયુષી ની સાથે થઇ ગયો પોતે પણ રજા મૂકી દીધી ઓફિસમાં . સારું કહેવાય . મદદરૂપ થવાની ભાવના હોવી અને મદદ કરવી એ બેય માં ફેર છે પણ સુભાષે મદદ કરીને મારા મનમાં એનું સ્થાન જરાક ઉપર મૂકી દીધું .સુભાષ ખાવાપીવા નો શોખીન છે , એ હોય તો વાતાવરણ માં ભાર લાગે જ નહિ. બધા હસતા જ હોય . બોસને પણ હસાવી કાઢે એવો જબરો છે .

રણવીરકપૂર અને રણવીરસિહ હમણા બધે છવાયેલા છે પણ મને RK વધારે ગમે. રણવીરસિહ સાવ હલકો જ દેખાય છે . દીપિકા ને કેમ ગમતો હશે એ તો એ જ જાણે . અમિતાભ બચ્ચન નો બ્લોગ વાંચવાની મજા પડે છે . ભાષા પર શું પ્રભુત્વ છે !!!! ખાનદાની સંસ્કાર ઝળકે . શાહરૂખ ખાન ની તાકાત નહિ આવું કશું લખવાની . એ હલકાઈ સિવાય કાઈ ન કરી શકે.

રાહુલ ગાંધી – દેશનો લાડકવાયો. જિંદગીભર અબુધ જ રહેશે એમ લાગે છે . આ બધા શાતીર રાજકારણીઓ એને ખાઈ જવાના છે . આપણી એજ્યુકેશન સીસ્ટમ આઈ હેઇટ . એકસરખા – બીબાઢાળ વિદ્યાર્થી ઓનું ઉત્પાદન કરતી સીસ્ટમ . હટ્ટ

ગુડ નાઈટ ડાયરી

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Shilpa Desai

Shilpa Desai

જીવનની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં હાસ્યવૃત્તિ ટકાવી રાખવાનો ફાઈટર મિજાજ શિલ્પાને પત્રકાર પિતા સ્વ.તુષાર ભટ્ટ તરફથી વારસામાં મળ્યો છે.ક્રિએટીવ રાઈટીંગ એનો મુખ્ય શોખ છે તો કવિતા અને હળવી શૈલીના લેખો માટે જરા વધારે પક્ષપાત હોય એમ એનાં લખાણોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે ..

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!