લવપંચમી 3

RJ-Subhash_diary

રોજની જેમ જ સવાર પડી . કોઈને વાગી નથી . પરભા એ ચા બનાવેલી કે દૂધપાક ? ઇડીયટ . મને દૂધ ઓછું – પાણી વધારે ને ખાંડ જરા ઓછી જરા આદુ વધારે એવી ચા જ ભાવે છે . ખબર છે તોય . વેઠ વાળી આજે , વેઠિયો સાલો . એની વે એ ય માણસ છે થાય કોઈવાર એમાં શું . શાંત મારા મન શાંત !!!!

૧૦:૦૦ વાગ્યે શાર્પ પહોચી ગયો ઓફિસે. ગામ આખાના છાપા ફંફોસી નાખ્યા .. ઠેર ઠેર સુનંદા જ સુનંદા ..ગામ ગાંડું કર્યું છે આ બાઈ એ તો.. જે હોય તે … આજે તન્વી એકદમ ચીકની ચમેલી લાગતી હતી . વ્હાઈટ સુટ્સ હર . મને ગમે છે એ છોકરી . ક્યા યહી પ્યાર હૈ ??? એને હું ગમતો હોઈશ ? બે મિત્રો સાથે જોઈ છે પણ અમે બે એકલા ક્યા હતા . આખું ધાડું . એની માં ને …. સાથે જ હતું . પેલો હિતેશ્યો એને લાઈન મારતો હોય એમ લાગે છે .તનુ ને ય ગમતો હશે તો ???? લાગતું તો નથી જો કે . મારા ભાઈ જેવો છે એમ કહેતી હતી . ટોપી ભાઈ તો નથી ને ??? આજકાલની છોકરીયું નુંનક્કી નહિ . આજે સ્ટુડીયોમાં એના ગયા પછી તો સન્નાટો થઇ ગયેલો . એને કઈ વડોદરા જવાનું હતું ફ્રેન્ડ આવી છે ‘ ત્યાં ‘ થી ….હા ત્યાં થી …એટલે અહીવાળા લટકાઈ દેવાના ?

એ પછી તો કાઈ નવું ના થયું . પ્રોડક્શન મેનેજર આવીને ખખડાઈ ગયો કે ધ્યાન આપ બોલવામાં …કેટલા લોચા લાપસી કરે છે … મારા બધા આસીસ્ટંટ ખીખીખી કરતા હતા …નાલાયકો …કોઈની મજબૂરી પર હસો છો ? આ બારી બંધ કરી દઉં.. ઠંડી લાગે છે જરા..

એ હહાહા …તારો ખરતો જોયો , તનુ ને જ માંગી . તનુ એ જોયો હશે આ તારો ? શું માગ્યું હશે ?

***

RJ-Tanvi_diary

સવારે સાડા છ એ તો આંખ ખુલી જ ગઈ . રૂટીન પત્યું બધું ને ઘડિયાળ જોઈ ૮:૩૦ બાપ રે !!! છાપા ઉથલાવવા ના બાકી હતા . જલ્દી જલ્દી નજર નાખી લીધી . ફિલ્મનું પાનું વાંચવાનું મને બહુ જ ગમે . રણબીર વિષે કઈ પણ આવે તો આપણો તો દિવસ સુધરી જાય .

ખેર , સાડા દસે ઓફીસ ભેગી થઇ ગઈ ટીફીન લઇ ને . આજે તો વહેલું નીકળીજવાનું હતું પણ જમવાનું તો ખરું ને ? પાલક પનીર નું શાક ને પરોઠા બનાવેલાં મમ્મી એ . મને ભાવે બોવ જ અને સુભાષ ને ય ભાવે . great mindz think alike …. drink alike …eat alike….!!!

સુભાષ મને ગમે છે . તન્વી સુભાષ ભટ્ટ .. અહાહાહાહા !!!! જામે છે.. પણ એને હું ગમતી હોઈશ ? મને લાગે છે કે એને હિતેશ નથી ગમતો . જેવો હિતેશ મારી પાસે આવે છે કે એ ક્યાંક થી બી મારી પાસે આવી જાય . કેટલીવાર કહું કે સુભુ ડાર્લિંગ , હિતેશ તો મારા ભાય જેવો છે !! એનાથી શું ગુસ્સે થવાનું ? ઈર્ષા આવતી હશે એને ? ઈર્ષાળુ હશે સુભાષ ?

વડોદરા જવાનું હોવાથી જમીને હાફ લીવ લઈને હું જતી રહેલી ઓફિસમાંથી પણ મારું મન તો ઓફિસમાં જ રહી ગયેલું – ઓફકોર્સ , સુભાષ પાસે જ . આજે એને પ્રોગ્રામમા બહુ લોચા મારેલા. બોલવાનું બંધ જ ન કરે ને પાછળ ગીત ચાલુ થઇ ગયું ને બીજીવાર બોલવાનું વહેલું બંધ કરી દીધું તો ૯ સેકન્ડ નો મૌનરાગ આવી ગયો . સ્ટુપીડ છે સાવ !!! આજે જો આ સિયા ન આવી હોત યુ.એસ.થી તો હું આવત જ નહિ . હવે છેક કાલે બપોરે સુભાષ ને જોવા પામીશ . આ બારી બંધ કરી દઉં.. ઠંડી લાગે છે..

એ હહાહાહ …તારો ખર્યો . સુભાષ ને જ માગ્યો . એણે જોયો હશે ? આ તારો ? શું માગ્યું હશે ??

Leave a Reply

error: Content is protected !!