લવપંચમી 4

RJ-Subhash_diary

આજે સોળમી ફેબ્રુઆરી . જે દિવસની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોતો હતો એ વેલેન્ટાઇન દિવસ આવીને જતો ય રહ્યો . ને હું કઈ ન કરી શક્યો . હત્ટટ્ટ . કેટલા બધા પ્લાન્સ વિચારેલા આ દિવસ માટે તો કે તન્વી ને આ રીતે પ્રપોઝ કરીશ ને તન્વી ને પેલી રીતે પ્રપોઝ કરીશ . એને ગમે છે એવા ઓફિસવેર પહેરીશ . બ્લુ રંગ એનો ફેવરીટ છે એટલે લાંબી બાય નું પેલું હું ભાગ્યે જ પહેરતો એ સ્કાય બ્લુ શર્ટ અને બ્લેક ટ્રાઉઝર્સ અને લેધર શુઝ પહેરીશ . બહુ મોંઘો નહિ પણ જોવા માં એલીગન્ટ લાગે એવો બુકે બનાવવાનું પણ કહી દીધેલું – પણ સાલું બધું ફ્લોપ શો .

તનુડી આવતી જ નથી ૧૩ મી તારીખની . તારા વિના ગમતું નથી . તાની પાર્ટનર ….બીમાર થઇ ગઈ છે …ઓય …મારા પ્રેમ માં માંદી પડી ગઈં ને ? સાચું બોલજે ? ગેટ વેલ સુન . ફોન કર્યો હતો પણ બિચારીના બોલવાના ય હોશ ન હતા . પછી ઘેરે ગયો હતો એકવાર ઊંઘી ગયેલી. હે ભગવાન મારી તાની ને જલ્દી જલ્દી સાજી કરી દેજે . એકસોએક રૂપિયા પુરા ચડાવીશ . હવે વારે વારે ફોન કરવો કે ઘેર ટપકી પડવું ય સારું ન લાગે. એના પપ્પાથી આપણી બરાબર ફાટે છે . ભયંકર સ્ટ્રીકટ લાગે છે . તાની તો ના કહેતી હતી કે એના પપ્પા એવા નથી પણ બકુડી …એ તો તારા માટે ..બીજાનું શું ?

કેજરીવાલ તો જબરી નોટ છે . રોજ નવા ને નવા ગતકડાં કાઢે છે પણ વાતાવરણમાં ગરમી બરકરાર રાખે છે . રાહુલ ને મોદી ને તો દોડતા કરી દીધા આ ‘ટોપી’ એ . ક્રિકેમાં સચિનના ગયા પછી મને રસ સાવ ઉડી ગયો છે . બધા હારા ફૂટકળીયા લાગે છે . સટોડીયાઓ . જાહેરાતોમાં મોડેલીંગ કરવામાંથી ઊંચા આવે તો રમે ને ..!! હલકીનાઓ . બચ્ચન ને ગુજરાત સરકાર સાથે કઈ વાંકુ પડ્યું છે તો એડ શૂટ માટે ઠાગા ઠય્યા કરે છે . એ પેલી ઐશ્ચર્યા ઢોલ બચ્ચન ફિલ્મો માં પાછી આવવાની છે . પહેલા મસ્સ્સ લાગતી હતી હવે નથી ગમતી આપણને . હારું થયું આપણે એને નહિ પૈણ્યા નહિ તો આ ઢોલકી ને લઈને નીકળવામાં હું તો શરમાઈ મરું . નવી હિરોઈનોમાં આપણને આલિયાભટ્ટ ગમે . આહા કેટલી ક્યુટ છે નહિ ? હીરો લોગમાં કોઈ નહિ . એ તો આઈ એમ પોત્તે જ . ના હો ના .. સિદ્ધાર્થ ગમે છે . હસી તો ફસી માં સારું કામ કર્યું છે . પરીનીતી મને ગમે હો . જોઇને જ ખબર પડી જાય કે આ નોટ તોફાની હશે .

પણ મારી સ્વીટુ જેવું કોઈ નહિ હો . હારી સાત વરહનું ટીકુડું છે પણ બધી ખબર પડે છે . તે દિવસે કેવું બોલી ગયેલી બધાની સામે કે ચાચુ ..આપણે તન્વી ને ચાચી બનાવીએ ? હું તો શરમનો માર્યો પાણી પાણી ….. ભાભલી ને ખબર પડી ગઈ છે હવે એ ભાઈ ને અને મમ્મીને કહ્યા વિના નહિ રહે. જો કે સારું હો …બચ્ચુ …મન મેં લડ્ડુ ફૂટે ???? તાની આઈ લવ યુ . ઓન્લી યુ જ હો . તારી આગળ આલિયા માલીયા કે એશ્ચ્ર્યા ફેશચ્ર્યા પાણી ભરે . કાલે સવારે પાછો જઈશ એના ઘરે જે થવાનું હોય તે થાય .

ન્યુઝ જોવા તા પણ ભાભલી અને મમ્મી એમ પેલા રામલા ને જોવાનું છોડે કે ? કેવો ભમ્ભોરીયો છે તો ય બૈરાઓ મરે છે એની પર. નસીબદાર . આવતે મહીને બાઈક લેવું છે . હવે આ કાવાસાકી ગયા ખાતે . બહુ ફેરવ્યું પણ ભલભલી તડકી છાય્ડીઓ જોઈ છે એને તો . આપણે હાર્લી ડેવિડસન લેવું છે . હે ભગવાન કોઈ દિવસ આ સપનું ય સાચું પાડજે હો ને !!! અસ્તા લા વિસ્તા ….ફિર મિલેંગે

***

RJ-Tanvi_diary

આજે જરા સારું લાગે છે . પાંચ દિવસથી માંદી છું પણ જાણે કેટલા બધા અઠવાડિયા થી હું પથારીવશ હોઉં એવું લાગે છે . મમ્મીએ સ્કુલમાં રજા લેવી પડી . પપ્પા એ પણ એક દિવસ રજા પાડવી પડી . જો કે બ્લેસીન્ગ્સ ઇન ઇનસાઇડ …હું માંદી પડી એ બહાને અમને ત્રણેય ને થોડો સમય સાથે તો રહેવા મળ્યું . બાકી આમ વર્કિંગ ડે માં સાથે રહેવાનું તો નેક્સ્ટ ટુ ઈમ્પોસીબલ . પપ્પાએ થોડા જુના આર્ટીકલ્સ વાચ્યા . મમ્મી એ પણ એની કવિતાઓ સંભળાવી . જલસો.કોમ

સુભાષ આવેલો ..બે વાર . રોજ ફોનથી ખબર પૂછે છે . મને ગમવા માંડ્યો છે . હવે એનું નામ વાંચું ને મારું હ્રદય એક ધબકારો ચુકી જાય છે . મમ્મી એ મારું આવું ધબકારો ચૂકવાનું નોટીસ કર્યું છે અને પપ્પાને ય જણાવી દીધું છે . કારણ કે આજે સવારે જ મેં ઓફીસ જોઈન કરવાનું કહ્યું ત્યારે બેય જણા બહુ ભેદભરમ વાળું હસ્યા હતા .

વેલેન્ટાઈન ડે પર કેટલું વિચારેલું કે લેમન યેલો ડ્રેસ પહેરી જઈશ . મેં બનાવેલું કાર્ડ આપીશ . BE MY VALENTINE.. બધું ઠપ્પ થઇ ગયું . ઓછામાં પૂરું એ બે વાર આવ્યો તો ય મળી ન શકી . આઈ એમ શ્યોર કે એને મારા માટે સોફ્ટ કોર્નર છે જ . કઈ નહિ વેલેન્ટાઈન ડે પર ન મળાયું તો શું થયું એને મળીશ એ દિવસ મારા માટે વેલેન્ટાઈન ડે થી કમ નહિ હોય . આર્યન , આયુષી , ઋત્વિક આવેલા પરમ દિવસે . બધાને ખબર પડી ગઈ છે કે શું મારા મન માં સુભાષ માટે લાગણી છે એવું ? ત્રણેય જણા હરીફરી ને સુભાષ ની જ વાત કરતા હતા . તે એ ય ભેદભરમ વાળું હસતા હતા . હિતેશ ને ચંડીગઢ જવું પડ્યું છે એટલે એ અહી નથી બાકી સૌથી પહેલો એ હાજર થઇ જાય .

એક નવો પ્રોગ્રામ ઓન એર કરવાનો છે . મીસીસ રાવ પણ મારી રાહ જોતા હતા એવું ઋત્વિકે કહેલું . ખબર નહિ શું હશે નવા પ્રોગ્રામમાં ? આટલા દિવસમાં રેડિયો ય સાંભળ્યો નથી ને છાપા તો જોયા જ નથી . કશું ગમતું જ નહોતું તો શું થાય ? છાપાઓમાં જો કે આવે છે શું ? બધા એક ના એક જ સમાચાર , ધર્મ ની પૂર્તિઓ , મહિલા પૂર્તિઓ , અર્ધ સાપ્તાહિક , સાપ્તાહિક પૂર્તિઓ , જુના ચવાયેલા ટોપીક્સ પર જ ચર્ચાઓ ચાલ્યા કરે . બધી પૂર્તિઓ યુઝલેસ .

આજે ઘણા દિવસે ડાયરી લખું છું પણ જાણે શ્રમ પડે છે આટલું લખતાય ..

ગુડ નાઈટ .

*****

૨૭ મી ફેબ્રુઆરી

સુભાષ સાથે ઝગડો થઇ ગયો છે . સમજે છે શું ગધેડો એના મનમાં ? એ કહે એમ મારે કરવાનું ? આમ ને આમ ચાલે તો જિંદગી કેમ ચાલે ? હજી તો એન્ગેજમેન્ટ જ થયા ત્યાં આટલો રોફ બતાવે છે તો પછી શું ય કરશે ? પાછા આંટી અને શ્રેયા ભાભી એનો બચાવ કરે . માય ફૂટટ .. . બંને ને ખબર છે કે હી વોઝ રોંગ . એબ્સોલ્યુટલી રોંગ . એને પ્રપોઝ કર્યું ને મેં હા પાડી . તરત જ બંને ના ઘરે ય જાણ કરી ને બધા રાજી રાજી . હજી સત્તરમી તારીખ સુધી કઈ ન હતું અને આજે ૨૭ મી એ તો અમારા એન્ગેજમેન્ટ બી થઇ ગયા છે . વેરી ફાસ્ટ . જો કે હું બહુ ઓવર રીએક્ટ તો નથી કરી રહી ને ? મમ્મી સાથે સવારે વાત કરવી જ પડશે . ગુડ નાઈટ

—–

give your feedback at [email protected]

Leave a Reply

error: Content is protected !!