મન દુરસ્ત તો તન દુરસ્ત

થોડા સમય પહેલા એક મેગેઝીન માં પબ્લિશ થયેલો એક સત્ય ઘટનાનો કિસ્સો અહી મુકું છું. એક પાશ્ચાત્ય દેશ ની મહિલા ને કેન્સરગ્રસ્ત હોવાના સમાચાર મળ્યા ત્યારે તે કેન્સર નો પહેલો સ્ટેજ વટાવી ચુકી હતી. ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરતી વખતે સ્પષ્ટ વાત કરી કે છ મહિના ટ્રીટમેન્ટ ચાલુ રાખી ચાન્સ લઇ જુઓ બાકી શક્યતા ઓછી છે. પેલા મેડમ ને ઉપર પહોચવાની ડેડલાઈન દેખાઈ ગઈ. હવે બે રસ્તા હતા, એક હતો અફસોસ, ટેન્સન,દુઃખ, ડિપ્રેશન અને ઈમોશનલ ડ્રામા નો અને બીજો હતો બિન્દાસ જલસા કરી લેવાનો… કારણકે હવે કોઈ માઈબાપ ની બીક નથી, છ મહીને તો આમે ઉપર જવાનું જ છે. અને મેડમ અને એમના પતિદેવે નક્કી કર્યું કે ટ્રીટમેન્ટ સિવાય ના દિવસો માં કમાવું અને જલસા કરવા.. નો સેવિંગ્સ. દરરોજ ઓફીસ જવાનું અને આવીને જે કમાયા તેમાંથી જલસા કરવાના. રોજ પાર્ટી, રેસ્ટોરન્ટ, મુવી અને જલસા. છ માસ જલસા થી નીકળી ગયા અને ફરી કેન્સર ની ગાંઠ નો ટેસ્ટ કરવાનો સમય આવ્યો. એન્ડ ટુ એવરીવન્સ સરપ્રાઈઝ કેન્સર વોઝ ઓલ આઉટ. મેડમ નો ચમત્કારિક બચાવ થયો, જોકે આ દરમિયાન મેડમ ની બધીજ બચત નો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેનું વજન સેન્ચુરી વટાવી ગયું એ વાત અલગ છે!

અહી પોઈન્ટ એ છે કે લેડી મેડીકલી ક્યોર થઇ શકે તેવી શક્યતા ઓછી હતી. મેડીકલ સાઈન્સે તો તેનું કામ કર્યુજ પણ તેની સાથે લેડી એ જીવનને બિન્દાસ્ત જીવી લેવાનો જે એટીટયુડ અપનાવ્યો આનાથી એને મદદ મળી. સ્ટ્રેસ, ટેન્સન એ કોઈ નકારાત્મક વિચારો માટે તેણે કોઈ જગ્યાજ ના રાખી, બસ મજા કરી, જેને કારણે ચમત્કારિક ઝડપી મદદ મળી એવું ચોક્કસ વિચારી કે માની શકાય. જોકે એના માટે કોઈ ટેસ્ટ અવેલેબલ નથી પણ સાંયોગિક રીતે આ વાત સ્વીકાર્ય લેખવામાં આવે છે.
જોકે આ બાબતે થોડા મતભેદ ખરા, પણ મહદંશે તજજ્ઞો મને છે કે શરીર અને મનને ચોક્કસ રીલેશન છે જ. એક અવોર્ડ વિનર પુસ્તક “ક્વોન્ટમ હિલીંગ” પણ આ બાબતે વાંચવું ઘટે. એક તબીબ ના જીવન માં જોવા મળેલા કિસ્સા કે જેમાં પેશન્ટ ના વિલ પાવર થી ગંભીર રોગો માંથી બહાર આવી શકાયું હોય તેની આ પુસ્તક માં ચર્ચા છે. મશહૂર હસ્તીઓ લીસા રે, યુવરાજ સિંહ એ બધા ગંભીર બીમારીઓ માંથી કમબેક કરી એ પાછળ પોઝીટીવ વિચારો અને વિલ પાવર ને ક્રેડીટ આપે છે. મતલબ કે ભલે બોડી અને માઈન્ડ ની દેખાતી ના હોય, પણ ફ્રેન્ડશીપ પાકી છે.

આપણી કોમન લાઈફ માં માઈન્ડ, બોડી ટેન્સન નો આપણે વારંવાર પરચો મળતો હોય છે. ઓફીસ માં કે ઘર માં સ્ટ્રેસ હોય ત્યારે માથા નો દુઃખાવો, ઇન્ડાઈજેશન, શરીર નો દુઃખાવો કે એવી બીજી તકલીફો ની ફ્રિકવન્સી વધી જાય. તો બીજી બાજુ શરદી, તાવ માં પડ્યા હોઈએ ત્યારે કોઈ જીગરી દોસ્ત સાથે ઠહાકા લગાવવાનું મળે તો તાવ ભુલાઈ જાય,ખરું ને?

સિક્કાની બીજી બાજુ જોઈએ તો જયારે જીવન માં કોઈ ગોલ હોય અને એ બાબતે આપણે કટિબદ્ધ હોઈએ તો હેલ્થ આપોઆપ સપોર્ટ કરે. જેમકે બીમાર માતા બાળક ને તકલીફ માં જોવે તો ગમે તેવી પરિસ્થિતિમાં ઉભી થઇને દોડવા લાગે. જીવન માં એક સારું ધ્યેય હોવાથી અને એ બાબતે કટિબદ્ધ થવાથી પણ માઈન્ડ ને પોઝીટીવ ફીડબેક મળે છે જેની હેલ્થ પર અચૂક અસર પડે છે.

હજી એક સિક્રેટ છે જે આપણા વડીલો પાસે હતું અને આપણે જેને જાણવા છતાં અમલ માં મુકતા નથી. એ છે પ્રવૃત્તિ. શરીર અને મગજ ને સત્તત ક્રિયાત્મક પ્રવૃત્તિ માં વ્યસ્ત રાખવાથી માઇન્ડ અને બોડી નાની મોટી બીમારી માંથી જલ્દી બેઠા થાય એ સો ટકા ની વાત છે. પણ અબ હમારે પાસ ટીવી હૈ, મોબાઈલ હૈ, વોટ્સ અપ હૈ, ફેસબુક હૈ, બસ કામકાજ કે લિયે વક્ત નહિ હૈ! ટ્રેજેડી!

મતલબ કે શરીર ની તંદુરસ્તી ને મનની ફિટનેસ સાથે સીધો સંબંધ છે એન્ડ વાઈસે વર્સા. શરીર અપ ટુ ડેટ હશે તોજ માઈન્ડ ફ્રેશ રહેશે. નહીતો માંદા શરીર માં માંદા વિચારોજ આવવાના. એટલે બંને ને ખુશ રાખવા અને ધંધે લગાડેલા રાખવા એ બેય જરૂરી વસ્તુ છે. સો હેવ આ હેલ્ધી વિક……

Leave a Reply

error: Content is protected !!