હેલ્ધી ડાયેટ 1

…..અને એ યુવાન ની નવી નક્કોર કાર અંધારી રાતે અચાનક ચરચરાટી સાથે સૂમસામ રસ્તા માં ઉભી રહી ગઈ.હાઈવે પર એકાદ માણસ પણ ક્યાય દેખાતો નહોતો.વારંવાર ઇગ્નીશન માં કી ફેરવી જોઈ પણ ગાડી તો બરોબરની રિસાઈ હતી.પરસેવે રેબઝેબ થયેલા યુવાન નું ધ્યાન કાર ના રીઅર વ્યુ મિરર પર ગયું.અને તેનું મગજ બહેર મારી ગયું.કાર ની બેકસીટ પર સફેદ કપડા પહેરેલી, આધેડ વય ની સુંદર સ્ત્રી બેઠેલી દેખાઈ. તેના ગળા માં ડૂચો ભરાઈ ગયો,મગજ ફાટવા લાગ્યું,શરીર ઢીલું પડી ગયું,હૃદય ના ધબકારા કાન માં સાંભળવા લાગ્યા,શ્વાસ રૂંધાવા લાગ્યો…હિમ્મત કરીને તે ઝાટકા સાથે પાછળ ફર્યો ….. તો કોઈ જ નહિ.બસ મોગરા ની સુગંધ ગાડી માં ફરી વળી…. શું આ હકિકત હતી કે પછી તેનો ભરમ?ભાઈ આ તો હરકિશન મહેતાસાહેબ ની ‘ભેદ ભરમ’ છે! એને ફિટનેસ સાથે કોઈ લેવા દેવા નથી.બાકી ડાયેટિંગ ની વાત માંડું તો કયો બેટો મારું આર્ટીકલ વાંચવાનો હતો?સોરી ફોર ચીટીંગ પણ હવે વાંચવાનું ચાલુ કર્યું જ છે તો ચાલુ રાખજો પાછા.

હા, તો ભેદ ભરમ ની કાર ને રીવર્સ માં લઈને હવે ફિટનેસ ના ટ્રેક પર લઇ આવો.આજથી આપણે હેલ્ધી ડાયેટ વિષે વાત કરીશું.

જેમ ઓસ્કાર વાઈલ્ડ કહે છે તેમ કોઈ પણ નાટક કે ફિલ્મ પેલા વ્યક્તિના દિમાગ માં બને છે પછી કાગળ પર આવે છે અને અને ત્યાર પછી મંચ પર ભજવાય છે.તેજ રીતે ફિટનેસ કે હેલ્થ ને લગતી બાબતો પણ પેલા આપણા મન માં સેટ થાય અને આપણે મનથી ૧૦૦% કન્વીન્સ થઈએ એ પાયા ની જરૂરત છે નહીતો પાયા વિનાની ઈમારત બને.

પેલા વ્હાય ટુ ડાયેટ ની થોડી વાત કરીએ પછી હાઉ ટુ ડાયેટ પર જઈએ.ડાયેટ શા માટે એવો સવાલ ૧૦ જણા ને પૂછીએ તો ૪ જવાબ કદાચ એ આવે કે સુડોળ દેખાવા માટે. યસ,દરેક ને સુડોળ, ફીટ પાતળા દેખાવું તો ગમેજ.કોને ગમે કે જીન્સ અને ટીશર્ટ પહેરતી વખતે ફાંદ બહાર દેખાય?કઈ સ્ત્રી ને એવું કોમ્પ્લીમેન્ટ ગમે કે ‘મેડમ આપ સર સે બડી દિખતી હૈ’! (મોટી એમ તો સીધે સીધું કહેવાય નહીને!).ટૂંકમાં દરેકને ઇન શેપ દેખાવું પસંદ છે.સો ધીસ ઈઝ રીઝન નંબર વન ફોર વ્હાય તો ડાયેટ.

જો ઇન શેપ રેવાનો અર્થ ટીન એજર ગર્લ્સની જેમ ફક્ત દુબળા રેવા પુરતો ન કરીએ તો થીયરી સારી છે. ઇન શેપ હોવાથી પર્સનાલિટી સારી બને છે અને આત્મવિશ્વાસ વધે છે. ફીટ દેખાવા માટે પણ ડાયેટ પર કંટ્રોલ કરવાની શરૂઆત કરવા જેવી ખરી. હવે રીઝનીંગ ને ઈન્ટરવલ આપીએ અને “હાઉ ટુ ડાયેટ” પર જંપલાવીએ, જેમાં આજે બ્રેકફાસ્ટ ની વાત કરીએ.

તાજેતર માં એક ડાયેટીશયન નું લેકચર સંભાળવાની તક મળી જેમાં અનેક ઉપયોગી માહિતી મળી. જે પૈકી એક બ્રેકફાસ્ટ ની વાત છે. ઈંગ્લીશમાં બ્રેકફાસ્ટ શબ્દ આ અર્થ માં પ્રયોજવામાં આવ્યો કે રાત્રે ડીનર અને લંચ વચ્ચે સામાન્ય રીતે પંદર સોળ કલાક નો ઈન્ટરવલ પડે છે, એટલે કે નાનકડો “ફાસ્ટ” થઇ જાય છે જેને બ્રેક કરવાનો એટલે બ્રેકફાસ્ટ. રાત્રે ડીનર પછી દસ બાર કલાકે થોડી ભૂખ લાગેજ, અથવા જે લોકો ને બ્રેકફાસ્ટ ની આદત ના હોય આ લોકો શરૂઆત કરશે તો ભૂખ લાગવા લાગશે. એ સમયે કઠોળ કે અનાજ લેવામાં આવે તો શક્તિ નો સંચાર થાય અને દિવસભર ના કર્યો માટે સ્ફૂર્તિ નો અનુભવ થાય.

સવાર ના નાસ્તા માં બિસ્કીટસ, ચેવડા-ચાવાણા, ચકરી કે આપણી ગુજરાતી ટ્રીટ જેવા ગાંઠિયા જલેબી અને ભજીયા નેતો ક્યાય હેલ્ધી બ્રેકફાસ્ટ લીસ્ટ માં નંબર જ નથી આવતો. આ વાંચી ને જે લોકો ના બ્રેકફાસ્ટ થી હાર્ટબ્રેક થઇ ગયા છે એમને આ આઘાત સહન કરવા અને પોતાના મનને કન્વીન્સ કરવા એક વિક નો બ્રેક આપીએ. વધુ આવતા અંકે.
હેવ અ હેલ્ધી વિક અહેડ…

Leave a Reply

error: Content is protected !!