હેલ્ધી ડાયેટ 2

આ વખતે નો ચીટીંગ…. કારણકે આર્ટીકલ તો તમને ખબર છે કે લાસ્ટ આર્ટીકલ ની સિકવલ છે… પણ સીધા હથોડા મારવા કરતા હરકિશન મહેતા સાહેબ ને માણવાની પરંપરા ચાલુ રાખીએ. આ વખતે એમના નાયક કમ ખલનાયક ડોક્ટર રોશનલાલ ને યાદ કરીએ. છોકરીઓ ના શોખીન ડોક્ટર રોશનલાલ ના લગ્ન એક સુંદર અને સંસ્કારી કન્યા અનુરાધા સાથે થયા તો ખરા પણ વાંદરો ગુલાંટ ભૂલે? અને અનુરાધા માદામ કમનસીબે દાજ્યા એટલે તો ખેલ ખતમ. સ્ત્રીઓ ને ઓબ્જેક્ટ સમજવા વાળાઓ માનો એક રોશનલાલ ને બૈરી આડી આવવા લાગી અને એનો નિવેડો લાવી દેવા માટે ચાલતી ટ્રેન માંથી અધરસ્તે ફંગોળી ને જાન છોડાવી લીધી ….કહાની અભી બાકી હૈ મેરે દોસ્ત… એક છટકા માંથી ભાગવા માટે સ્ટંટ કરી રહેલો યુવાન બની ગયો તાજ નો સાક્ષી…. પણ સ્ટંટમેન ભાઈ પટકાયા ને મગજ પર ઈજા થતા યાદાસ્ત ની બત્તી ગુલ… હવે અનુરાધા મેડમ ની શહીદી નું શું ? એ જાણવા માટે તો બુક વાંચવી પડે. ભાઈ કહાની મેં બ્રેક અને બ્રેક મેં બ્રેકફસ્ટ.વેલકમ બેક ટુ બ્રેકફાસ્ટ ટેબલ.

હા તો બ્રેકફાસ્ટ જરૂરી છે અને એમાં શું લેવું વધુ ગુણકારક છે એની વાત આગળ ચલાવીએ. સીરીઅલ્સ એટલેકે કોઈ પણ અનાજ માં રહેલા કારબોહાઈદ્રેત્સ સારી એવી શક્તિ આપે છે. ઘઉંના ફાડા નો દલીયો, ઉપમા,પૌંઆ,ઈડલી,ઢોકળા,રોટલી,સ્વીટ કોર્ન કે કોર્નની વાનગી, ખીચું,બ્રાઉન બ્રેડ એગીતેરિયન માટે એગ ની વાનગી પણ બેસ્ટ.પ્રોટીન પણ દિવસ ની શરૂઆત માટે ઉત્તમ. સ્પ્રાઉટસ ની સીધા મસાલાવાળા, બાફી ને કે થોડા વઘારીને પણ લઇ શકાય. જો ખેતી સતત શારીરિક મહેનત પડતી હોય એવું કામ અપને દરરોજ કરવાનું થતું હોય તો પરોઠા ,પૂરી ક શીરો જેવું કઈક લઇ શકાય. પણ જો લેડીઝ એમ કહેવા લાગે કે અમારે તો કામવાળી પાસે કામ કરાવવાની અને બાળકો નું લાંચબોક્ષ પેક કરવાની મહેનત કરવી પડે છે તો હું શીરો ખાઈ શકું બ્રેકફાસ્ટ માં? તો મેડમ શીરો સીધો તમારી કમર પર ચોટસે!! પછી કેટ નહિ ક તમારું આર્ટીકલ વાંચી ને મારી જીન્સ ની સાઈઝ વધી ગઈ. અને એ.સી. ઓફીસ માં બેસી કામ કરતા અને દુકાન કાઉન્ટર પર બેસી ને કામદારો ને ઓર્ડેર આપતા વેપારી મિત્રો ને પણ આ જ કેટેગરી માં લેખવા!

સાથે સાથે સખેદ જણાવવાનું કે આપણી ગુજરાતી ભાખરી અને થેપલા માં પુષ્કળ મોણ હોવાના કારને એને હેલ્થી બ્રેકફાસ્ટ માં સામેલ કરી શકાય નહિ..

બ્રેકફાસ્ટ માં ફ્રુટ્સ નો પણ સમાવેશ કરવો હિતાવહ નથી. ફ્રુટ્સ ને દિવસ ના અન્ય કોઈ સમયગાળા દરમિયાન લઇ શકાય.
નાશ્તા સાથે આદત મુજબ દૂધ,ચા, કે કોફી લઇ શકાય પણ ‘ચીની કામ’. બાળકો ને પણ આપણે પહેલેથી પુષ્કળ ખાંડ વાળું દૂધ આપવાની આદત પાડીએ છીએ જેને લીધે તેઓ દૂધ ના નેચરલ ટેસ્ટ ને લાઇક કરતા નથી અને બિનજરૂરી કેલરી શરીર માં થાલાવીએ છીએ. આપણે કરેલ ૪૦ મિનીટ ના ફાસ્ટવોકિંગ ની એક કપ મીઠી ચા વાટ લગાડી દે છે. એટલે ચા ના શોખીનો હવે એલર્ટ થઇ જજો.
મોર્નિંગ વોક પછી તરત જ ચા નાસ્તો ક જ્યુસ ન લેવો હિતાવહ છે. કેમકે વોક ને કારણે અનુભવાતી ભૂખ ને લીધે ઓવર ઇટીંગ થઇ જતું હોય છે જેથી સવાર માં ઉઠી ને દોડવાથી બાળેલી બધી કેલેરી પાછી પેટ માં ખડકાય છે. એટલે મહિના ના અંતે વજન ઘટવાને બદલે બે કિલો વધેલું દેખાડે. એટલે પાછા આપણે કહીએ કે આ વોકિંગ બોકીંગ નકામું છે!! પાડા ને વાંકે પખાલી ને ડામ! લો ગાર્ડન ની બારે ઉભેલા નાશ્તા વાળા ભલે નિરાશ થતા. આપણે આંખ અને નાક બંધ કરી ની ત્યાંથી નીકળી જવાનું. બહુ દિલદાર હો તમે તો એમને એમ પૈસા આપી દેજો કઈ ખાતા નહિ.

તો કરો સારા દિવસો ની સારી શરૂઆત સારા બ્રેકફાસ્ટથી. હેવ આ હેલ્ધી વીક ફ્રેન્ડસ.

Leave a Reply

error: Content is protected !!