ટોક ટાઈમ
“વોટ્સ ઍપ” શું નપુંશક સમાજને જન્મ આપી રહ્યું છે ?

“વોટ્સ ઍપ” શું નપુંશક સમાજને જન્મ આપી રહ્યું છે ?

‘હેય બડ્ડી વોટ્સ ઍપ ?’ ખાસ કરીને પશ્ચિમના દેશોમાં આ શબ્દો એક અભિવાદનની રીતે વપરાય છે, એક મિત્ર બીજા મિત્રને, એક ભાઈ કે બહેન પોતાના ભાઈ કે બહેનને મળે ત્યારે ઘણીવાર આવા વાક્યનો ઉપયોગ તે લોકો કરતા હોય છે. ‘હેય બડ્ડી વોટ્સ ઍપ ?’ અને પછી પેલો કદાચ સામે કહે, ‘આઈ એમ કૂલ, બડ્ડી.’ પેલું અભિવાદન અને આ અભિવાદનનો રીપ્લાય. આમા કંઈ જ ખોટું નથી. આપણે ક્યાં કહ્યું કે ખોટું છે ! કહ્યું ? જેમ આપણે અહીં બધાને ‘કેમ છો ?’ કે ‘શું નવા-જૂની ?’ જેવું પૂછતાં હોઈએ છીએ તેજ રીતે એ લોકોની આ સ્ટાઈલ છે. એની વે, આપણે વાત સ્ટાઈલની નથી કરવી આપણે તો વાત કરવી છે, આ વાક્ય પરથી બનેલી મોબાઈલ કે કમ્પ્યુટર એપ્લીકેશન ‘વોટ્સ ઍપ’ની.

આપણાં ભારતમાં હમણાં જેની ઉંમર ૩૦ થી ૪૫ની વચ્ચે છે, એ જનરેશને અત્યારના સમાજમાં, દુનિયામાં, વપરાશની વસ્તુઓમાં, સંબંધમાં કે પછી અન્ય કોઈપણ રીતના આવેલા ફેરફાર આત્યારસુધીની તમામ જનરેશનની સરખામણીમાં સૌથી ઝડપી અને સૌથી વધુ થતાં જોયા છે. જેમકે આજથી લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં ઘરમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી. કે ટેલિફોન એક સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું અને આવી વસ્તુઓની ઘરમાં ભગવાન આવ્યા હોય તે રીતે પૂજા કરવામાં આવતી હતી. જ્યારે આજે ૨૫ વર્ષ બાદ કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમ્સ યુઝ એન્ડ થ્રો હોય છે એને પાછી રીપેર થોડી જ કરાવાઈ ? નવીજ લાવવાની હોય ને ! એવું આપણે સ્વીકારતા અને કરતા થઈ ગયા છે. હા તો આમા કંઈ જ ખોટું નથી. આપણે ક્યાં કહ્યું કે ખોટું છે ! કહ્યું ?

આપણને સૌને ખબર છે કે હમણાં મોબાઈલ ફોન્સમાં કે કોમ્પ્યુટર પર વપરાતી ચેટ એપ્લિકેશન ‘વોટ્સ ઍપ’ની બોલ બાલા છે. રાત્રે સૂતી વખતે વોટ્સ ઍપ, સવારે ઉઠતી વખતે વોટ્સ ઍપ. ફેમિલી ગેટ ટુ ગેધર હોય ત્યાં વોટ્સ ઍપ, ઘરમાં પૂજા હોય ત્યાં પણ વોટ્સ ઍપ. ગ્રુપ ચેટ વોટ્સ ઍપ, ઓફિસ ચેટ વોટ્સ ઍપ, કોલેજ ચેટ વોટ્સ ઍપ, સ્કુલ ચેટ વોટ્સ ઍપ. આજકાલ આ વોટ્સ ઍપ એટલી તો હોટ ફેવરિટ એપ્લિકેશન બની ગઈ છે કે જે ફોનમાં આ એપ્લિકેશન ન હોઈ તે ફોનનો કોઈ શો રૂમમાં પણ ભાવ ન પૂછે તો સ્વાભાવિક છે કે વાપરવાની તો વાત પણ ન જ આવે. આમા કંઈ જ ખોટું નથી. આપણે ક્યાં કહ્યું કે ખોટું છે ! કહ્યું ?

ખોટું વોટ્સ ઍપ વાપરવામાં આવે તેમાં નથી. ખોટું છે એના અતિરેકમાં, એના ખોટા ઉપયોગમાં. અતિરેક અને ખોટા ઉપયોગને કારણે હવે પરિણામ એ આવ્યું છે કે ઘર કુટુંબમાં ચાલતા કોઈ પ્રસંગ, પૂજા કે ફેમિલિ ગેટ ટુ ગેધર જેવા હૂંફાળા પ્રસંગોમાં આપણને રસ નથી રહ્યો. આપણે બેઠાં ભલે ત્યાંજ જે-તે પ્રસંગમાં હોય પણ આપણું અસ્તિત્વતો આ વોટ્સ ઍપએ લઈ લીધું હોય. આંખો મોબાઈલ ફોનની સ્ક્રીનમાંથી બહાર નીકળે તો કોઈને મળીએ ને ! કેમ છો પૂછીએ ને ! હમણાંના સમયમાં હવે મહત્વના બાજૂમાં બેઠેલા લોકો નથી. મહત્વના સો ગાંવ દુર બેઠેલા ચેટ કરતા લોકો છે. બાજૂમાં બેઠેલા માણસને પેલા વોટ્સ ઍપ્યા ભાઈ કેમ છો પણ નહિં પૂછે પણ પેલા મોબાઈલ સ્ક્રીન પર પળવારમાં આખી રામાયણ ચિતરી કાઢશે. એની વે, આમા કંઈ જ ખોટું નથી. આપણે ક્યાં કહ્યું કે ખોટું છે ! કહ્યું ?

જે એપ્લિકેશન ચેટીંગ માટે વપરાતી હતી તેનો બહોળો ઉપયોગ હવે ફોટોગ્રાફ કે વિડિઓ ક્લીપિંગની આપ-લેમાં થતો થઈ ગયો છે. તકલીફ અહીં ઉભી થાય છે. આપણને બધાને ખબર છે કે આવા પ્રકારના સેન્ડ-રિસીવમાં મહદાંશે પોર્ન વિડીઓ હોય છે. છોકરાનો મોબાઈલ હોઈ, છોકરીનો હોઇ, જુવાનિયાનો હોય કે ઉંમરલાયકનો. દરેકના મોબાઈલમાં આજ-કાલ સૌથી વધારે આપ-લે થતી હોય તો તે પોર્ન ક્લીપિંગ્સ હોય છે. જે ભદ્ર સમાજના દરેક મા-બાપ, દીકરા કે દીકરીને ખબર છે. પણ શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આવી જે ક્લીપિંગ્સ જોવાનું આપણને મનમાં ને મનમાં ખુબ ગમતું હોઈ, મનમાં કે શરિરમાં ચોક્ક્સ ભાગે ગલી પચી થયાનો અહેસાસ થતો હોઈ, રોજ આવી જે નવી નવી અને જુદી જુદી ક્લીપિંગ્સ જોવા માટે આપણે તત્પર હોઈએ છીએ તે તમામ લોકોની માનસિકતામાં કેવા ફેરફારો લાવી રહી છે ? જે જોવાની આપણને મજ્જા પડી જાય છે, તે જ ક્લીપિંગ્સ દરેક કિશોર-કિશોરી કે યુવાન-યુવતિ એટલી જ સ્વસ્થતાથી જોઈ શકતા નથી. આવી વિડિઓ ક્લીપિંગ્સના બહોળા ફેલાવાથી મોટું નુકસાન એ થઈ રહ્યું છે કે હવે આજે લગ્ન પછી મધુરજની, હનીમુન, કે પોતાના બેટર હાફ સાથેના સેક્સની નવાઈ નથી રહી. સેક્સ એ પ્રેમને પામવાનું એક પગથિયું છે, આહ્‍લાદક આનંદની અનુભૂતિ છે, પોતાને જ નહી પોતાના પ્રિય પાત્રને પણ આનંદ આપવાની દૈવી ક્ષણ છે. પણ અફસોસ સાથે એ વાત આપણે સ્વીકારવી પડે કે આ બધી જ લાગણીઓ હવે ધીમે ધીમે નિર્મૂળ થઈ રહી છે. હવે આવું કંઈ જ રહ્યું નથી. લગ્ન પહેલાં મનમાં રચાતી અનેક ફેન્ડસીઝનો જવાબ આ પ્રણયક્રિડા છે. એવી કોઈ વ્યાખ્યા હવે સેક્સ માટે રહી નથી. કારણ કે સેક્સની નવાઈ જ નથી રહી. આત્યારના જનરેશનના ૧૫ વર્ષના છોકરા કે છોકરીએ મન થાય તેટલી વાર પોતાના મોબાઈલ સ્ક્રીન પર પોર્ન વિડિઓ જોઈ લીધા હોય છે અને એ સિરસ્તો બીજા વર્ષો સુધી ચાલવાનો છે. શક્ય છે એ જ્યારે લગ્ન કરે ત્યારે એને સેક્સમાંથી રૂચિ જ ઉઠી ગઈ હોય કારણ કે એને જોવાનો અતિરેક થઈ ગયો હોય. યા કદાચ એવું બને કે પતિને પત્નીની કે પત્નીને પતિની કોઈ પણ હરકતમાં નવિનતા કે ઉત્સાહ જેવું લાગે જ નહી કારણ કે એકથી એક ચઢિયાતા સેક્સ આસનો તે આ વોટ્સ ઍપ પર જોઈ ચૂક્યા છે. સમાજ કે આપણે જુવાનિઆઓ એ પરીણામ તરફ જઈ રહ્યા છીએ કે પોતાના બેડરૂમના અંગત એકાંતમાં માણવાની ક્ષણો પ્રત્યે આપણને જરાય ઉત્સાહ કે આવેગ જેવું રહેશે નહી. કારણકે એની આપણને નવાઈ જ નહી રહે. અને માણસનો સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુથી એ કોઈ એક લેવલ પર આવી કંટાળી જાય છે યા થાકી જાય છે ત્યારે એને કંઈક નવું જોઈએ છે. પણ વોટ્સ ઍપનો અતિરેક આપણા માટે એક એવી ઘોર ખોદી રહ્યું છે કે માણસ પોતાની ક્રિએટીવીટી ભુલી રહ્યો છે, કામ ભુલી જાય છે, સંબંધ, નોકરી કે અભ્યાસ ભુલી જાય છે. બસ યાદ રહે છે માત્ર વોટ્સ ઍપ પર ચેટનો રીપ્લાય કરવાનું. સેક્સ કે પોર્નોગ્રાફિનો અતિરેક આ વોટ્સ ઍપ ત્યાં સુધી લઈ જઈ રહ્યું છે કે આવતી આખીય પેઢીને કદાચ કુદરતના આ હસીન વરદાનસમ, પ્રેમના અભિન્ન અંગ સમ, સેક્સ અંગે છોછ જ ન રહે અને એક ની એક વસ્તુને વારંવાર જોયા કરવાને કારણે કદાચ એનો એમાંથી રસ જ ઉઠી જાય. શું આ પરિસ્થિતિ આપણને નપુંશક સમાજના પરીણામ તરફ ધકેલી રહ્યું છે ?

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ashutosh Desai

હું મુંબઈમાં સ્થાયી થયો છું. મૂળ વતન દક્ષિણ ગુજરાત છે. હું ટૂંકી વાર્તા, નાટક, અછાંદસ કવિતાઓ તથા આર્ટીકલ્સ લખું છું. આ બધામાં ટૂંકી વાર્તા મારા સવિશેષ રસનો વિષય છે. હાલ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા એક પ્રખ્યાત લેખક સાથે નોવેલ લખી રહ્યો છું. મુંબઈ સમાચાર અને ગુજરાત ગાર્ડિયનમાં રેગ્યુલર મારી કોલમ ચાલે છે.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!