માસૂમિયતના વરખ
અરુણા શાનબાગ – ફક્ત એક નામ!!? અસ્તિત્વ? કે બીજું કૈક!!!?

અરુણા શાનબાગ – ફક્ત એક નામ!!? અસ્તિત્વ? કે બીજું કૈક!!!?

“मरते है आरज़ू में मरने की, मौत आती है पर नहीं आती”

-मिर्ज़ा ग़ालिब

સ્ત્રી ના શરીર માં ફેરફાર તો થયા જ કરે છે, જીવન ના ‘અંત’ સુધી.

શરીર માં, ઝટ નજરે ના ચડે એવો સામાન્ય સોજો, થોડીક શરદી અને માથાનો દુઃખાવો, પગની ઘૂંટી અને આંગળીઓ માં હલકો સોજો, સ્તન માં હલકી ઢીલાશ પરંતુ સાથે સાથે દુઃખાવો તો હાજર જ. ઘડીક માં સ્વભાવ ચીડિયો બને ને ઘડીક માં ખુસનુમા બને, મતલબ ! મૂડ સ્વીંગ. ઘૂંટણ માં દુઃખાવો, કમર ના અને પેટ ના નીચલા ભાગ માં શરીર તોડી નાંખતો દુઃખાવો, ગર્ભાશય માં આંટીઓ પડે અને – આવું સતત ૩ થી ૫ કે ૬ દિવસ સુધી બને!!!

અને, આમ બનવા નો કોઈ ચોક્કસ સમય હોય ખરો !!? જી ના, આ ગમે ત્યારે શરુ થઇ શકે. રાત્રે સુતા હો ત્યારે, કે દિવસે ઘરનું કે ઓફીસ નું કામકાજ કરતા હો ત્યારે….અને, શરુ થાય ત્યારે ઘણી સ્ત્રીઓ શબ્દાર્થ માં બેવડ વળી જતી હોય છે અને આ ક્રિયા ૩-૬ દિવસ દરમ્યાન ચાલુ જ રહે છે.

આ છે સ્ત્રીઓ નું ઋતુ-ચક્ર મતલબ મેન્સ્ત્રુંઅલ સાઈકલ.

આ ક્રિયા બને એની પહેલા ઘણી સ્ત્રીઓ ને બેચેની, દુઃખાવા કે બીજી અજાણી તકલીફો પણ થતી હોય છે જેને PMT યાને પ્રી-મેન્સ્ત્રુંઅલ ટેન્સન, અને આ દિવસો પુરા થઇ ગયા બાદ પણ અમુક દિવસો નીતનવી તકલીફો ઉભી થતી હોય છે જેને PMD યાને પોસ્ટ-મેન્સ્ત્રુંઅલ ડીપ્રેશન.

જે સ્ત્રીને આ બધું ના થાય એ ‘નશીબદાર’ કહેવાય.

લેખ ના ટાઈટલ માં જે નામ છે એ ‘અરુણા શાનબાગ’ એટલી નશીબદાર નથી. કેમ ? કારણ કે

તે આંશિક રીતે બ્રેઇન ડેડ છે…મગજ નો અમુક ભાગ નાશ પામ્યો છે

તેને આંખે દેખાતું નથી…મગજ નો આ ભાગ કાર્ય નથી કરતો

તે બોલી નથી શકતી…મગજ નો આ ભાગ પણ કાર્ય નથી કરતો

તેના હાડકાં પોચાં અને પોલાં થઇ ગયા છે…

શરીર ની મુવમેન્ટ વગર તેના સ્નાયુ નકામાં બની ગયા છે…

તેના હાથ ની આંગળીઓ ના સાંધા, કાંડા, કોણી, ઘુટણ, પાની વગેરે ના સાંધા ઓ વળી ગયા છે… એમને સીધા કરવા જાઓ તો તેના કારણે તેને દુઃખાવો થાય છે. દુઃખાવો જ્યાં ફિલ થાય છે – મગજ નો એ ભાગ કાર્ય કરે છે.

અને

તેને પીરીયડ આવે છે અને કેવા !?? દર્દનાક

અને અરુણા આવી પીડા મહીને મહીને ભોગવતી હતી – એકલી જ , મુંબઈ ના એક દવાખાના ના એક રૂમ માં (હવે તેના પીરીયડ બંધ થઇ ગયા છે)

………………………………………………………………………………………………………………

કહે છે કે,

મુંબઈ એ સપનો ની નગરી છે. અહી ભારત આખામાં થી લોકો ખેંચાઈ આવે છે – પોતાના સપના પુરા કરવા.

અરુણા શાનબાગ પણ તેમાં અપવાદ નહોતી. અને, શા માટે હોય!! તેનામાં પોતાના સપના પુરા કરવા જરૂરી એવા બધા જ ગુણો હતા.

૨૪ કલાક શીખવા ની તૈયારી

સખ્ત મહેનત કરવાની તૈયારી

પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત

ખોટું નહિ કરવાની તો ઠીક, ખોટું સહન પણ નહિ કરવાની મક્કમતા (જેના કારણે આજે અરુણા છે, એ કન્ડીશન ઉપર આવી ગઈ)

………………………………………………………………………………………………………………

ગોવા અને મુંબઈ વચ્ચે કોંકણ નામનો પ્રદેશ છે જેની ભાષા મરાઠી ને મળતી આવે છે. આ કોંકણ પ્રદેશ ના નાનકડા હલ્દીપુર ગામ ના સીતાબાઈ અને રામચન્દ્ર ના સામાન્ય પરિવાર માં, ૬ ભાઈઓ પછી ૧-૬-૧૯૪૮ ના રોજ જન્મેલી બહેન એટલે – અરુણા શાનબાગ.

જેને સુંદરતા કહેવાય એવું રૂપ અને દેખાવ તો અરુણા માં ભગવાને આપેલું જ હતું. તેને જોનાર સ્ત્રી કે પુરષ પ્રથમ નજરે જ તેનાથી આકર્ષાય એવું સૌન્દર્ય.

નાના ગામ માં શક્ય હોય એટલું ભણતર અરુણાએ મેળવી લીધું. પિતા નું અવસાન તો, તે નાની હતી ત્યારે જ થઇ ગયું હતું. માતા અને મોટા ભાઈ ની ઈચ્છા (સામાન્ય પરિવાર ની હોય, એમ) અરુણા ના લગ્ન કરી તેને ઠરીઠામ કરવા ની હતી.

પરંતુ અરુણા પહેલેથી જ કૈક બનવા ની મહેચ્છાવાળી છોકરી. એણે નક્કી કર્યું કે એ મુંબઈ જઈને નર્સ બનશે. માતા અને ભાઈઓ ને મનાવી ને, મુંબઈ માં એમના ઓળખીતા એક ડોક્ટર નું સરનામું લઈને તે મુંબઈ આવી.

મુંબઈ માં અરુણા કે.ઈ.એમ. હોસ્પિટલ માં નર્સ ના કોર્સ માટે એડમિશન લેવા પહોચી. આ કે.ઈ.એમ. હોસ્પિટલ મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલિત હતી/છે.

નર્સ બનવા અંગ્રેજી આવડવું જરૂરી છે એ વાત થી અરુણા અજાણ પરંતુ, મનમાં ગાંઠ પાકી વાળેલી કે નર્સ બનવું છે. ૧૫-૨-૧૯૬૬ ના રોજ નર્સ ની એન્ટ્રન્સ પરીક્ષા માં બેસી (કેટલી બધી એવી વાતો જેની, અરુણા પાસે જાણકારી ન હોવા છતાં. કેટલાય શબ્દો જીવન માં પ્રથમ વખત વાંચ્યા હોવા છતાં) પાસ થઇ. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ મૌખિત માં પણ પાસ થઇ અને ૧ વર્ષ નર્સ ની ટ્રેનીંગ ની હક્કદાર બની ગઈ. ટ્રેનીંગ દરમ્યાન સ્ટાઈપેન્ડ!! રૂ. ૪૦ + રૂ. ૧૫ યુનિફોર્મ એલાઉન્સ + રૂ. ૩ લોન્ડ્રી એલાઉન્સ

ટ્રેનીંગ માટે જરૂરી ડ્રેસ – ૬ સફેદ સાડી, બ્લાઉઝ, પેટીકોટ, ૨ સફેદ બુટ, ૬ સ્ટોકીંગ, ૧૨ સફેદ કોટ, છત્રી, રેઈનકોટ, ૨ ગાદલા માટે ચાદરો, બ્લેન્કેટ, ૧ સર્જીકલ કાતર, થર્મોમીટર, કાંડા ઘડિયાળ સ્ટુડન્ટ નર્સે જાતે ખરીદવાના હતા.

અરુણા ગરીબ જરૂર હતી પરંતુ પ્રેક્ટીકલ પણ હતી. તેણે લીસ્ટ માંની ઘણી વસ્તુ અડધી કે પા ભાગની કરી નાખી કારણ કે, તેની પાસે બધું ખરીદવા જેટલા પૈસા ન્હોત અને બધી વસ્તુ એક સાથે વાપરવા ની જરૂર પણ નહોતી.

………………………………………………………………………………………………………………

નર્સ ની ટ્રેનીંગ શરુ થઇ ગઈ.

ટ્રેનીંગ લેકચર દરમ્યાન અરુણા ખુબ ધ્યાન આપી દરેક વસ્તુ સમઝવાનો પ્રયત્ન કરતી, મહેનત કરતી. મેટ્રન જયારે બધી નર્સ ને વોર્ડ માં શીખવાડવા લઇ જાય ત્યારે, સૌથી આગળ રહીને બધું જોઈ-સમજી લેવાનો પ્રયત્ન કરતી, કેમ !? કારણ કે, તેને બધું સરખી રીતે શીખી સૌથી આગળ રહેવું હતું.

વર્ગ માં જયારે લેકચર અપાય ત્યારે અરુણા અટેન્ટીવ તો હોય જ પરંતુ, પોતાની જગ્યા એ આગળ નમી ને ધ્યાન થી શીખવાનો પ્રયત્ન કરતી. તેના લેકચરર ને એમ લાગતું કે અરુણા ને કદાચ આંખે બરોબર દેખાતું નથી તેથી નમી ને આગળ આવી જોવાનો પ્રયત્ન કરે છે 🙂

ટ્રેનીંગ દરમ્યાન હોય કે બાદ માં પોતાની ડ્યુટી દરમ્યાન, અરુણા ક્યારેય ગંદા કે ચીમળાયેલ ડ્રેસ સાથે ના દેખાય!, વાળ સરસ ઓળેલા હોય, બુટ પોલિશ કરેલા હોય. આ બધાની સાથે ભળ્યું અરુણા નું ગામઠી લાવણ્ય. પરિણામ!! એક એવું આકર્ષણ જે સ્ત્રીઓ ને પણ એક મીઠી બળતરા કરાવે.

વોર્ડ માં ડ્યુટી ઉપર અરુણા એકદમ ઘડિયાળ ના કાંટા ની જેમ અટક્યા વગર સતત પોતાને સોંપાયેલ દર્દીની સારવાર ને દેખરેખ રાખવાની કામગીરી કરે રાખે.

એની સાથે કામ કરતી એની સહકર્મી નર્સને એણે જણાવ્યું હતું કે તે વિદેશ જઈને નર્સનો આગળ નો અભ્યાસ કરવા માંગે છે અને તે માટે તૈયારી પણ શરુ કરી દીધી હતી. એની મિત્ર એ એને પૂછ્યું કે તું આગળ ભણવા ના પૈસા ક્યાંથી લાવીશ ત્યારે અરુણા એ કહ્યું ‘ હું સ્કોલરશીપ મેળવીશ અને તેના માટે અલગ મહેનત કરું છું!!

અરુણાના મનમાં જાણે એક અસુખ હતું જે એને સતત દોડતું રાખતું ‘ટોચ’ ઉપર પહોચવા.

શું અરુણા પોતાની ધારેલ જગ્યાએ પહોંચી શકી!? આગળ જોઈશું..

………………………………………………………………………………………………………………

કે.ઈ.એમ. હોસ્પિટલ માં કાર્ય દરમ્યાન, સાથે કામ કરતી બીજી નર્સ માટે અરુણા ઈર્ષા નું પાત્ર તો હતી જ પરંતુ તેના આખાબોલા સ્વભાવ ને કારણે અમુક નર્સ ના અને મેટ્રન ના નેગેટીવ લીસ્ટ માં પણ ખરી, છતાં ‘દુશ્મન’ કોઈની નહિ.

કે.ઈ.એમ. હોસ્પિટલ માં નર્સ ઉપરાંત ડોક્ટર્સ પણ હોય જ ને!!

ગોવા પાસેના મરગાવ ગામ થી ડોક્ટર બનવા આવેલ સજ્જન વ્યક્તિ અને કાબેલ ડોક્ટર તરીકે હોસ્પિટલ માં નામ કમાઈ ચૂકેલ ડો. સંદીપ સરદેસાઈ પણ હતા.

હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન ડો. સંદીપ ની નજર દેખાવડી, કામગરી નર્સ અરુણા ઉપર પડી. જાણે અજાણે ડો. સંદીપ ના મનમાં અરુણા ગોઠવાઈ ગઈ. શરુ માં તો ડો. સંદીપ ને એમ લાગ્યું કે આ એક એવી લાગણી છે જે સારી રીતે કામ કરતી નર્સ અને ડો. વચ્ચે ઉત્પન થતી સહજ લાગણી છે પરંતુ ધીરેધીરે આ સહજ લાગણી ક્યારે આકર્ષણ બની ગઈ એ એમને પણ ખબર ના પડી. બંને નજીક આવતા ગયા અને એક દિવસ ડો. સંદીપે પોતાના દિલ ની લાગણી અરુણા સામે જાહેર કરી દીધી. અરુણા એ પણ પોતાની મરજી વ્યક્ત કરીને સહમતી આપી દીધી.

હોસ્પિટલ માં કાર્ય કરતી નર્સ, મેટ્રન, ક્લાર્ક, ડોક્ટર અને ડીન સુદ્ધા ને આ બન્ને ની નજદીકી નજર આવવા લાગી અને બધાનો મત એક જ હતો, ‘જોડી અધભૂત છે’. અરુણા કેટલી નશીબદાર છે!

કોને ખબર હતી કે ભવિષ્ય ના પેટ માં શું ધરબાયેલું છે!?

…………………………………………….

ઓકટોબર ‘૭૩ ના અંતભાગ માં અરુણા હોસ્પિટલ ના એડમીન ડીપાર્ટમેન્ટ માં ગઈ અને પોતાના ખાતા માં કેટલી રજાઓ બચત છે તેની તપાસ કરી. કલાર્કે માહિતી આપી કે તેના ખાતા માં ૧૧૩ પેઈડ લીવ અને બીજી મેડીકલ લીવ જમા છે. અરુણા એ પૂછ્યું કે શું તે બધી રજાઓ સાથે લઇ શકે છે? કલાર્કે કહ્યું હા, તેમાં કોઈ મુશ્કેલી નથી. અરુણા એ કહ્યું કે તેને ઘણા મહિના ની છુટ્ટી જોઈએ છે. કલાર્કે કહ્યું કે ૩ મહિના ની રજાઓ માટે કોઈ તકલીફ નહિ પડે પરંતુ તેનાથી વધુ રજા માટે મંજુરી ની જરૂર પડશે.

અરુણા એ પ્રોસેસિંગ માટે ૨ ફોર્મ ભરી આપ્યા

૧. ૧ નવેમ્બર ‘૭૩ થી હોસ્ટેલ છોડી ને બહાર રહેવા જવા (જેથી પૈસા બચે) અને

૨. ૧ ડીસેમ્બર ‘૭૩ થી લાં………બી રજાઓ લેવા માટે

અરુણા ને (કે, કોઈને પણ) ક્યાં ખબર હતી કે તેની રજાઓ ૧ ડીસેમ્બર ના બદલે ૨૮ નવેમ્બર થી શરુ થશે અને તે પણ અનિશ્ચિત કાળ માટે!!!! 🙁

………………………………………………………………………………………………………………

હોસ્પિટલ ના મહત્વ ના વોર્ડ માં કાર્ય કરતા કરતા અરુણા એ – ડોકટરો, મેટ્રન અને દર્દી સુદ્ધા ના દિલ જીતી લીધા હતા.

અચાનક એક દિવસ અરુણાની બદલી કુતરાઓ ની લેબોરેટરી માં કરવામાં આવી. આ લેબોરેટરીમાં રસ્તે રખડતા કુતરા અને બીજા બિન-વારસી કુતરાઓ ને પણ પકડી લાવીને તેમના હૃદય ઉપર સર્જરી કરી ડોકટરો ને હાર્ટ સર્જરી ની પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપવામાં આવતી.

અરુણા ને અહી કામ કરવું સહેજ પણ ના રુચ્યું. લેબ જેમના અન્ડર માં હતી તે ડોકટરે અને સાથી કર્મચારીઓ એ અરુણા ને સમઝાવી કે કોઈપણ વ્યક્તિ પોતાના સ્વજન ઉપર સીધે સીધું હાર્ટ નું ઓપરેશન કરવા ના દે જો, ડોક્ટર પાસે પુરતો અનુભવ ના હોય. ડો. સંદીપે પણ અરુણા ને સમઝાવી કે, કુતરાઓ ઉપર અહી કોઈ અત્યાચાર નથી કરાતો, તેમની કાળજી પણ લેવાય જ છે.

અરુણા માની ગઈ અને હ્મ્મેશ ની માફક પોતાના કામ માં ગળાડૂબ થઇ ગઈ.

#############################

આ હોસ્પિટલ માં, જેમ ડોક્ટર, નર્સ, લેબ ટેક, કે કલર્ક ની જરૂર પડે એમ સફાઈ કામદાર ની પણ જરૂર હોય જ અને ઘણા લોકો આ કામ કરતા. આવા કામદારો માંના ઘણા મુંબઈ ના હતા તો ઘણા – કાયમ બને છે તેમ, મુંબઈ બહાર થી પોતાનું નશીબ અજમાવવા આવ્યા હોય છે.

ભરથા ધેકોલિયા વાલ્મીકી પણ દાદુપુર ગામ (બુલંદશહર તાલુકા) થી આવીને કે.ઈ.એમ. હોસ્પિટલ માં મુકાદમ તરીકે કામ કરતા. એમણે પોતાના ગામથી ઘણા યુવાનો ને અહી કામ ઉપર લગાડ્યા હતા. ઇન્દર વાલ્મીકી જેવા બીજા યુવાનો અને ભરથા નો પોતાનો પુત્ર સોહનલાલ પણ એમાં હતા.

ઇન્દર, કુતરા વાળી લેબ માં કામ ઉપર મુકવામાં આવ્યો હતો. પોતાને સોંપેલ કામ કરીને, નવરાશ ના સમય માં નર્સ અને બીજા લોકોના થોડા વ્યક્તિગત કામો કરીને તે મળતાવડા વ્યક્તિ તરીકે બધાનો માનીતો પણ ખરો. નવેમ્બર ૧૯૭૩ માં પાછલા અઠવાડિયા માં ઇન્દર રજા ઉપર હોઈને સોહનલાલ ને લેબ માં ઇન્દર ની ડ્યુટી સોંપવા માં આવી જે એને ક્યારેય ગમી નહોતી, જોકે સોહનલાલ ને કોઇપણ કામ ક્યારેય ગમતું જ નહી.

એક તરફ અરુણા હતી જે પોતાને સોંપાયેલ કામ પ્રત્યે સમ્પૂર્ણપણે સમર્પિત અને બીજી તરફ સોહનલાલ હતો જે કોઈ કામ સરખી રીતે ન કરવા માટે પ્રખ્યાત.

ડોગ લેબ માં રખાતા કુતરાઓ માટે હોસ્પિટલ માંથી દૂધ અને નોન-વેજ ખોરાક અપાતો. ઇન્દર હતો ત્યાં સુધી તે પોતે, કલર્ક ને કહીને કુતરાઓ માટેનો ખોરાક લેવા જતો અને લાવીને કુતરાઓ ને પીરસતો.

સોહનલાલ જ્યારથી ઇન્દર ની જગ્યાએ કામે લાગ્યો ત્યારથી ઘણી વખત કુતરાઓ માટે મળતું દૂધ અને નોન-વેજ ચોરીને ખાઈ જતો અને કુતરાઓ ભૂખ્યા અથવા અડધા ભૂખ્યા રહેતા અને ક્યારેક ભૂખ ના લીધે રડ્યા કરતા. અરુણા એ ૨-૪ વખત સોહનલાલ ને આમ ચોરી કરતા પકડી પાડ્યો હતો અને તેને આમ ન કરવા ચેતવ્યો પણ હતો. સોહનલાલ ની આ ખરાબ આદત ક્યારેય સુધરી નહિ પરિણામે , અરુણા એ એની કમ્પ્લેઇન મેટ્રન ને તો કરી જ હતી પરંતુ સોહનલાલ માં સુધારો ન થતા, ડીન સુધી તેની કમ્પ્લેઇન કરવા ની ચીમકી પણ આપી………..

હવે સોહનલાલ શું કરે?!!!

#############################

તા. ૨૭ નવેમ્બર ૧૯૭૩, અરુણા રૂટીન મુજબ પોતાનું બધું કામ પૂરું કરીને સાંજે ડોગ લેબમાં પોતાનો નર્સિંગ ડ્રેસ બદલી ને ઘરની સાડી પહેરવા આવી.. સમય આસરે સાંજ ના ૪ ને ૫૦ મિનીટ

તે જયારે ડોગ લેબ ના દરવાજા માં ચાવી નાખી તાળું ખોલવા ગઈ ત્યારે જોયું કે તાળું તો પહેલેથી જ ખુલ્લું છે. અરુણા ને આશ્ચર્ય તો થયું છતાં પોતાના વિચારો માં ડૂબેલી અરુણા અંદર ઓફીસ તરફ જઈને ઓફીસ ના ટેબલ ઉપર પર્સ ને સાડી વગેરે મૂકીને ત્વરાથી પોતાના કપડાં બદલી રહી. કપડાં બદલાઈ ગયા બાદ તે આગલા રૂમ માં આવી અને………………?

તેની નજર રૂમમાં પડી, સામે ઉભો હતો સોહનલાલ વાલ્મીકી. આ કોઈ વાલ્મીકી ઋષિ નહોતો પરંતુ એક જાલિમ, બેરહેમ જાનવર હતો જેના હાથ માં હતી – કુતરા ને બાંધવાની લોખંડ ની ચેઈન.

વાલ્મીકી ઝડપ થી આગળ વધ્યો અને અરુણા ને ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો, અરુણા અચાનક થયેલા હુમલા ના કારણે પાછળ રહેલા કબાટ સાથે અથડાઈ. તરત જ તેને બેલેન્સ જાળવી ને સોહનલાલ ને પકડવા પોતાના હાથ ફેલાવ્યા. સોહનલાલ અરુણા કરતા મજબુત હતો માટે તેણે અરુણા ના બન્ને હાથ પોતાના હાથ માં મજબુત રીતે પકડી લીધા અને અરુણા ના હોઠ ઉપર પોતાના હોઠ લઇ આવ્યો. અરુણા એ મોઢું ફેરવી લીધું અને સોહનલાલ ના ગળા ના ભાગે બચકું ભરી દાંત બેસાડી દીધા. અરુણા સોહનલાલ ને બચકા ભરતી રહી અને સોહનલાલ અરુણાના હાથ પકડી રાખીને તેણીને ટેબલ ઉપર કમર ભેર નાખી દીધી. બાદમાં સોહનલાલે અરુણા ના કપડા કાઢી નાખી તેની ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો અને વિચાર બદલ્યો!!!! કેમ? કારણકે અરુણા મેન્સ્ત્રુએશન માં હતી!

અરુણા ની કરુણતા જુવો. મેન્સ્ત્રુએશન ના કારણે (લેખ ની શરુઆત માં વર્ણવ્યું છે) જે ભોગવે છે એ તો ખરું જ પરંતુ એ સિવાય એણે જે જે ભોગવ્યું, એ, ભગવાન કોઈને ભોગવવા મજબુર ના કરે.

મેન્સ્ત્રુએશન ના કારણે સોહનલાલે અરુણા ઉપર સામેથી બળાત્કાર કરવાનો પોતાનો ઈરાદો પડતો મૂકી, અરુણા ને જમીન ઉપર નાખી દીધી. કુતરા માટેની ચેઈન લઈને પાછળથી અરુણા ને ગળે ભેરવી તેનાથી ગળું દબાવી દીધું જેથી તે પ્રતિકાર ન કરે અને !??? કુતરાઓ નો ખોરાક ખાઈ ખાઈ ને કુતરા જેવો જ બની ગયેલો સોહનલાલ કુતરા જેવી હરકત કરી બેઠો..

૨-૫ મિનીટ માં પોતાની વાસના પૂરી કરી, લાચાર અરુણા ને લોહીની ઉલટી કરતી, કણસતી મૂકી ત્યાંથી નીકળી ગયો……….

#############################

૨૮ નવેમ્બર ‘૭૩ સવારે આશરે ૭ ને ૧૦ મિનીટે ઇન્દર પોતાની રાબેતા મુજબ ની ડ્યુટી ઉપર આવી ગયો. તે જયારે ૭ ને ૪૫ મીનીટે ડોગ લેબ માં જવા માટે આવ્યો ત્યારે, ડોગ લેબ ની દરવાજો ખુલ્લો જોઇને ઇન્દર ને નવાઈ તો લાગી પરંતુ તેને એમ થયું કે કોઈક નર્સ કદાચ આજે વહેલી કામ ઉપર આવી ગઈ હશે.

ઇન્દર જયારે અંદર ગયો ત્યારે બીજા રૂમ નો દરવાજો પણ ખુલ્લો જોયો અને લાઈટ ચાલુ હતી. તેને લાગ્યું કે નર્સ અંદર હશે એટલે તેને બુમ પાડી. કોઈ જવાબ ન મળતા તેને ફરીથી બુમ પાડી જોઈ. કોઈ પ્રત્યુતર ન મળતા તેને દરવાજા ઉપર ટકોરા મારી જોયા, ફરી કોઈ રિસ્પોન્સ ન મળ્યો. હવે તે થોડો ગભરાયો અને ધીરેથી દરવાજો વધારે ખોલ્યો………..

બીજીજ સેકન્ડે તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એક નર્સ જમીન ઉપર ઉંધા મોઢે, લોહી અને ઉલટી ના ખાબોચિયા માં નગ્ન પડી હતી.

ઇન્દર ભાગીને બહાર આવી ગયો ને મદદ બુમો પાડવા લાગ્યો. એટલા માં જ તેણે સોહનલાલ ને આવતો જોયો. સોહનલાલે પૂછ્યું કે શું છે? અને એમ કરીને તે ડોગ લેબ માં ડોકિયું કરવા ગયો પણ ઇન્દરે તેને રોક્યો અને બન્ને જણા દોડતા મેટ્રન તેમજ સિક્યુરીટી ને બોલાવવા ગયા.

૮ ને ૨૫ મીનીટે સિસ્ટર બીછી દોડતી આવી ને જુવે છે અને મોઢું ફેરવતા જ તેમના ગળામાં થી ‘હે ભગવાન’ નો ઉદગાર નીકળી પડ્યો. તાત્કાલિક અરુણા ઉપર સાડી ઢાંકીને, ઇન્દરને ડોક્ટર અને મેટ્રન ને બોલાવવા કહ્યું.

૮ ને ૪૦ મીનીટે ડો. ગાડગીલ આવીને પ્રાથમિક તપાસ માં જુવે છે કે અરુણાના વાળ લોહી થી લથપથ છે, તેનો નીચલો હોઠ સુઝી ગયો છે. આંખો ખુલ્લી છે અને તે ઉહ્કારા કરી રહી છે. તાત્કાલિક સ્ટ્રેચર લાવીને અરુણા ને ઈમરજન્સી વોર્ડ માં લઇ જવાનો આદેશ કરે છે.

૯ વાગે જયારે અરુણા ને ઈમરજન્સી વોર્ડ માં લઇ જવાઈ રહી હોય છે ત્યારે, મેટ્રન બેલીમાલ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. બેલીમાલ તેને કોંકણી માં પૂછે છે ‘અરુણા માકા સાંગ. કીથન ઝાલે?’ અરુણા મને કહે, શું થયું? અરુણા પોતાની આંખ અવાજ ની દિશા માં ફેરવી, સમઝવાનો પ્રયત્ન કરી રહી હોય એમ લાગ્યું બેલીમાલ ને અને આંખમાંથી સતત આંશુ ની ધાર ચાલી જઈ રહી હતી.

થોડીક સેકન્ડમાં જ, અરુણા ની આંખો ઉપર ચડી ગઈ અને તે, જાણે ભગવાન ને પૂછતી હોય ‘મારો શું ગુનો!!!‘

પુરા ૧૫ કલાક ને ૩૦ મિનીટ જેવો સમય, અડીખમ યોદ્ધા ની જેમ જીવન અને મોત સાથે લડતા લડતા પસાર કરી ચુકેલી અરુણા…….જાણે હારી રહી હતી! 🙁

ડોગ લેબ ના ટેકનીશીયન જેથેગાંવકર ને જયારે અરુણા ના સમાચાર મળ્યા ત્યારે એને ગંભીરતા નો ખ્યાલ આવી ગયો અને એણે ડો. પારુલકર ને ફોન કરી વિગત સમઝાવી અને પોલીસ કમ્પ્લેઇન કરવી જોઈએ એવી લાગણી પણ બતાવી દીધી. ડો. પારુલકરે ડીન દેશપાંડે ને વાત કરી અને ડીને સિક્યોરીટી હેડ ને પોલીસ ને જાણ કરવા ની તાકીદ કરી કે એક નર્સ ઉપર હુમલો થયો છે અને ચોરી પણ થઇ હોઈ શકે છે.

અરુણા ના શરીર ઉપર ઈજા કેવી છે?

Contusion on the neck. Contusion right knee. Abrasion right hand dorsum. Contusion right hand dorsum. Injury on lower lip with oedema of lip. Contusion left cheek. Contusion right cheek. Multiple semi-circular abrasion left side of neck near sterno-clavicular joint. Multiple linear abrasion right side and front of neck. Contision right side, front and left side of the neck. Contusion right and left wrist, both anterior laterally. Contusion with oedema 2 inches around anterior superior spine bilaterally. Contusion right thigh medially. Contusion with oedema on both knees. Contusion left scapula. Contusion left side chest posteriorly.

The gynaecologist’s report:

Hymen intact, admits two fingers easily. No vaginal tear.

ઉપર જે અંગ્રેજી માં લખ્યું છે એનો મતલબ શું?!!! અરુણા ના શરીર ઉપર ઘણીબધી ઈજાઓ.

Contusion એટલે એવો ઘા જેમાં ચામડી ને નુકશાન થાય અને ચામડી સુધી લોહી લાવતી કેપીલરી પણ નુકશાન પામે.

Abrasion એટલે છોલાવું, dorsum એટલે હથેળી નો ઉપર નો ભાગ.

oedema એટલે સોજો આવવો. sterno-clavicular joint એટલે ખભા નું આગળ નું હાડકું જે પાંસળી સાથે જોડાય અને જેના ધ્વારા હાથ ની મુવમેન્ટ થાય.

anterior superior spine એટલે થાપા નું ત્રિકોણ આકાર નું હાડકું. Contusion right thigh medially એટલે જાંઘ ની વચ્ચેના ભાગે ઘા. scapula એટલે ખભા ની પાછળ નો ત્રિકોણ જેવો હાડકા નો ભાગ.

૯ ને ૩૦ મીનીટે

તે સમય ના ભારત ના સર્વોત્તમ ન્યુરો-સર્જન ડો. હોમી દસ્તુર અરુણા ની તહેનાત માં હાજર થઇ જાય છે અને અત્યાર સુધી અપાયેલ સારવારની અને દર્દી ને કેવા હાલ માં લાવવામાં આવી તે માહિતી મેળવી લે છે. અરુણા ને લાવ્યા ત્યારે તેના નાક, કાન અને ગળામાં થી લોહી વહેતું હોય છે. અરુણા ઉહ્કારા ભરતી હતી. થોડી ઉલટી પણ થતી હતી અને હા, તેને થોડી આંચકી પણ આવતી. અરુણા કોઈને ઓળખી નહોતી શકતી કે કોઈ પ્રશ્ન નો ઉત્તર પણ આપી નહોતી શકતી. થોડા થોડા સમયે તેનું શરીર અક્કડ થઇ જતું અને ચીસ પાડતી હોય એવા અવાજ કરતી (આને spasm કહે છે).

ડો. દસ્તુરે પોતાનો હાથ અરુણા ના પગની પાની ઉપર, નીચે થી ઉપર ફેરવ્યો અને પગ ની આજુ બાજુ માં પણ ફેરવી જોયો, અરુણા ના પગ નો અંગુઠો ઉંચો થયો. સામાન્ય વ્યક્તિ માં આ ક્રિયા કરવાથી પગ નો અંગુઠો પાની તરફ વડે….આનો શું મતલબ? આને plantars extensors કહે છે જેનું કારણ છે મગજ નો કોર્ટેક્ષ કહેવાતા ભાગને નુકશાન અથવા મગજ માંથી નીકળતા જ્ઞાન તંતુઓમાં નુકશાન, જે મગજના કોઈ ભાગમાં હોય અથવા ત્યાંથી લઈને કરોડરજ્જુ સુધી ના કોઈ ભાગ માં હોય.

ડો. દસ્તુર નું અવલોકન – દર્દી અર્ધ બેભાન અવસ્થા માં છે. તે શરીર માં થતા દુઃખાવા સામે પ્રતિસાદ આપે છે. શરીર ના ઉપલા ભાગ ના અંગો નીચલા ભાગ કરતા વધારે રીએક્શન આપે છે – દુઃખાવા સામે.

અરુણા ને મગજ માં નુકશાન પહોચ્યું છે અને સર્વિકલ કોર્ડ ને પણ નુકશાન થયું છે.

૧૦ ને ૧૫ વાગે

ભોઈવાડા પોલીસ સ્ટેશન ને ફોન થી જાણ કરાય છે અને એક સબ-ઇન્સ્પેકટર ને હોસ્પિટલ માં તપાસ કરવા અને નિવેદન માટે મોકલવામાં આવે છે

પોલીસે શું રીપોર્ટ કર્યો ?

નર્સ અરુણા શાનબાગ. હિંદુ સ્ત્રી. ઉમર ૨૫ વર્ષ. ઉંચાઈ ૫ ફૂટ. વજન ૧૦૪ પાઉન્ડ. હુમલા માં ઘાયલ. રિસ્ટ વોચ અને પૈસા ની ચોરી થઇ હોઈ શકે.

૧૧ વાગે એક મેલ ડોક્ટર અરુણા ને તપાસી રહ્યા છે અને ગુસ્સા માં પણ છે, અરુણા ની મેડીકલ ફાઈલ જુવે છે કે એમાં, ગાયનેક ડોકટરે એ તપાસ કરી છે? જેનો એમને ડર છે. ના. એટલા માં ડીન ત્યાં આવે છે અને પેલા ડોક્ટર ડીન સાથે ધીમા અવાજ માં કૈક વાત કરે છે, ડીન નકાર માં ડોકું હલાવે છે. શું હતી એ વાત!!!!

૧૨ વાગે પોલીસ, અરુણા ની બહેન શાંતાબાઈ નાયક (જેની સાથે અરુણા ૧ નવેમ્બર થી રહેતી હોય છે) ને મળે છે અને પ્રશ્નો પૂછે છે.

૧. અરુણા રાત્રે ઘરે નાં આવી તો તેને ચિંતા ના થઇ? શાંતાબાઈ કહે છે કે નજીક ની સ્કુલ માં ખોરાકી ઝેર ની અસર થી બાળકો પ્રભાવિત થયેલા એટલે એમ થયું કે અરુણા ને વધુ કામ હશે અને રાત્રે તે હોસ્પિટલ માં જ રોકાઈ ગઈ હશે.

૨. શા માટે અરુણા એ હોસ્ટેલ છોડી હતી? શાંતાબાઈ કહે અરુણા તેના લગ્ન બાદ પતિ ના દવાખાના માટે પૈસા બચાવવા માંગતી હતી.

૩. આ ડોક્ટર કોણ છે? શાંતાબાઈ કહે તે નથી જાણતી કે કોણ છે, અરુણા એ ક્યારેય ઉલ્લેખ નથી કર્યો. શાંતાબાઈ એ પોલીસ ને અરુણા ની સોના ની ચેન, પેંડન્ટ, કાંડા ઘડિયાળ જેની ઉપર AS લખાવેલ છે, એની માહિતી આપી.

૧ ને ૨૦ મીનીટે ડો. સંદીપ (એમ.ડી. ની એક્ઝામ ની તૈયારી કરી રહ્યા હતા) જયારે મેસ માં જમવા જાય છે ત્યારે મેસ માં જમી રહેલા ડોક્ટર્સ કૈક અજબ રીતે તેમની સામે જોવા લાગ્યા. ડો. સંદીપ પોતાની થાળી લઈને રૂટીન મુજબ જમવા માંડ્યા. તેમના એક સહાધ્યાયી પાસે આવીને પૂછવા માંડ્યા કે સંદીપ ને કોઈ મદદ ની જરૂર છે કે કેમ!! ડો. સંદીપ ને કઈ સમઝ ના પડી. પેલા ડોકટરે થોડી મૂંઝવણ સાથે કહ્યું કે ‘આપડે ડોક્ટર લોકો શાંત રહેવા ટેવાયેલા છીએ પરંતુ તમે આટલા સ્વસ્થ કેવી રીતે રહી શકો છો!!?’ ડો. સંદીપ ને કઈ સમઝ ના પડતા કહ્યું કે એક્ઝામ ના લીધે ડીસ્ટર્બ થવાનું કોઈ કારણ નથી. હવે તેમના સહાધ્યાયી ને લાગ્યું કે સંદીપ ને કઈ ખબર નથી લગતી, તેમણે જણવ્યું કે અરુણા ઉપર હુમલો થયો છે અને તે ઘણી ગંભીર સ્થિતિ માં છે.

જમવાનું નું અડધું મૂકી ને ડો. સંદીપ સીધા હોસ્પિટલ તરફ ગયા. ત્યાં પહોચી ને અરુણા ની હાલત જોઈ, તેના રીપોર્ટસ જોયા અને સારવાર ની વિગતો જોઈ – કરવા જેવી બધી સારવાર બરોબર જ થઇ રહી હતી.

#############################

બપોરે ૧ ને ૫૦ સમયે સિસ્ટર પ્રેમા પાઈ અને બીજી નર્સો મેટ્રન ની ઓફીસ પાસે જમા થઇ અને રજુવાત કરવા લાગી કે ‘સિક્યોરીટી બાબત ઘણી વખત કહ્યા છતાં કોઈ ફર્ક થયો નથી અને આજે અરુણા સાથે આ બન્યું, અને અમારા માંથી ગમે તેની સાથે આ બની શકે છે. મેટ્રને પૂછ્યું કે શું વાત છે? તો પ્રેમા એ કહ્યું અરુણા સાથે રેપ થયો છે, એ. મેટ્રને પૂછ્યું કે અરુણા બેભાન છે અને ગાયનેકનો રીપોર્ટ આવું કશું થયું હોય એમ નથી કહેતો. તો તમે કેમ આવી વાત કરો છો?

પ્રેમા પાઈ એ આંખ માં આંસુ સાથે કહ્યું ‘મેં બીજા ડોક્ટર ને વાત કરી હતી અને તેમણે અરુણા ને તપાસી પણ ખરી. અરુણા સાથે રેપ થયો છે અને તે કુદરતી રીતે નહિ. આ ડોકટરે ઉપરી સાથે પણ વાત કરી પરંતુ ઉપરી એ તેમની વાત નથી સાંભળી, અને તેમને ડીટેઇલ તપાસ કરી રીપોર્ટ બનાવવા ની પરવાનગી પણ ના આપી’

નર્સો નો ગુસ્સો વધી ગયો અને તેમણે નક્કી કર્યું કે જો હોસ્પિટલ મેનેજમેન્ટ નું આવું જ વલણ હોય તો આપડે કામ રોકી દેવું જોઈએ અને સિક્યોરીટી બાબત કોઈ નિવેડો લાવવો જોઈએ. બધી નર્સ આમાં એકમત થઇ.

અને, ભારત ના ઈતિહાસ માં સર્વ પ્રથમ વખત નર્સો ની ‘હડતાળ’ પડી – ટોટલ.

#############################

બપોરે ૨ ને ૨૦ મીનીટે

ભોઈવાડા પોલીસ સ્ટેશને ક્મ્પ્લેઇન્ટ નોંધવામાં આવી. ક્મ્પ્લેઇન્ટ કરનાર – કોઈ નામ નહિ !!! ક્મ્પ્લેઇન્ટ લખનાર પણ અચંબિત. આવું કેવી રીતે હોય! તો જવાબ મળ્યો કે હોસ્પિટલ ના લોકો નામ નથી લખાવવા માંગતા.

અરુણા ના સગા માંથી કોઈ? ના, તે લોકો એમ કહે છે કે ‘જે બન્યું તે હોસ્પિટલ માં બન્યું છે માટે હોસ્પિટલ વાળા ક્મ્પ્લેઇન્ટ કરે’

પોલીસવાલો બોલ્યો ‘આવા લોકો હોય તો પોલીસ શું કરે!?’ ઠીક છે, સબ ઇન્સ્પેકટર લક્ષ્મણ નાઈક ના નામે ક્મ્પ્લેઇન્ટ લખો.

——————————————-

૨૮ નવેમ્બર ના આખા દિવસ દરમ્યાન અરુણા ની હાલતમાં કોઈ સુધાર નથી થતો બલ્કે, થોડો બગાડ જરૂર થાય છે.

ડો. સંદીપ અરુણા ના બેડ પાસે બેસી રહે છે.

પોલીસ હોસ્પિટલ ના સ્ટાફના નિવેદનો રેકોર્ડ કરે છે. ઇન્દર અને બીજા સફાઈ કામદાર સોહનલાલ ની અરુણા પ્રત્યે ની ખરાબ લાગણી ના ઉલ્લેખ ના કિસ્સા વર્ણવે છે. ડોગ લેબ ના કર્મચારી પણ સોહનલાલ ની ખરાબ કાર્ય પદ્ધતિ નો ઉલ્લેખ કરે છે અને, લેબ માંથી ડોગ ચેઈન ગુમ હોવાનું જણાવે છે….સોહનલાલ પણ સવાર બાદ ગુમ છે.

રાત્રે ૨ વાગે પોલીસ સોહનલાલ ને પુણે પાસે ના તેની સાસરી ના ગામથી ધરપકડ કરી મુંબઈ લઇ આવે છે.

૨૯ નવેમ્બર

અરુણા ની હાલત – ડામાડોળ જ છે.

નર્સો ની ૩ દિવસ ની હડતાળ ચાલુ જ છે. કે.ઈ.એમ. હોસ્પિટલ મ્યુનીસીપલ સંચાલિત હોઈ, ઘણા પોલીટીશીયન નર્સો ને સમઝાવે છે પરંતુ નર્સો માનતી નથી અને કહે છે કે ‘૩ દિવસ ની હડતાળ ચાલુ જ રહેશે અને તે દરમ્યાન તેઓ ફક્ત એક જ દર્દી ની દેખરેખ રાખશે – અરુણા શાનબાગ’

સોહનલાલ ના સ્ટેટમેંટ લીધા બાદ તેની મેડીકલ તપાસ કરાવાય છે જેમાં ખબર પડે છે કે તેના ગળા અને મોઢા ના ભાગે નખ ના નિશાન છે. સોહનલાલ ના નખ તો કાપેલા છે. પોલીસ સોહનલાલ ને લઈને સાંજે જ પુણે જવા નીકળી જાય છે જ્યાંથી, લોહી વાળા કપડા અને કુતરા ની ચેઈન કબજે લેવાય છે.

આખા ડીસેમ્બર મહિના દરમ્યાન અરુણા અર્ધ બેભાન જેવી સ્થિતિ માં રહે છે. તેની હાલત માં લગભગ કોઈ સુધારો નથી થતો.

૨૯ ડીસેમ્બર – ડો. દસ્તુર અરુણા ઉપર કેરોટીડ એન્જીયોગ્રાફી કરવા માંગે છે. કેરોટીડ એ, મગજ ની બન્ને તરફ આવેલી ધમનીઓ છે જેના ધ્વારા મગજ ને લોહી મળે છે. સોહનલાલે જયારે ડોગ ચેઈન અરુણા ના ગળે વીટાળી ત્યારે શ્વાસ નળી તો રૂંધાઇ જ હતી પરંતુ, શક્ય છે કે કેરોટીડ ને નુકશાન થયું હોય. કેરોટીડ અને શ્વાસ નળી બન્ને જોડાજોડ આવેલ હોય છે. કેરોટીડ ને કેટલું નુકશાન થયું છે અને તે નુકશાન દવા વડે સુધારી શકાય એમ છે કે નહી? આ સવાલો ના જવાબ માટે ડો. દસ્તુરે કેરોટીડ એન્જીયોગ્રાફી પ્લાન કરી હતી. પરંતુ અરુણા ના સગાઓ એ તે માટે જરૂરી પરમીશન આપવા ની ‘ના’ પાડી દીધી.

ડો. સંદીપે અરુણા ના ટેસ્ટ માટે સહી કરવાની તૈયારી બતાવી, ડીને આ પ્રસ્તાવ ને નકારી દીધો (ડો. સંદીપ કાયદેસર અરુણા ના પતિ ન હતા માટે)

૩૦ ડીસેમ્બર – અરુણાની કન્ડીશન માં પ્રથમ મોટો ચેન્જ! અરુણા હસવા નું શરુ કરે છે, લાંબા સમય સુધી હસવું, ચીસો પાડવી……પણ, આ બધી ક્રિયા નો અરુણા ના મોઢા ઉપર કોઈ પ્રભાવ ના દેખાયો!

૩૧ ડીસેમ્બર ૧૯૭૩ – ડો. સંદીપ આખો દિવસ અરુણાના બેડ પાસે ગુજારે છે.

આખા જાન્યુઆરી દરમ્યાન અરુણા ક્યારેક વોમીટ કરે અને ટ્યુબ ધ્વારા ખોરાક લીધે રાખે. અરુણા નું શરીર ‘ડીકોર્ટીકેટેડ પોશ્ચર’ (મુઠી વાળેલી, હાથ વળેલા અને છાતી પાસે, શરીર અક્કડ) માં રહે છે કારણ? મગજ ને થયેલું નુકશાન. અરુણા ની આંખો ખુલ્લી પરંતુ જોખમ સામે પાંપણ ની કોઈ મુવમેન્ટ નહિ…અવાજ ની દિશા માં ડોળા જરૂર ફેરવે, આને કોર્ટીકલ બ્લાઈંડનેસ કહે છે જેમાં આંખ ની અવાજ ને અનુસરવા ની કે અવાજ સામે રીફ્લેક્શ એક્શન ની સજ્જતા યથાવત રહે પરંતુ આંખ જોઈ ના શકે (જો કે જોવાનું કાર્ય મગજ કરતું હોય છે, જે અરુણા ના કિસ્સામાં ડેમેજ્ડ છે)

૩૦ જાન્યુઆરી – અરુણા ભાનમાં આવી જાય છે પરંતુ, હજી તે હજી, તેને અપાતા વર્બલ કમાંડ (આદેશ) નથી માની શકતી! આંખો ખુલ્લી – ચારે બાજુ જોતી અને હાથ પગ થોડા રીલેક્ષ થયા છે…..અને રડે છે.

એક જાનવર જેવા માણસ ના ગંદા દિમાગ ની, થોડી સેકન્ડ્સ ની કરતુત અને?

એક હસતી ખીલતી, જીવન ને માણતી સ્ત્રી, બની ગઈ એવું અસ્તિત્વ કે જેનું મગજ કાયમી નુકશાન પામ્યું છે અને આંખો ફરીથી ક્યારેય કશું જોઈ નહિ શકે! શું ભગવાન આટલો પણ ક્રૂર હોઈ શકે!!!!! આનો જવાબ કોઈની પાસે નથી.

સમય પસાર થઇ રહ્યો છે અરુણા માટે, ડો. સંદીપ માટે, અરુણા ના ભાઈ બહેન માટે.

ડો. સંદીપ એમ.ડી. ની પરીક્ષા પાસ કરી દાદર અરિયા માં પોતાનું કલીનીક શરુ કરી ચુક્યા છે પરંતુ અરુણા ને મળવા આવવાનું ક્યારેય નથી ‘ચુક્યા’.

હોસ્પિટલ ના ડીનને લાગે છે કે અરુણા ના થયેલા નુકશાન માટે કોઈ દવાની જરૂર નથી અને તેની હાલતમાં કોઈ પ્રકારે સુધારો લાવી શકાય એમ નથી. માટે તેમણે અરુણા ના ભાઈ અને બહેન ને રીક્વેસ્ટ કરી કે અરુણાને તેઓ એમના ઘરે લઇ જાય. બન્ને વ્યક્તિઓ એ અરુણા ને લઇ જવાનો ઇન્કાર કરી દિધો.

૨ ઓક્ટોબર ૧૯૭૪

સોહનલાલ ઉપર એપ્રિલ થી ચાલી રહેલા કેસનો ચુકાદાનો દિવસ. ચુકાદો શું આવે છે?!!!!!

૭ વર્ષ ની સજા, જેમાંથી અત્યાર સુધી કસ્ટડી માં ગાળેલા સમય ને બાદ કરી ને બચેલી સજા ભોગવવા નો ચુકાદો.

આ સજા માં

– ૧૦ વર્ષ ઓછા! કેમ? સોહનલાલે અરુણા સાથે કરેલા અકુદરતી અત્યાચાર નો પોલીસ રીપોર્ટ માં ઉલ્લેખ નહોતો.

– (દ્રૌપદી ની જેમ) અરુણા ની લજ્જા બેનકાબ કરવા માટે ૨ વર્ષ ની થવા પાત્ર સજા પણ નહી!! કારણ કે એનો ઉલ્લેખ પણ તપાસ માં નહોતો!

– કોઈ વ્યક્તિ, બીજી વ્યક્તિ ના મગજ ના કોષોને નુકશાન કરે તે માટે કાનૂન માં સજાની કોઈ જોગવાઈ નથી.

#############################

કે.ઈ.એમ. મ્યુનીસીપલ ની હોસ્પિટલ હોઈને, જેમ હંમેશા બને છે એમ જ સરકારી બાબુઓ અને રાજકારણીઓ એ હોસ્પિટલ ના હિત માં નિર્ણય લીધો – અરુણા ને કોન્વલેસંટ હોમ (આપડે સામાન્ય રીતે જેને ચેપી રોગ ની હોસ્પિટલ કહીએ છીએ તે)માં શિફ્ટ કરવી…

અરુણા ની પડખે કોણ આવ્યું? હોસ્પિટલ ની નર્સો, અને પરિણામ!! અરુણા નું શીફટીંગ રોકાઈ ગયું.

અરુણા ને શિફ્ટ કરવાનો બીજો પ્રયત્ન, સરકારી બાબુઓ અને રાજકારણીઓ એ કર્યો ૩૦ સપ્ટે. ૧૯૭૫ પરંતુ આ વખતે પણ તેમને પીછેહટ કરવી પડી..કેમ? તેમને રીપોર્ટ મળી ગયા હતા કે નર્સો કોઇપણ સંજોગો માં આ વાત નહિ માને.

૧૦ ફેબ. ૧૯૭૭ ના રોજ રાજકારણીઓ સફળ થયા અને અરુણા ને કોન્વલેસંટ હોમમાં મોકલી આપી

એક દિવસ કે.ઈ.એમ. ની અમુક નર્સો અરુણા ને જોવા કોન્વલેસંટ હોમ ગઈ અને ત્યાં તેની દશા જોઇને તાત્કાલિક સોશીયલ એક્ટીવીસ્ટ નો સમ્પર્ક કરી તેમના ધ્વારા લોકમત ઉભો કરી, રાજકારણી અને મ્યુનીસીપલ ઉપર દબાણ લાવ્યા. પરિણામે અરુણા શાનબાગ, એક્ઝેક્ટ ૧ મહિના બાદ ૧૦ માર્ચ ૧૯૭૭ ના રોજ પછી કે.ઈ.એમ. માં, પોતાની રૂમ માં આવી ગઈ – પોતાની સહકર્મચારી નર્સો, મેટ્રન અને ડોકટરો ની નિગેહબાની હેઠળ 🙂

આ એજ નર્સો હતી જે અરુણા ને નવડાવતી હતી, વાળ ઓળતી હતી, તેના નખ કાપતી હતી અને ક્યારેક, અરુણા ની આઈ બ્રો કરી આપતી, નેઈલ પોલીસ કરી આપતી :)…એ આશામાં કે ભલે અરુણા નું મગજ નુકશાન પામ્યું હોય, તેની લાગણીઓ જીવંત પણ હોય!!

અને ડો. સંદીપ ?

રોજ અરુણા ની મુલાકાત કરી તેની સાથે વાતો કરતા, રોજ તેના કપાળે ચાંદલો લગાવી દેતા!

૩૦ એપ્રિલ ૧૯૭૭

ડો. સંદીપ આજે અરુણા ને છેલ્લી વખત મળવા આવે છે અને જણાવવા આવે છે કે બીજા દિવસે ૧ મે ના રોજ તેઓ, કુટુંબ ધ્વારા નક્કી કરાયેલ એક મહિલા સાથે લગ્ન કરવાના છે અને હવે ક્યારેય અરુણા ને મળવા નહી આવે. અરુણા ની માફી માંગી તેઓ જતા રહે છે.

#############################

૧૯૭૭ થી ૧૯૮૯ દરમ્યાન અરુણા ના જીવન માં કોઈ મોટો ફેરફાર નથી થતો. પરંતુ તેની હાલત માં જરૂર ફેર પડતો રહે છે. તેની સાથે કામ કરી ચુકેલી મોટાભાગની નર્સ યા તો બીજે નોકરી માટે શિફ્ટ થઇ ચુકી છે અથવા તો લગ્ન કરી પોતાના સંસાર માં સેટ થઇ ગઈ છે. નવી ભરતી કરતી બધી ટ્રેની નર્સ ને ડ્યુટી જોઈન કરાવતા પહેલા અરુણા પાસે લાવવામાં આવે છે અને એની ઓળખાણ કરાવાય છે કે ‘આ આપણા માંની જ એક હતી’ (આ રસમ આજે પણ યથાવત છે).

૧૯૮૯ માં કે.ઈ.એમ. માં ડો. રાજેશ પરીખ આવે છે જેઓ તે સમયે ભારત માંના એકમાત્ર ન્યુરોસાઇકીયાટ્રીસ્ટ હતા. એમને હોસ્પિટલ ના ડીન તરીકે નીમવા અમેરિકા થી બોલાવવામાં આવેલ હતા. તેમની હથોટી હતી પેથોલોજી લાફ્ટર એન્ડ ક્રાઈંગ ને માપવાની, જેના વડે તેઓ દર્દી ને પહોચેલ આઘાત અને તેનું મૂળ વગેરે નો અભ્યાસ કરી, શું કરી શકાય તે શોધી શકતા.

પરંતુ, લાગે છે કે અરુણા ના નશીબમાં ફેરફાર નહી લખ્યો હોય.

એક તો જાણે કે, ડો. રાજેશ પરીખ પોતાની જગ્યા એ સેટ થાય, એ પહેલા જ તેમની જગ્યાએ એક રાજ્ય સરકાર ના સેક્રેટરી ની દીકરી ને નિમણુક આપી દેવામાં આવી (આ બહેન વળી થોડા સમય માં જ, અહી જલસા ભોગવી ઓસ્ટ્રેલીયા ભેગા થઇ ગયા) અને બીજું, કે અરુણા ના બ્રેઈન ને ડેમેજ થયે ૧૬ વર્ષ નો સમય વીતી ચુક્યો હતો 🙁

૧૯૯૦ ની સાલ, અરુણા માટે થોડી રાહત લઈને આવે છે ખરી. કેવી રીતે? સાલ ના અંત ભાગે, ડો. પ્રજ્ઞા પાઈ કે.ઈ.એમ. જોઈન કરે છે – ડીન તરીકે.

ડો. પાઈ એક ગુજરાતી છે (બાળકો ના ડોક્ટર) જેમણે એક કોંકણી ડોક્ટર સાથે લગ્ન કર્યા હોય છે.

ડો. પાઈ ની આંખ અને કાન એકદમ સતેજ હતા, ઝીણા માં ઝીણી ચીજ કે માહિતી તે પકડી લેતા.

ડો. પાઈએ ડીન તરીકે આવતા ની સાથે અરુણા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ડો. પાઈ અરુણા સાથે કોંકણી ભાષા માં વાત કરે….અરુણા પણ તેમની વાત – એક અશાંત પણ દુઃખી નહિ એવા બાળક ની જેમ સાંભળતી હોય!

ડો. પાઈ અરુણા માટે દાદર ના કોંકણી રેસ્ત્રો માં થી ફીશ-કરી મંગાવી તેને ખવડાવતા..અરુણા ને ફીશ-કરી ખુબ ભાવતી.

કે.ઈ.એમ. ની કેન્ટીન ના રસોઈયા કે ખબર પડી કે અરુણા માટે ફીશ-કરી બહાર થી આવે છે તો તેણે પોતે બનાવી ને મોકલવા ની ઓફર કરી, ડો. પાઈ એ તે માટે પૈસા આપવા ની વાત કરતા રસોઈયા એ ના પડી દીધી! ભાત સાથે મસાલેદાર સાંભર પણ પીરસવા લાગ્યો. અરુણા ના સ્વાદ ને નવ-જીવન મળ્યું અને કદાચ તેની જીવન સામે લડવા ની હિમ્મત ને પણ!

ડો. પાઈ ને એમના આસિસ્ટન્ટ રામ મલિક એક વખત પૂછે છે ‘ડોક્ટર, મને અરુણા ની કાળજી થાય છે. બિચારી ક્યાં સુધી દુઃખી થશે!!’ તો ડો. પાઈ જવાબ આપે છે કે, ગુજરાતી માં એક કહેવત છે ‘માંદગી શરીર નું કામ છે, મૃત્યુ સમય નો ધર્મ છે’.

ડો. પાઈ અરુણા માટે રેડિયો મંગાવી તેના રૂમ માં ભજનો અને બીજું સંગીત વાગે તેની કાળજી લે છે. અરુણા ને અભંગ (મરાઠી ધાર્મિક ગીતો) ખુબ ગમતા હોય છે.

ડો. પાઈ ના સમય માં ઘણા બહાર ના લોકો, અરુણા વિશે ક્યાંકથી વાંચી ને કે જાણી ને, તેને જોવા, મળવા કે કોઈક રીતે મદદ કરવા આવવા લાગ્યા. ડો. પાઈ આવા લોકોને પ્રેમથી ના પાડતા રહ્યા. અરુણા કોઈ શો-પીસ નથી.

#############################

ડો. રાજેશ પરીખ અને ડો. દસ્તુર ભેગા થાય છે અને અરુણા ના મગજ માં થયેલા નુકશાન ની તપાસ કરવા વિષે વિચારે છે.

ડો. દસ્તુર નો મત એવો હોય છે કે, અરુણા ના મગજ ને થયેલું નુકશાન ને વરસો થઇ ગયા. સામાન્ય રીતે મગજ ને જો ૩ મિનીટ સુધી ઓક્શીજ્ન ન મળે તો તેના કોષો નાશ પામતા હોય છે (૩ મિનીટ નો સમય એક સામાન્ય માપ છે) માટે હવે તેમાં ફેરફાર ને અવકાશ વધુ નથી. અને જે તે સમયે સી.ટી. સ્કેન નો વિકલ્પ પણ ઉપલબ્ધ નહોતો.

ડો. પરીખ ડો. દસ્તુર સાથે સહમત થાય છે પરંતુ એમનો પોતાનો મત એવો છે કે, આજે જયારે એમ.આર.આઈ. જેવી સગવડ ઉપલબ્ધ છે અને તે માટે ફક્ત ૨૦ મિનીટ જેટલો જ સમય લાગે છે, તો પ્રયત્ન કરવો જોઈએ. આના વડે અરુણા ના મગજ માં ક્યાં, કેટલું નુકશાન થયું છે તે જાણી શકાશે અને કદાચ, આપડે અરુણા ને થઇ રહેલી તકલીફ, અમુક અંશે ઓછી કરી શકીએ.

કે.ઈ.એમ. માં એમ.આર.આઈ. ની સગવડ ત્યારે પણ નહોતી માટે ડો. પરીખે અરુણા ને જસલોક હોસ્પિટલ માં લઇ જવાની વાત મૂકી. આમ કરવા માટે કે.ઈ.એમ. હોસ્પીટલે પરવાનગી આપવી પડે. અરુણા ને એમ્બ્યુલન્સ માં જસલોક લઇ જવી પડે.

કોઈ નહોતું જાણતું કે, ૨૭ વર્ષ બાદ અરુણા ને પોતાની રૂમ માંથી બહાર કાઢતા, સૂર્ય પ્રકાશ માં લાવતા, એમ્બ્યુલન્સ માં લઇ જતી વખતે હલન ચલન તેમજ રોડ ઉપર થતા વિવિધ અવાજો સાંભળી – તે કેવી રીતે વર્તશે? અથવા, આ બધાની તેના સ્વાસ્થ્ય ઉપર શું અસર થશે!!!?

અરુણા ની એમ.આર.આઈ. કરાવવા નું – કેન્સલ કરાય છે, અરુણા ના હિત માં!

#############################

આ લેખ માંનું સમગ્ર લખાણ, ‘પિન્કી વિરાણી’ (પત્રકાર) ધ્વારા લખાયેલ પુસ્તક “Aruna’s story’ માં આપવામાં આવેલ માહિતી, તારીખ, સમય, સ્થળ વગેરે ઉપર આધારિત છે. લેખની ભાષા મારી છે.

arunas-story

pinki-virani

લેખ માં આવતા મેડીકલ શબ્દો વગેરે ની માહિતી મેડીકલ સાઈટ્સ ઉપર થી લેવામાં આવેલ છે, જેથી અધિકૃત માહિતી આપી શકું.

પિન્કી વિરાણીએ અરુણા ઉપર લેખ લખ્યા બાદ, ઘણા લોકો તરફ થી જાણકારી અને મદદ માટે સમ્પર્ક કરાતા, તેના તંત્રી ને લાગ્યું કે અરુણા ઉપર એક પુસ્તક બનાવવું જોઈએ. તેથી, મહા મહેનતે બધી ડીટેઇલ ભેગી કરવામાં આવી અને આખી પ્રોસેસ દરમ્યાન લેખિકા, અરુણા ની હાલતથી એટલા હલી ગયા કે તેમણે, અરુણા માટે યુથેનેસીયા ની રીટ કરવાનું નક્કી કર્યું. ૨૦૧૦ માં રીટ કરી સુપ્રીમ કોર્ટ માં અને કોર્ટે જાન્યુ. ૨૦૧૧ માં કોર્ટે બોર્ડ ઉપર લઇ ૩ ડોક્ટર ની પેનલ ની નિમણુક કરી, અરુણા ઉપર રીપોર્ટ આપવા.

aruna-shanbaug-nat1

તબીબી રીપોર્ટ આવી ગયા બાદ સુણાવણી કરી, માર્ચ ૨૦૧૧ માં જજ માર્કન્ડેય કાત્જુ અને જજ ગ્યાનસુધા મિશ્રાએ પોતાનું જજમેન્ટ આપ્યું.

શું હતું એ જજમેન્ટ???

શું અરુણા ને ‘પોતાના મોત નો સમય નક્કી કરવાનો હક્ક’ મળ્યો?

વાંચો, સુપ્રીમ કોર્ટ નું યુથેનેસીયા ઉપર નું ફૂલ જજમેન્ટ.

http://indiankanoon.org/doc/235821/

સોહનલાલ ધ રેપીસ્ટ ઉપર લખાયેલ એકમાત્ર બ્લોગ

http://memoirsofria.blogspot.in/2011/03/where-is-sohanlal-bhartha-walmiki.html

અરુણા ઉપર લખાયેલ વિવિધ બ્લોગ અને લખાણ

http://writerzblock.wordpress.com/2011/03/10/what-a-wonderful-life-aruna-shanbaug/

http://www.blogher.com/rape-has-left-people-wishing-her-dead

http://www.blogher.com/frame.php?url=http%3A%2F%2Fkaleidoscopicdreams.blogspot.com%2F2008%2F02%2Faruna.html&_back=http%3A%2F%2Fwww.blogher.com%2Frape-has-left-people-wishing-her-dead

http://www.blogher.com/frame.php?url=http%3A%2F%2Fkaleidoscopicdreams.blogspot.com%2F2008%2F02%2Faruna.html&_back=http%3A%2F%2Fwww.blogher.com%2Frape-has-left-people-wishing-her-dead

http://www.blogher.com/frame.php?url=http%3A%2F%2Fmisty1986.wordpress.com%2F2006%2F08%2F18%2Frape-of-democracy%2F&_back=http%3A%2F%2Fwww.blogher.com%2Frape-has-left-people-wishing-her-dead

http://www.blogher.com/frame.php?url=http%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Farticleshow%2F1519056.cms&_back=http%3A%2F%2Fwww.blogher.com%2Frape-has-left-people-wishing-her-dead

##############################

લગભગ ૫૭૦૦-૫૮૦૦ શબ્દો નો આ લેખ જો તમારી અંદર રહેલા માણસ ને જગાડવા સક્ષમ બન્યો હોય તો, તમને પોતાને એક વચન આપો કે ‘સ્ત્રી ઉપર થતા અત્યાચાર/રેપ ને રોકવા માં તમારાથી બનતી, બધી મદદ કરશો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Narendra Mistry

Narendra Mistry

પેટ્રોકેમિકલ એન્જીનીયર - વાંચન, મુવી, વાહન, પ્રવાસ વગેરે નો શોખીન અને વિજ્ઞાન, તકનીક તેમજ મેડીકલ/હેલ્થ ઉપર વાંચવા અને લખવાનો શોખ.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!