આઉટ ઓફ ડાયેટ

આ કાં વિશ્વાસ ના કરો ? સીરીયસલી આ વખતે કોઈ તરકીબ નથી …સાચે. બ્રેકફાસ્ટ માં આ વખતે બ્રેક. ડોન્ટ રન અવે. નથીંગ અબાઉટ ડાયેટ ધીસ ટાઇમ. બસ એક ટોપિક ઘણા વખત ઘણી વાર માઈન્ડ માં આવે છે. બાળકો ને મરાય? મારવા જોઈએ ક નહી એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે આપણે આપણા બાળકો ને મારવાની છૂટ?

સિક્કા ની બંને બાજુ વિચારીએ.પેરેન્ટિંગ વિશેની કોઈ ફિલોસોફી કે સાઈકીલોજીકલ થીયરી ની ચર્ચા ના કરતા ટેકનીકલી અને પ્રેક્ટીકલી વિચારીએ.
ભગવાન કોઈ પણ દંપતિ ને બાળક સાથે જવાબદારી આપે છે.બાળક નું ભરણ પોષણ,શિક્ષણ, આરોગ્ય ની સાથે એની ખુશીઓ અને મરજીઓનું ધ્યાન રાખવાનું પણ એમાં આવી જતું હોવું જોઈએ. જન્મ સાથે કોઈ ચેક લીસ્ટ તો બાળક સાથે આવતું નથી પણ આ આપણી સામાન્ય ફરજો છે.તો સામે બાળક પર આપનો હક પણ થયો? વેલ માનવ સહજ ડોમીનંસ તો પેદા થાય જ.ભારતીય સંસ્કૃતિ માં માતા પિતા ને દેવો નું સ્થાન અપાય છે… સમાજમાં એના હિસાબે માતા પિતા સુપેરીયર પોઝીશન માં ઓટોમેટીક આવી જાય છે. એમાય પાછો બાળક નું સતત ધ્યાન રાખતા હોવાનો પારો શિક્ષિત વાલીઓ પર એટલો બધો સોલીડ ચડી જાય છે કે આપણે વાલી ઓછા અને બોસ વધુ બનતા જઈએ.

તો શું બાળકો પર આપણો કોઈ હક જ નહિ? મારી દ્રષ્ટી હક ખરો,પણ એ જોવાનો કે એને કોઈ તકલીફ છે ક નહિ, જો એ મુશ્કેલી માં હોય તો માર્ગદર્શન આપવાનો હક,એની સાથે રમવાનો અને એની લાઈફ એની સાથે એન્જોય કરવાનો હક, જેટલી થઇ શકે એટલી મદદ કરવાનો હક એની મરજી પર આપણી પોતાવાળી લાદવાનો કે એના બાળપણ પર તરાપ મારવાનો હક નહિ, એને સંભળાવ્યા કરવાનો કે મારકૂટ કરવાનો હક જરાય નહિ. જો એ આપણી સાથે સહમત ન હોય તો એને કન્વીન્સ કરવાનું, નહિ કે દર વખતે ધરાર શિસ્ત કે સંસ્કાર ને નામે એના પર આપણી ઇચ્છાઓ ઠોકી બેસાડવાની. જરૂરી એ પણ નથી કે એ દર વખત કન્વીન્સ થાય જ જો ના થાય તો આપણે ક્યારેક આપણે જતું પણ કરવું પડે.

ભગવાન આપણે બાળક ઉછેરવાનો મોકો આપે છે એ આપણા સદનસીબ છે નહીકે બાળક ના એ યાદ રાખવું પડે.બાળક કોઈ પણ હોય, એ મનમોજી અનર અળવીતરુ તો હોવાનું. એ એ જ તો એની બ્યુટી છે. નહીતો બાળક ને બદલે સીધાં અપ ટુ ડેટ મોટાં જ ન જન્મે?

હવે બાળક ધરાર લપસે એવી જગ્યા એ જવાની જીદ કરે, બિન જરૂરી વસ્તુઓ માટે કજિયા કરે, જરૂરી કામ સમયે મોબાઈલ ફેકી દે કે સ્કુલ બસ આવી ઉભી હોય ત્યારે જ નાકમાં કામો કાઢે, રોજ હોમ વર્ક ના સમયે બહાના બનાવે તો?તો સુ કરવું એનો કોઈ જવાબ મને હજુ સુધી મળ્યો નથી. આવે સમયે મરાઈ જતી ટપલીઓ ને ભગવાન માફ કરતા હશે એવું મારું અનુમાન છે!
વેલ મિત્રો આ બાબતે આપણે ચર્ચા ચાલુ રાખશું.તમારા આ બાબતે અભિપ્રાયો આવકાર્ય છે.

Leave a Reply

error: Content is protected !!