આમિર (+કિરણ) અને અસહિષ્ણુતા: ઇન્ટરવ્યુ સે ઇન્ટરવ્યુ તક

23ના રામનાથ ગોએન્કા એવોર્ડ સેરેમનીમાં તેની વાઈફના બી-હાલ્ફમાં જે તે નિવેદન આપ્યા બાદ શું થયું એ બધાને ખબર છે. ફેસબુક-ટ્વિટર પર લાખો ઉપરાંત પોતાના કે Shared વિચારો ફરતા થઇ ગયા. જેમાં ઘણા સિરિયસલી સિરિયસ તો અમુક એઝ ઓલ્વેઝ What Happenedની પરવા કર્યા વગર ચાલુ ટ્રેને ચડી જનાર હતા, પરંતુ ધીરે ધીરે સે શમતા જતા ઈંટોલેરન્સના મુદ્દા કેન્દ્રિત સવાલનો વાયા વાઈફ જવાબ આપીને શમતી આગને આમિરે શમતી આગને ફૂંક મારી સંકોરવાનું કામ કર્યું છે.

ફેસબુક-ટ્વિટર પર લાખો પોસ્ટ્સ ફરતી થઇ એ ઉપરાંત કોઈ ફિલ્મસ્ટારના વિરોધમાં લોકો તેના પોસ્ટર્સ બાળે કાં તો એમની ફિલ્મો જોવાનું બંધ કરી વિરોધ પ્રદર્શિત કરે (જેમ ઇન્ડિયાની હાર બાદ અમુક સમય માટે મેચો જોવાનું બંધ કરે કે વ્યસની લોકો પાન-મસાલા ખાવાનું બંધ કરે). ચલો આ તો સમજ્યા પણ આ વખતે લોકોએ પ્રોટેસ્ટ માટે એક નવતર નુસ્ખો “ઓન એર” લાવ્યો છે જે છે “એપ વાપસી”નો અને ખાસ્સો હીટ (ઓબવિયસલી) પણ ગયો છે.

આ નુસ્ખો છે આમિર ખાન જેને એન્ડોર્સ કરે છે એ સ્નેપડીલ એપ. યેસ, આમિરના નિવેદનની ભોગ બની છે સ્નેપડીલ. દિલ કી ડીલના સ્લોગન સાથે આમિરને ચમકાવતી આ એપને હાર્ટ-એટેક આવે એ રીતે લોકો પોતાના મોબાઈલમાંથી એપ અન-ઇન્સ્ટોલ કરવા માંડ્યા છે, ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર પર લટાર મારશો તો ઢગલો “૧ સ્ટાર” અને આગબબુલા કમેન્ટ્સ જોવા મળશે. જુઓ આ પિક.

Snapdeal Aamir

લેટ્સ સ્વિચ ટુ ધ મેઈન પોઈન્ટ. 23ના આમિરના ઇન્ટરવ્યુમાં અચાનક એવું તે શું તત્વ ઘુસી ગયું કે એને અને એની વાઈફને ઇન્ડીયા ઈંટોલેરંટ લાગવા માંડ્યું! કારણ કે બરાબર ૧૨ દિવસ પહેલા ૧૧ નવેમ્બરના રોજ શેખર ગુપ્તાને આપેલ ‘વોક ધ ટોક’ ઇન્ટરવ્યુમાં (થેન્ક્સ ટુ નલીન કોહલી’સ કમેન્ટ ઓન ન્યુઝ અવર) એમને આવનાર દિવસો/વર્ષોમાં એક આશાનું ‘કિરણ’ દેખાતું હતું અને પોઝીટીવ ઍટ્મસ્ફિઅર ઉભું થઇ રહ્યું હોય એવું લાગતું હતું તો આ અચાનક બાર દિવસમાં શું થઇ ગયું! ‘વોક ધ ટોક’ ઈન્ટરવ્યુંમાં જ આ વાતનો જીક્ર કેમ ના થયો કે હાલના ૬-૮ મહિનાથી મારી પત્ની ફીલબેડ ફેક્ટર ફીલ કરે છે!

http://goo.gl/ppxwxm લિંક પર એનડીટીવીનો વિડીઓ જુઓ અને ૪૧મી મિનિટે સ્લાઈડર ઘુમાવો.

23ના આમિરના સ્ટેટમેન્ટની વાત કરીએ તો આવું કૈક હતું.

“હા, વાતાવરણ બદલાયું છે, છેલ્લા કેટલાય સમયથી આવું ફિલ થાય છે, મારે પત્ની કિરણ સાથે થયેલ વાત-ચીતમાં એમને કીધું પણ ખરું કે શું આપણે ઇન્ડિયાની બહાર સેટલ થવાનો વિચાર કરવો જોઈએ! આપણા તેમજ આપણા બાળકોના ભવિષ્ય ખાતર! એ તો હાલમાં ન્યૂઝપેપર વાંચતા પણ ડરે છે.”

આમિરના આ રીમાર્ક પર વાંચો Adhir News Networkના આ અફલાતૂન “ફેક” ન્યુઝ:

આમિરના નિવેદન બાદ મોટો ખુલાસો, હાલ સુધી કિરણ રાવ છાપા ના વાંચતી હોવાનું બહાર આવ્યું.

વન મોર ટાઈમ, શેખર ગુપ્તાને આપેલ ટીવી ઈન્ટરવ્યું બાદ ભારતમાં આમિર અને કિરણને એવું તે શું દેખાયું કે બિસ્તરાં-પોટલા બાંધવાનો વિચાર પણ આવી ગયો!

ચાલો માનીએ કે તાજેતરમાં બનેલ શાહી કે દાદરી બનાવ હોય કે પછી એવોર્ડ વાપસી કે પછી આ બધા પર કેન્દ્ર સરકાર સાથે જોડાયેલ નેતાઓનો બેફામ વાણીવિલાસ જવાબદાર હોઈ શકે, પરંતુ…

શાહી કે દાદરી એક્શન/રિએકશનનું પરિણામ છે અને હા ધર્મ કે સંપ્રદાયને નજરમાં રાખીને આવા બનાવો ના બનવા જોઈએ પરંતુ સાવ એવું જ નથી કે છેલ્લા ૬-૮ મહિનામાં જ આવું બધું બન્યું છે, શીખોના કત્લેઆમ થી માંડીને ૨૦૧૩ના મુઝફ્ફરનગરના દંગલ વાયા કશ્મીરી પંડીતોની હત્યા અને ઈમરજન્સી…આ બધું કઈ અંગ્રેજોના જમાનામાં તો બન્યું નહોતું!

અને આ એવોર્ડ વાપસી તો એક તરકટ જ હોય એવું સ્પષ્ટપણે લાગે છે કે જે બિહાર ચૂંટણીના રિઝલ્ટ્સ બાદ “ઓટોમેટિક” ઓલવાઈ ગયા. અને દાદરી બાદના અમુક બનાવો પણ “પોલીટીકલી પ્લાન્ડ” હોય એવું જ લાગ્યું અને બેફામ વાણીવિલાસ તો બધા પક્ષમાં છે, હતા અને રહેવાના જ. આમને ફેવિકોલનો કોઈ જોડ કામ લાગે એમ નથી.

આમિરના નિવેદન બાદ અમુક વર્ગનું કહેવું એમ છે કે એ તો એક્ટર છે કે કારણ વગરનો આમાં ફસાઈ ગયો. સમથિંગ લાઈક ખાન હોવાને લીધે પણ.લેકિન, કિન્તુ, પરંતુ બંધુ વાતના મૂળમાં જઈએ તો બિલકુલ એવું નથી જણાતું, કારણ કે મિ. પરફેકટનિષ્ટ એ વાયા “અતુલ્ય ભારત” દેશને રીપ્રેઝન્ટ કરતો મજબુત ચહેરો છે, અને આ જ એડ્સ દ્વારા ભારતના લોકોને ભારત માટે તેમજ આમિર માટે માન વધે એ સ્વાભાવિક છે, અને આ જ સેમ ટુ સેમ ચહેરો સત્યમેવ જયતે પરથી વાયા ડીડી નેશનલ દ્વારા છેવાડાના લોકો સુધી પોપ્યુલર બન્યો છે, પ્લસ આ જ ચેહરા માટે લોકોએ ટિકિટના રેગ્યુલર ભાવ કરતા વધારે કાઢીને ધૂમ-૩ જોઈ હોવાના દાખલા છે. એટલે ‘ખાન’ હોવાને લીધે વિવાદમાં ફસાયો છે કે લોકો તૂટી પડ્યા છે એવું પણ નથી.એમની આટલી સ્ટ્રોંગ ઈમેજને લીધે આવા બેજવાબદારી ભર્યા નિવેદનો કરે તો દેશની ઈમેજને અસર પડે જ ચાહે એ એમની વાઈફે જ કેમ ના કરેલું હોય. (હા ફરદીન ખાન કે ઝાયેદ ખાન હોય તો વાત અલગ છે – કર્ટસી: દિવ્યાંશ પરમાર)

આમિરના આ અવતુલ્ય નિવેદન બાદ રિશી કપૂરે ટ્વિટર પર બહુ સરસ વાત કહી, એમણે કહ્યું કે.

Mr. & Mrs. Khan. When things are going wrong and the system needs correction, repair it, mend it. Don’t run away from it. That is Heroism!

સાચી વાત છે, રંગ દે બસંતીના આવા જ કૈક ડાયલોગ સાથે આમિરનો કાન આમળીએ તો ખોટું નહી, કારણ કે એમના જ કહેવા મુજબ પરિસ્થિતિભી ભાગવા કરતા પરિસ્થિતિનો સામનો કરતા કે તેને બદલતા શીખવું જોઈએ, અને ડીટ્ટો વાત આમિરે એના લોંગ રનિંગ શો સત્યમેવ જયતેમાં પણ શીખવાડેલી. તો શું જ્ઞાન દેનાર ગુરુ ખુદ શિક્ષાવિહીન થઇ ગયા!

ટ્વિટર પર રિશી કપૂરના આ માય ફેવરિટ ટ્વિટ ઉપરાંત અનુપમ ખેર, પરેશ રાવલ, રવિના ટંડન, રામગોપાલ વર્મા સહિતના ફિલ્મી લોકોનો સેમ મત હતો કે અચાનક આમિરને કમળો ક્યાંથી થઇ ગયો! ભારતમાં ઘણું બધું પીળું દેખાવા લાગ્યુંને છોડવા સુધીના વિચારો આવી ગ્યા!

તો સામે છેડે રાહુલ ગાંધી, કેજરીવાલ સહિતના “બ્લાઈંડ” નેતાઓએ સરકાર મૌકે પે ચૌકા મારવાની શરૂઆત કરી દીધી. પોતાના ‘ટાઈમ’માં સ્કેમ વિષે મોં માં મગ ભરનાર અને નિર્ભયાના કેસમાં દિવસો સુધી ગાયબ રહેનાર પપ્પુનું પંદર કલાકમાં આમિરને સપોર્ટ કરતું ટ્વિટ પણ આવી ગયું. (અને આ પપ્પુ લાસ્ટ ટાઈમ કોન્ફરન્સના બહાને ૬૦ દિવસ ક્યા ગાળી આવ્યો એ જાણવું હોય તો ઇન્ડિયા ટુડેનો રીપોર્ટ જોઈ કાઢો ઓનલાઈન કે ટીવી પર.)

અને બાબુ મોશાય, આ કેજરીવાલ સાહેબ તો પોલિટિક્સમાં આવ્યા પછી તો જાણે જાતિ જ ચેન્જ કરી નાખી હોય એવું લાગે છે.લાલુ સાથે હાથ મિલાવીને હગ કર્યા બાદ એવું કહે છે કે એ તો લાલુએ પોતાના તરફ ખેંચ્યો એટલે. ભાઈ, સખા, બંધુ તમે કોઠામાં પણ જાવ તો ત્યાં પણ તમને ખેંચે જ, એવી કમેન્ટ ના મારે કે આ સ્કુલ બસ હોવાથી આપનું વાહન દસ ફૂટ દુર રાખો.

પિકે જેવી ધર્મની ફીરકી લેનારી મુવીમાં પણ લોકોએ સીટીઓ મારીને તેમજ તાળીઓ પાડીને વધાવી હતી. અન્ય કોમના એક-બે રીમાર્કસને બાદ કરતા મેજોરીટી કોમને ધ્યાનમાં રાખી હિંદુ દેવી-દેવતાઓ પર લાફ્ટર પેદા કરી ફિલ્મે તગડી કમાણી કરી હતી. જો કે હું આનો સંપૂર્ણપણે વિરોધી નથી પણ, એટલું વિચારવાનું જરૂર આવે કે સેમ કાઈન્ડ ઓફ મુવી અન્ય કોમના અવળા રીમાર્કસ સાથે ઇસ્લામિક સ્ટેટ્સમાં રીલીઝ થઇ શકે! અરે એકાદ-બે ડાયલોગ્સ ભી આમ તેમ હોય તો ફિલ્મની રીલીઝ બાજુના દેશમાં સ્ટોપ થઇ જાય, પછી ફૂલ લેન્ગ્થ મુવીની તો વાત જ ક્યા કરવી!

પૂરું કરતા પહેલા એટલું કહીશ કે જ્યાં સુધી સાચા હિંદુઓ અને સાચા મુસ્લિમો આ દેશમાં છે ત્યાં સુધી ભારત સહિષ્ણુ હતો, છે અને રહેશે.

લાસ્ટ લાઈન્સ.
———–
સરહદ પર ફાયરીંગના બનાવો સાથે સાથે બીસીસીઆઈ ભારત-પાક. ક્રિકેટ સિરીઝ માટે આટલા ઉધામા નાખતી હોય તો આપણે કેટલા સહિષ્ણુ કેવાઈએ!

——————
હર હમેશની આવતા રહેતા ઓપન-લેટરની જેમ શેફાલી વેદ્યનો આ ઓપન લેટર જેવી પોસ્ટ વાંચવા જેવી: https://goo.gl/RBTG9a

આ રહ્યા ફિલ્મી કલાકારોના અમુક ટ્વિટસ.
[one_half]


[/one_half]
[one_half last=last]


[/one_half]

Leave a Reply

error: Content is protected !!