મહાકવિ કાલિદાસ ની ચતુરાઈ – વાંચવા જેવી બોધકથા

મહાકવિ કાલિદાસ રાજા વિક્રમાદિત્યનાં મુખ્ય દરબારી હતાં. એક વખત રાજાએ તેમને એક પ્રશ્ન પૂછ્યો.

“મહાકવિ, તમે ખુબ જ વિદ્વાન છો પરંતુ તમારૂ શરીર તમારી બુદ્ધિ અનુસાર સુંદર નથી. એનું શું કારણ?”

કાલિદાસ તે સમયે ચુપ રહ્યાં અને ચર્ચા ત્યાં જ સમાપ્ત કરી. એક દિવસ મહારાજાએ પોતાના સેવક પાસે પીવાનું પાણી મંગાવ્યુ. કાલિદાસનાં નિર્દેશ મુજબ સેવક બે અલગ-અલગ વાસણમાં પાણી લઈ આવ્યો. એક વાસણ સામાન્ય માટીનું હતુ અને બીજુ બહુમૂલ્ય ધાતુથી બનેલુ હતુ. મહારાજાએ આશ્ચર્ય સાથે આ રીતે પાણી લાવવાનું કારણ પુછ્યું ત્યારે કાલિદાસે રાજાને બન્ને વાસણમાંથી પાણી પીવા આગ્રહ કર્યો.

મહારાજાએ એ પ્રમાણે જ કર્યું.

થોડા સમય બાદ કાલિદાસે મહારાજાને પુછ્યું, ” મહારાજ, આ બન્ને વાસણમાંથી ક્યાં વાસણનું પાણી તમને વધું શીતળ લાગ્યું ?”

“અવશ્ય માટીનાં વાસણનું”, મહારાજાએ ખુબ સરળતા થી જવાબ આપ્યો.

કાલિદાસ હસ્યાં અને બોલ્યા, ” મહારાજ, જે રીતે પાણીની શીતળતા વાસણ પર નિર્ભર નથી એવી જ રીતે બુદ્ધિની સુંદરતા શરીરની સુંદરતા પર નિર્ભર નથી હોતી.”

રાજાને એમનાં સવાલનો જવાબ મળી ચુક્યો હતો.

ભાવાનુવાદ : ઈલ્યાસભાઈ

સોર્સ: “વાર્તા રે વાર્તા” – ગુજરાતી વાર્તાઓ ની ફ્રી એપ્લીકેશન. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!