જાત ભાતની વાત
જમતા પહેલા થાળીની ફરતે પાણીની ધાર કરવી એ શું ધાર્મિક રીતે જરૂરી છે? – જાણો સાચું તર્ક

જમતા પહેલા થાળીની ફરતે પાણીની ધાર કરવી એ શું ધાર્મિક રીતે જરૂરી છે? – જાણો સાચું તર્ક

અમે બધા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા પછી એમણે હાથ માં તાંબા ની લોટી માંથી જળ લીધું અને પોતાની થાળી ફરતે તે પાણી ની ધારાવળી ફેરવી. ડાઈનિંગ ટેબલ પરની મોંઘી મેટ થોડી પલળી. એકા બે ચહેરાઓ પર અણગમતી રેખાઓ ઝબકી ગઈ એ અનાયાસ મારી નજર માં આવ્યું. પછી બધાએ હાથ જોડી પ્રભુનો આભાર માન્યો. નાઉ યુ કેન સ્ટાર્ટ યોર ડિનર , એ બોલ્યા. આખો ઘટના ક્રમા નિહાળ્યા પછી મેં તેમને પુછ્યું , આન્‌ટી  આપ તો  હજુ જાણે કાલે જ ગામડે થી અમેરિકા ની ધરતી પર પગ મુક્યો હોય તેવુ લાગે. તેમણે પુછ્યું એવું કેમ? મેં કહ્યું આ પાણી ની ધારાવળી ,, મને વચ્ચે થી અટકાવી ને તે બોલ્યા અરે બેટા, આ તો આપણો ધરમ છે એ કેમ ભુલાય? અમેરિકા આવી ગયા એટલે શું ધરમા ભુલી જવાનો?  આ બધા ને એ દેસીવેળા લાગે પણ હું હજુયે પરંપરા ભુલી નથી .

મને જરા હસવુઆવી ગયું જમતાં જમતાં જ મેં તેમનાવખાણ કરતાં કહ્યું વાહ,, તમે તો ખરેખર નિષ્ઠા પુર્વક ધર્મ આચરણ કરો છો. પણા મને એ તો સમજાવો કે આમ થાળિ ફરતુ પાણી ઢોળવા નું કારણ શું? હવે એ થોથવાયા. બેટા, એમાંએવુ છે કે મારાદાદી, મારિ માં , સાસુમાં બધાજ આમ કરતાં અમે ગમડે રહેતા ત્યાર થી.

જુઓ હું તમને સમજાવુ કે તમે ગામડે રહેતા ત્યારે એટલે કે ૫૦ વર્ષ પહેલાંતમે આમ કરતા હતા તે એકદમ યોગ્ય જ હતું . કારણ કે એ સમયે ગામડા માં ગાર માટી ના લીંપેલા ઘરો હતાં, મોટા ફળિયા માં ગાય, ભેંસ ,બકરા જેવા પશુ ઓ બાંધેલા હોય, બાજુમાં તેમના ઘાંસ ચારા નો ગંજ ખડકેલો હોય,છાણા થાપેલા હોય, બળતણના લાકડા નો ભારો પણ પડ્યો હોય, ખુલ્લી ઓંસરી હોય, એટલે સંધ્યા ટાણે કેટલાંય ઝીણા ઝીણા જીવજંતુ , કીડી મકોડાઓ ફરતા હોય, વળી એ સમયે દિવા કે ફાનસ ના અજવાળે બધા નીચે જમીન પર બેસી ને જમતાંહોય. જો ધ્યાનરાખવામાં ના આવે તો તે જીવજંતુ તમારીજમવાની થાળી માં પણ પહોંચી જાય. આવુ ન થાય તે માટે થાળી ને જમીન થી થોડી ઉંચી પાટલા પર રાખીને ફરતેપાણી ની ધારાવળી થી કુંડાળુ કરી દેતા હતા જેથી જીવજંતુઓ પ્રવેશે નહી અને તમે શાંતિ થી જમી શકો.

બોલો આમાં  ક્યાં ધર્મ આવ્યો? આ માત્ર આચરણ જ હતું જેતે સમયે તે કરવું જરૂરી હતું તેથી તેને ધર્મસાથે જોડી દેવામાં આવ્યું. એટલેલોકો ફરજીયાત તેનું પાલન કરે.જ્યારે અહિ તો તમે એરકંડિશંડ રૂમ માં  ટેબલ પર બેસી ને જમો છો. અહી ક્યાંજરૂર છે પાણી નું કુંડાળુ કરવાની ? હવે સમજ્યા?

હા, જમતાં સમયે ઈશ્વર ને પ્રાર્થના કરીએ એ ખૂબ સારી વાત છે.

અને આમ વાર્તા વિનોદ કરતાં અમે ડિનર પુરૂ કર્યુ. એ બોલ્યા કાલ થી આ ત્રાંબાલોટી ડાઇનિંગ ટેબલ પર ન મુકતાં, હવે તેની જરૂર નથી. ગામડે જઈશુ ત્યારે વાત.

મેં કહ્યું આન્‌ટી, હવે તો ગામડે પણ સિમેંટ કોંક્રિટ ના મકાનો છે અને વિજળી ત્યાં પણ આવી ગઈ છે. ત્રાંબાલોટી ની એવી જરૂર ત્યાંય નહિ પડે,

અને બધા હસી પડ્યા..

– આરતી રાઠોડ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

error: Content is protected !!