વિટામિન She – RJ ધ્વનિતનું મુવી એનર્જી આપશે કે પછી માથા નો દુખાવો પતાડવા ક્રોસીન આપશે?

RJ થી ફિલ્મ એક્ટર બનવાનો ઈતિહાસ સુનિલ દત્ત થી આયુષ્માન-મનિષ પૌલ-અપારશક્તિ ખુરાના (‘દંગલ’ યાદ કરો) સુધી જાય છે! ધ્વનિત ઠાકર અમદાવાદમાં સેલેબ્રિટી RJ ધ્વનિતનાં નામથી જાણીતા છે અને ભાગ્યે જ કોઈ અમદાવાદી હશે જેણે ધ્વનિતનો અવાજ સાંભળ્યો ન હોય! પણ એક પોપ્યુલર RJ સારા એક્ટર પણ હોય, અને લોકોને એટલી જ સ્ટ્રોંગ અપીલ કરી શકે એ અલગ ડિસ્કશન છે. તો ‘Vitamin She’ જોયા પછી આ રહ્યો મારો ૧૦૦% ઓરિજિનલ અને અંગત અભિપ્રાય….(એઝ યુઝવલ, હું ક્યારેય કોઈ ગુજરાતી કે હિન્દી ફિલ્મની પોસ્ટ કે આર્ટિકલમાં બધા જ ઇન્ટરનલી દોસ્ત હોવા છતાં કોઈને ટેગ નથી કરતો કે પરાણે વંચાવતો). ગઈકાલે પ્રીમિયરમાં ફિલ્મ જોયા પછીનો આ અભિપ્રાય શક્ય એટલો બેલેન્સ્ડ છે એની ખાતરી!

PLUS POINTS:

૧. જબરદસ્ત સંગીત, ૬-૬ ગીતો હોવા છતાં એક થી એક ચઢિયાતા, મારું ફેવરિટ એવું ‘માછલીઓ ઉડે’ વિષે તો મેં વિગતે પોસ્ટ શેર કરેલી…સાઉથ ઇન્ડિયન કોરિયોગ્રાફર હોવાથી ‘એવી રીતે પ્યાર કરે છોકરી’નો ડાન્સ પણ ધમ્માલ છે! ફુલ ક્રેડિટ ગોઝ ટુ મેહુલ સુરતી….
૨. અમદાવાદનાં જ લોકેશન્સ હોય અને ધ્વનિતે અગાઉ ગાયા પણ હોય છતાં અમદાવાદ વિષે ફરી કોઈ એન્થમ કે સોંગ નાં બનાવીને બહુ જ સારો નિર્ણય લેવામાં આવ્યો!
૩. નેગિંગ અને ‘મહાટેન્ટરમ ખોર’ ગર્લફ્રેન્ડની વાત એકદમ કન્ટેમ્પરરી અને બિલીવેબલ લાગે, આ ‘લાસ્ટ સીન થી ટેગ થી શોપિંગ’ જ તો આજની મુળભુત સમસ્યાઓ છે! અહીં પણ એ કનેક્ટ બેસાડવામાં ફિલ્મ સકસેસફુલ રહી છે!
૪. ધ્વનિતની કેમેરા પ્રેઝન્સ અને ગીતો રિલીઝ થયા પછી એનાં વિષે ભલે સોશિયલ મીડિયા અને ઓફલાઈન પણ લોકો એ મિક્સ્ડ રિસ્પોન્સ આપ્યો હોય, છતાં પહેલી ફિલ્મ જેવું લાગતું નથી, મને પર્સનલી ગમ્યું, ધ્વનિત એ હજુ નવી ફિલ્મો કરવી જ જોઈએ! એમ પણ મલ્હાર-પ્રતિક-દિવ્યાંગ-અમિત મિસ્ત્રી સિવાય ખાસ કોઈ હિરો યાદ આવતા નથી અત્યારે!
૫. સ્મિત પંડ્યા: ભાઈ આ માણસ ગજ્જબ છે! એક એક સીનમાં છવાઈ ગયા છે, એ પોતે પણ રેડિયો સિટી સાથે કામ કરી ચુક્યા છે, અને એક ટિપિકલ મફત સલાહકાર અમદાવાદી ‘વડીલ’ નાં પાત્રમાં જલસો કરાવે છે. 2×2 અને 1200 સ્ક્વેરફિટ નાં બ્રેકઅપ વાળો ડ્રિન્કિંગ સીન અદભુત!! સ્મિત પંડ્યાનું કોમિક ટાઈમિંગ ગજ્જબ છે….એક એક ડાયલોગ પર ઓડીટોરિયમમાં તાળીઓ પડી છે…અને કાલ થી પડશે..
૬. રઈશ મનીયારે લખેલા ગીતોમાં સ્લો બેલેડ એવું ‘પ્રેમની મસ્તી છવાતી જાય છે, કોઈ ગઝલ લખાતી જાય છે!’ ખુબ સરસ!

MINUS POINTS / DULL MOMENTS:

૧. ડબિંગ: સાહેબ મારા, ડબિંગમાં કેમ આટલું અંતર? લિપ સિંક સાવ આવું? અમુક ઠેકાણે તો શબ્દો અને હોંઠની મુવમેન્ટ વચ્ચે કોઈ જ તાલમેલ નથી આવતો…
૨. આટલા લાંબા સમય સુધી બનવા-રિલીઝ થવામાં વાર લાગવાનાં લીધે હશે કે કેમ પણ ધ્વનિત અને બીજા કલાકારોનો મેક અપ અને ઓવર ઓલ ગેટ અપ પણ અલગ અલગ લાગે છે!
૩. ‘પ્યાર કા પંચનામા’ની સતત યાદ આવે રાખે છે, પણ એનાં જ પહેલા ભાગની જેમ અહીં પણ પ્રોટાગોનિસ્ટ જિગર બધું કરેક્ટ તો કરી નાંખે છે પણ ક્લાઈમેક્સ એકદમ ક્લિશે લાગ્યો….
૪. આશિષ કક્કડ, રાજ વઝિર અને ખાસ તો કુરુશ દેબુ જેવા ધુરંધર કલાકાર પાસે ખાસ કંઈ કરવાનું આવ્યું જ નથી, એટલે એ મોમેન્ટ્સ વેડફાઈ ગઈ હોય એવું લાગ્યું!
૫. જિગર-શ્રુતિની કેમેસ્ટ્રી, બ્રેકઅપ સીન અને ઇવન ક્લાઈમેક્સમાં ફરી પેચ અપ જેવા સીન્સનાં રાઈટિંગ પર હજુ થોડું બારિક કામ થયું હોત તો વધુ મજા આવી હોત!
છતાં, એક વાર બિન્દાસ જોઈ શકાય, ધ્વનિત માટે, મેહુલ સુરતીનાં મ્યુઝિક માટે, અને કન્ટેમ્પરરી હળવીફૂલ થિમ માટે! ફૈસલ ભાઈ, ટેગ નથી કરતો પણ મસ્ત ડેબ્યુ! ફિલ્મ ‘દૌડ પકડ’ ની રાહ જોવામાં આવશે!!

– Bhavin Adhyaru

Leave a Reply

error: Content is protected !!