ટોક ટાઈમ
શેર બજારમાં ૫૦૦ રૂ. થી ૫૦૦૦ રૂ. બનાવનાર રાકેશ જુનજુનવાલા ની સફળતાનું રહસ્ય વાંચો

શેર બજારમાં ૫૦૦ રૂ. થી ૫૦૦૦ રૂ. બનાવનાર રાકેશ જુનજુનવાલા ની સફળતાનું રહસ્ય વાંચો

અવારનવાર આ શ્રીમાન વેપાર-ધંધાની ટીવી ચેનલ પર જોવા મળે છે. ઘણા ઈન્ટરવ્યુમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે એમણે રૂ.5000 માંથી 5000 કરોડ બનાવ્યા. એમનું નામ છે શ્રી રાકેશ ઝુનઝુનવાલા. રાકેશ ઝુનઝુનવાલા ભારતીય શેર બજારના કિંગ તરીકે ઓળખાય છે. તેઓ હોશિયાર રોકાણકાર અને વેપારી છે. ભારતીય શેર બજારના નીવેશ ગુરૂ તરીકે જાણીતા છે.
એમણે વર્ષ 1985 માં માત્ર 5000 રૂપિયાથી શેર બજારમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી અને આજે એ આંકડો રૂપિયા 8000 કરોડે પહોંચ્યો છે.

શરૂઆત (Beginning) :-

રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ 1960 ને મુંબઈમાં થયો હતો. જ્યારે રાકેશ 15-16 વર્ષના હતાં ત્યારે એનાં પિતાજીને શેર માર્કેટમાં થોડો ઘણો રસ હતો. પિતાજીને જોઈને રાકેશના મનમાં પણ રુચિ વધવા લાગી તો એક દિવસ રાકેશે પિતાજીને પુછ્યું કે ” આ શેર બજારમાં (સ્ટોક માર્કેટ) માં ભાવ ઉપર-નીચે કેમ થાય છે ?” તો રાકેશના પિતાજીએ કહ્યું,  “ન્યૂઝપેપર વાંચ્યા કર, જે કંપનીના સમાચાર હશે તે કંપનીના ભાવ ઉપર-નીચે થયાં હશે” આ રીતે રાકેશને શેર માર્કેટ વિશે પહેલી શીખ મળી.

એ જ ઉંમરમાં રાકેશને શેર માર્કેટમાં રસ જાગ્યો. તેઓ અલગ અલગ કંપનીઓ વિશે વાંચવા લાગ્યા અને જાણકારી મેળવતા ગયા. એમણે સ્નાતકની ડીગ્રી સિડનીહૈમ કૉલેજથી મેળવી હતી. રાકેશે પિતાજી પાસે શેર બજાર વિશે વધું જાણવાની કોશિશ કરી ત્યારે પિતાજીએ કહેલું કે, “તારે જે કરવું હોય તે કરજે પણ પહેલા પ્રોફેશનલ શિક્ષા પુરી કર”. એમણે ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ (CA) નો અભ્યાસ પૂર્ણ કર્યો.

પહેલું રોકાણ : રોકાણ માટે પૈસા નહતા

જ્યારે રાકેશે C.A. નો અભ્યાસ પૂરો કરી પિતાજીને કહ્યું કે મારે શેર બજારમાં જવું છે. ત્યારે પિતાજીએ ચોખ્ખું જ કહેલું કે ” એના માટે મારી પાસે પૈસાની અપેક્ષા નહીં રાખતો અને તારા મિત્રો પાસેથી પણ પૈસા માંગતો નહીં”

વર્ષ 1985 માં BSE સન્સેક્ષ 150 અંક ઉપર હતો ત્યારે તેઓ શેર બજારની દુનિયામાં આવી તો ગયા પણ ઈન્વેસ્ટ કરવા માટે પૈસા નહતા. તેમનાથી જેટલી બચત થઈ શકે એટલી કરી અને લગભગ 5000 રૂપિયા થી પહેલું રોકાણ કર્યું.

પહેલો મોટો ફાયદો (First big profit)

રાકેશે પોતાની આવડત અને મહેનતથી વર્ષ 1986માં પહેલો મોટો નફો પ્રાપ્ત કર્યો. એમણે ટાટા ટી કંપનીનાં રૂ.43 પ્રતિ શેર એવાં 5000 શેર ખરીદ્યા અને 3 મહિના પછી જ્યારે એ જ શેરનો ભાવ રૂ.143 થયો ત્યારે વેચી દીધાં. જેનાં લીધે રાકેશને પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો. ત્યારબાદ 1986 થી 1989 ની વચ્ચે રાકેશને 20 થી 25 લાખ રૂપિયાનો ફાયદો થયો.

રાકેશ એ 2002-03 માં ટાઈટન કંપનીના 6 કરોડ શેર રૂ.3 પ્રતિ શેરના હિસાબે ખરીદ્યા અને પછી એ શેરની કિંમત રૂપિયા 390 થય ગઈ. જેનાં કારણે એમનું રોકાણ 2100 કરોડને પાર થઈ ગયું.

સફળતાનો મંત્ર : અનુભવ

રાકેશજીનું કહેવું છે કે આપણાંથી થયેલ ભૂલોમાંથી જ આપણે વધું શીખી શકીએ. આગળ વધવા માટે હંમેશા પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને ભૂલમાંથી કંઇક નવું શીખતાં રહેવું જોઈએ. રાકેશજીનું માનવું છે કે રોકાણકાર હંમેશા કાચિંડા જેવો હોવો જોઈએ. રોકાણકારને રોકાણ કરતા પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે. રાકેશજીનાં કહેવા મુજબ – “શેર બજારમાં તેજીના સમયે બધાને ફાયદો અને મંદીનાં સમયે બધાને નુકશાન થતુ હોય છે. એટલે એ વસ્તુ વધારે મહત્વની નથી કે હું પૈસાદાર વ્યક્તિની યાદીમાં છું કે નહીં ! મારૂ સીધું અને સરળ સૂત્ર છે  “Buy Right and Hold Tight” મતલબ, યોગ્ય શેર ખરીદો અને એને પકડી રાખો.

રાકેશ ઝુનઝુનવાલાની સફળતા (Success) :

રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની મહેનત અને કાબેલિયત ના આધારે આજે એ મુકામ હાંસલ કર્યું છે કે એમનો પરિચય આપવાની કોઈ જરૂર રહેતી નથી. તેઓ શેર માર્કેટનાં કિંગ તરીકે ઓળખાય છે. આજે તેઓ  Aptech Limited અને હંગામા ડિજિટલ મિડિયા એન્ટરટેઇન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ના ચેરમેન છે.
જો કે શેર બજારમાં તેમને ઘણીવાર મોટા નુકશાન પણ થઈ ચુક્યા છે પણ એ ભૂલોથી જ એમણે સબક લીધો અને આગળ વધ્યા.
“ભાવનાત્મક રોકાણ (Emotional investment) શેર બજારમાં પૈસા ડુબાડવાનો સરળ રસ્તો છે.”

સંકલન – ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

error: Content is protected !!