જો તમારે ત્યાં મચ્છરનો ત્રાસ હોય તો ખુબ જ ઉપયોગી અને કામની માહિતી અચૂક વાંચશો

મચ્છર થી તમે અને તમારા બાળકો ને કેવી રીતે બચાવશો એના કુદરતી ઉપાયો અને તેનાથી ફેલાતા રોગો ડેંગયુ ,મેલેરીઆ સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધારનારા ઉપાયો જાણીએ .

ડેંગયુ ,મેલેરીઆ એ મચ્છર થી ફેલાતા સૌથી ખતરનાક રોગ છે . આ મચ્છર નાં કરડ​વા થી ફેલાતા રોગ છે એ આપણે બધા જાણીએ છીએ. મચ્છર આપણી અને બાળકો જોડે આવે જ નહી એવુ ક​ઈક કરીએ તો?. કેમકે અમુક વનસ્પતી હર્બની નજીક ફરક​વાનું મચ્છર પણ હિમ્મત નથી કરતા.

ખાસ કરીને બાળકોને બીજા બધા કેમીકલ યુક્ત ક્રીમો લગાવા કરતા આ કુદરતી ઉપાયો કર​વા સ્વાસ્થ્ય માટે વધું સારા છે.

 નીંબ(લીમડો) તેલ –

તમને થશે કે નીંબ તેલ કેવી રીતે મચ્છર ને દુર કરશે. તો કોપરેલ તેલ માં સમાન માત્રા માં નીંબ તેલ મીક્ષ કરી ને શરીર ના ખુલ્લા ભાગ હાથ પગ માં લગાવી દેવું . નીંબ તેલ પોતે એન્ટી બેકટરીઅલ ,એન્ટી ફંગલ ,એન્ટી વાઈરલ,એન્ટી પ્રોટોઝોઅલ એજન્ટ છે.નીંબ તેલ લગાવાથી તમારા અને બાળકો થી મચ્છર દૂર રહેશે.

નીલગીરી નું તેલ –

નીલગીરી નુ તેલ જે આપણે શરદી માં સુંઘીએ છીએ. નીલગીરી નુ તેલ પણ ત્વચા પર લગાવી દેવા થી મચ્છર ,જીવજંતુ જોડે આવશે નહી.

કપૂર –

કપૂર પણ જીવજંતુ દૂર કરી વાતાવરણ ની હ​વા સ્વચ્છ કર​વામાં શ્રેષ્ઠ છે. રૂમ માં બારી-બારણા બંધ કરી કપૂર ને બાળ​વું.મચ્છર રહીત વાતાવરણ કર​વા પંદર મીનીટ પછી રૂમ ખોલ​વો.

તુલસી –

હ​વે તો બહુજ સંશોધનો થ​ઈ ને સાબીત થ​ઈ ગયુ કે મચ્છર તુલસી થી દુર ભાગે.એટલે જે ઉંબરે તુલસી નો છોડ વાવતા એ ઘણુ ખરું વૈજ્ઞાનીક હતું .દર​વાજે ,બારીએ તુલસી ના છોડ ના કુંડા રાખ​વા.જેથી મચ્છર અંદર આવે જ નહી.

લસણ –

લસણ ની તીવ્ર ગંધ ના લીધે જ મચ્છર એનાથી દુર રહે છે.થોડીક લસણ ની કળી ઓ ક્રશ કરી ને પાણી માં ઉકાળી ને એ પાણી નો, જે રૂમ મચ્છર રહીત કર​વો હોય ત્યા છંટકાવ કરી દેવો.

લીમડા ના પાન –

લીમડા ના પાન એક સાધન માં એકત્રીત કરી જે રૂમ મચ્છર રહીત કર​વો હોય એને પંદર મીનિટ બંદ કરી અંદર આ ધુમાડો કરી દેવો.અનુભ​વ થી કહુ છુ કે પછી એ જગયા પર તમને મચ્છર મરેલા જોવા મળશે અને પછી પુરી સીઝન મા બીજા મચ્છર જોવા નહી મળે.કેમકે હ​વા મા લીમડા નો ધુમાડો ઉતપન્ન થતા જ એની વાસ થી મચ્છર સિવાય ના જીવજંતુ પણ જોવા નહી મળે .બીજા બધા જ મચ્છર દુર કર​વાના કેમીકલ સ્પ્રે વગેરેહ શ્વાસ વાટે જ​ઈને એલર્જી જન્ય રોગો ઉતપ્ન્ન તોહ કરે જ અને ફેફસા શ્વાસ નળી ના રોગો પણ ઉતપન્ન કરે.

તાવ ,શરદી સામે રક્ષણ આપી રોગપ્રતીકારક શક્તી વધારનાર અમુક અક્ષીર ઉપાય

તુલસી ના ૭ પાન ,કાળા મરી નુ ચુર્ણ ૪ ચપટીક ,સુંઠ ચુર્ણ 2 ચપટીક ,એક ચપટીક દેશી ગોળ .આ બધુજ ચાર કપ પાણી માં ઉકાળ​વું ,એક કપ વધે ત્યારે ગાળી ને ન​વસેકુ પી જ​વું .

સુંઠ ,દેશી, ગોળ દેશી ગાય નું ઘી સમાન માત્રા માં મિક્ષ કરી ને ચણા જેટલી ગોળી ઓ બનાવી સ​વાર સાંજ લેવી.ખાસ બાળકો ને આપ​વી .જેથી એમને કોઈ ઇન્ફેકશન જલ્દી થી લાગે નહી.

અરડુસી ના 5 પાન ,આખા ધાણા અડધી ચમચી ,કાળા મરી ચુર્ણ બે ચપટીક ચાર કપ પાણી માં ઉકાળ​વું એક કપ વધે એટલે ગાળીને ન​વસેકુ પી જવું.તાવ્,શરદી ,ખાંસી માં અકસીર છે .કેમકે અરડુસી શ્વાસ -ખાંસી ની શ્રેષ્ઠ ઔષધ છે.

રોજ હળદર વાળું દુધ પીવું .હળદર રોગ પ્રતીરોધક ક્ષમતા વધારનારું શ્રેષ્ઠ ઔષધ છે

– વૈદ્ય મિહિર ખત્રી (B.A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!