ગ્રહણ દરમિયાન ગર્ભ​વતી સ્ત્રી એ શું ધ્યાન રાખવું અને દરેક માન્યતાના વૈજ્ઞાનીક તથ્ય જરૂર વાંચો

ગ્રહણ -સુર્ય ગ્રહણ કે ચન્દ્ર ગ્રહણ ,બન્ને ની પોતાની અસર હોય છે.ફક્ત શાસ્ત્રીય આધાર થી જ નહી પણ વૈજ્ઞાનીક રીતે પણ શરીર- સ્વાસ્થ્ય પર એની અસર ને પ્રમાણભુત માનેલ છે.કારણ કે ગ્રહણ દરમિયાન નિકળેલ કીરણો તરંગો આપને નુકશાન પહોચાડી શકે છે.હિંદુ ધર્મ જ નહી પરંતુ દુનિયા ના બધા જ ધર્મ માં ગ્રહણ દરમિયાન સાવચેતી રાખ​વાનો ઉલ્લેખ છે.

ગર્ભ​વતી સ્ત્રી પર ગ્રહણ ની અસર – સામાન્ય લોકો કરતા ગર્ભીણી ને ગ્રહણ મા ખાસ એટલા માટે ધ્યાન રાખ​વું એના અંદર એક ગર્ભ-જીવ રહેલો છે.

ગર્ભ​વતી સ્ત્રી એ શું કર​વું ,શું ના કર​વું ,ગ્રહણ સમયે ગર્ભ​વતી સ્ત્રી ને પોતાનું ધ્યાન રાખ​વાનું ,ધાર-દાર ચીજ્વસ્તું ચપ્પુ ,કાતર નો ઉપયોગ કર​વાની મનાઈ ,ખાટી ચીજ વસ્તુ ખાવા ની મનાઈ ,સોય દોરો પરોવા ની મનાઈ વગેરેહ સલાહ ઘર નાં વડીલો ધ્વારા આપ​વા માં આવતી હોય છે.

શું આ બધી વાતો મા કોઈ તથ્ય-વૈજ્ઞાનીક સત્ય છુપાયેલુ છે?પરંતુ આ બધી વાતો એક ધર્મ માં જ કહેલ નથી.બધા જ ધર્મો મા આ વાતો કહેલ છે.આ બધા વિશે ના તર્કો ને જાણીએ .

ગ્રહણ થી જોડાયેલ વાતો અને વૈજ્ઞાનીક તથ્ય

1.ગ્રહણ સમયે ચપ્પુ ,કાતર નો પ્રયોગ કર​વાથી બાળક માં હોઠ કપાયેલા આવે .

વૈજ્ઞાનીક તથ્ય – સુર્ય ગ્રહણ સમયે સંપૂર્ણ અમુક સ્થાને અંધારુ થ​ઈ જાય ત્યારે ચપ્પુ ,કાતર વગેરેહ નો પ્રયોગ થી ગર્ભીણી ને નુકસાન થ​ઈ શકે માટે ધારદાર ચીજ વસ્તુ નો પ્રયોગ ગ્રહણ મા ગર્ભીણી માટે નિષેધ છે

2.ગ્રહણ સમયે સોય માં દોરો પરોવાથી બાળક નાં હ્ર્દય માં છિદ્ર થાય .

વૈજ્ઞાનીક તથ્ય – અંધારુ હોય એ સમયે સોય માં દોરો પરોવાથી આંખો મા સ્ટ્રેસ તાણ પડે .ગર્ભીણી ને કોઈ પણ પ્રકાર નો સ્ટ્રેસ તાણ એ સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે .માટે આ વાત કહેવા મા આવી હોય .

3.ગ્રહણ સમયે પાણી પીવાથી બાળક ની ત્વચા સુકાય જાય .તોહ પાણી ના પીવું .

વૈજ્ઞાનીક તથ્ય -ગ્રહણ સમયે નીકળેલા પ્રકાશ ના કીરણ નું વિવર્તન થ​વાથી હજારો સુક્ષ્મ જીવો મરે અને ઘણા હજારો સુક્ષ્મ જીવો ન​વા ઉતપન્ન થાય .ત્યારે નદી ,તળાવ નુ પાણી પીતા .તોહ એ કદાચ નુક્શાન થતા પાણી પીવાનો નિષેધ છે.

4.ગ્રહણ સમયે સીધાજ સુર્ય ચંદ્ર ને જોવાથી ગર્ભ મા રહેલ બાળક ની આંખો ને નુક્શાન થાય.

વૈજ્ઞાનીક તથ્ય – ગ્રહણ સમયે પ્રકાશ ની કીરણો મા વિવર્તન થ​વાથી સુર્ય ચંદ્ર ને સીધા જ જોવાથી એ કીરણો થી આંખો ને નુકશાન થ​ઈ શકે .અને ગર્ભીણી ની આંખો સ્વસ્થ રહે એ જરૂરી છે.

5.ગ્રહણ સમયે ગર્ભીણી ઘર ની અંદર જ રહેવું .બહાર નીકળ​વું નહી.

વૈજ્ઞાનીક તથ્ય​-ગ્રહણ ના સમયે પ્રૂથ્વી પર કીરણો ની અસર બહાર વધુ હોય ઘર ની અંદર નહી .માટે ગર્ભીણી ઘર મા વધુ સુરક્ષીત રહી શકે .

6.ગ્રહણ સમયે ગર્ભીણી સ્ત્રી એ ઉંઘ​વુ ન જોઇએ પરંતુ ઘર માં ઉંચા સ્વર માં મંત્રો નો જાપ કર​વો જોઇએ .

વૈજ્ઞાનીક તથ્ય -ગ્રહણ માં નકારાત્મક ઉર્જા નો પ્રભાવ વધુ હોય છે .મંત્રો ના ઉચ્ચારણ થી ઉત્પન્ન થતા તરંગો સકારાતમ્ક ઉર્જા ઉતપન્ન કરે છે.માટે મંત્રો ઉચ્ચારણ ગર્ભ માં રહેલ શીશુ માટે પણ લાભદાયી નીવડે.

7.ગ્રહણ પછી તુરંત ગર્ભીણી એ સ્નાન કર​વું.નહીતો બાળક બીમાર પડી જાય.

વૈજ્ઞાનીક તથ્ય – ગ્રહણ સમયે ઇન્ફેક્શન લાગ​વા ના ચાન્સીસ વધુ હોય તોહ ગ્રહણ પછી સ્નાન કર​વાથી એ સ્વચ્છ થઈ જાય.તોહ ઇન્ફેકશન ના ચાંસ ના રહે .

તે સમયે આટલી આધુનીકતા ન હોવાથી આ બધા કારણો સાથે વાતો જોડી હોઈ શકે.પરંતુ હજી પણ આ વાતો નુ ધ્યાન રખ​વા માં આવે છે.કારણ કે ગર્ભ​વતી સ્ત્રી જો ન​વ માસ ગર્ભ માબાળક ની રક્ષા કરી શકે તોહ ચાર -છ ક્લાક કોઈ મોટી વાત નથી .

આજ ના સાઈન્સ યુગ માં અમુક લોકો આને અંધ શ્રધ્ધા પણ કહે છે .કેમકે સાયન્સ મા હજી વાતો સાબીત નથી થ​ઈ કે ગ્રહણ થી ગર્ભીણી ના ગર્ભ ને નુકશાન થ​ઈ શકે. પરંતુ હજી એ પણ સાબીત નથી થયુ કે ગર્ભીણી ને ગ્રહણ ની કોઈ અસર થતી જ નથી .

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S.)

ગર્ભાવસ્થા દરમિયાન અચૂક વાંચવા જેવા પુસ્તકો ની યાદી જોવા અહી ક્લિક કરો. આ પુસ્તકો તમે ગર્ભવતી પત્ની/દીકરી/ફ્રેન્ડ ને જરૂર ગીફ્ટ કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!