ધર્મ તરફ
એકમાત્ર દક્ષીણ મુખી જ્યોતિલિંગ કયુ છે ખ્યાલ ના હોય તો જરૂર વાંચજો

એકમાત્ર દક્ષીણ મુખી જ્યોતિલિંગ કયુ છે ખ્યાલ ના હોય તો જરૂર વાંચજો

મધ્યપ્રદેશ ની રાજધાની ઉજ્જૈન માં મહાકાળેશ્વર આવેલ છે,

આ જ્યોતિલિંગ ની વિશેષતા એ છે કે આ જ્યોતિલિંગ  એકમાત્ર દક્ષીણ મુખી જ્યોતિલિંગ છે, આ મંદિર માં રોજ સવારે થતી ભસ્મા-આરતી આખા વિશ્વ માં પ્રસિદ્ધ છે. મહાકાળેશ્વર ની પૂજા આયુષ્ય વર્ધક અને જીવન માં આવતા સંકટ ને ટાળવા માટે છે. ઉજ્જૈન ના લોકો માને છે કે, મહાકાળેશ્વર એમના રાજા છે, અને ભગવાન મહાકાળેશ્વર તેમના જીવન માં આવતા દરેક સંકટ સામે રક્ષા કરે છે.

આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ માં આવેલ ઉજ્જૈન માં આવેલ છે, ઉજ્જૈન, પવિત્ર ક્ષીપા નદી ના તટ પર આવેલ છે, પ્રાચીન સમય માં ઉજ્જૈન ઉજ્જૈની ના નામ થી પ્રખ્યાત હતું, તે અવન્તિકા પૂરી ના નામ થી પણ ઓળખાતું હતું,આ ભારત ની સાત પુરીઓ માનું એક પવિત્ર ધામ છે. મહાભારત, શિવપુરાણ અને સ્કંદપુરાણ માં મહાકાળેશ્વર જ્યોતિલિંગ વિષે સવિસ્તાર માહિતી આપેલ છે.

પૌરાણિક કથા અનુસાર, વર્ષો પહેલા ઉજ્જૈન માં રાજા ચંદ્રસેન રાજ્ય કરતા હતા, એ પરમ શિવ ભક્ત હતા, એક દિવસ રાજા ચંદ્રસેન શિવ પૂજા કરતા હતા અને  શ્રીકર નામનો, ગોપ બાળક તેની માં સાથે ત્યાંથી પસાર થયો, તે રાજા નની શિવ પૂજા જોઇને ખુબજ પ્રભાવિત થયો અને તેને પણ આવી જ સામગ્રી થી પૂજા કરવાની ઈચ્છા થઇ.

પૂજા માટે સામગ્રી અને સાધનો ના મળવાથી ,રસ્તા માંથી એક પથ્થર ઉપાડી ને તેને જ શિવલિંગ તરીકે સ્થાપિત કરીને પુષ્પ ,ચંદન વગેરે વસ્તુઓ થી ખુબ જ શ્રધ્ધા થી પૂજા કરવા લાગ્યો, તેની માં તેને ભોજન માટે બોલવા આવી , તો પણ તે પૂજા છોડીને ભોજન માટે જવા રાજી ના હતો, અંત માં તેની માટે ખુબ જ ક્રોધિત થઇ ને તે પથ્થર ને ઉપાડીને ફેકી દીધો, આ વાત થી બાળક એકદમ દુખી થઇ ગયો અને જોર- જોર થી ભગવાન  શંકર ને પોકારી પોકારી ને જોર જોરથી, રોવા લાગ્યો. અને અંત માં બેહોશ થઇ ને પડી ગયો.

બાળક નો એટલો બધો પ્રેમ અને પૂજા જોઇને ભગવાન શંકર અતિ પ્રસન્ન થયા અને જેવો બાળક હોશ માં આવ્યો અને તેની આંખો ખોલે છે તો સામે એકદમ ભવ્ય શાળી અને રત્નો થી જડિત મંદિર જોવે છે.અને મંદિર ની અંદર ખુબ જ મોટી અને પ્રકાશપૂર્ણ અને તેજસ્વી જ્યોતિલિંગ જુવે છે, બાળક પ્રસન્ન અને આનંદ વિભોર થઇ ને ભગવાન શંકર ની પૂજા અર્ચના કરવા લાગે છે.

જયારે બાળક ની માતા ને સમાચાર મળતા તે બાળક પાસે દોડી ગઈ અને તેને ગળે લગાવી લીધો ,પાછળ પાછળ રાજા  ચંદ્સેન પણ ત્યાં પહોચી ગયા અને તેને પણ બાળક ની ભક્તિ અને પૂજા નું બહુમાન કર્યું અને ધીમે ધીમે ત્યાં ખુબ જ ભીડ તહી ગઈ તેવા માં હનુમાનજી પ્રગટ થયા અને તેને પણ કીધુ કે ભગવાન શંકર દેવો ના દેવા ને તરત જ તેના ભક્તો ને ફળ આપવા વાળા દેવ છે, બાળક ની ભક્તિ થી પ્રસન્ન થઇ ને ભગવાને એવું ફળ આપેલ છે, જે વર્ષો સુધી તપ સાધના કરતા ઋષિ મુનિ ઓને પણ નથી મળતું હોતું.

આ બાળક ની આઠમી પેઢીએ ધર્માત્મા નંદ ગોપ નો જન્મ થાશે, દ્વાપરયુગમાં ભગવાન શ્રી વિષ્ણુ, કૃષ્ણાવતાર માં અલગ અલગ પ્રકારની લીલા તેના ઘરે કરશે, આટલું કહી હનુમાનજી અંતર્ધ્યાન થઇ ગયા. શિવ ની પૂજા અને આરાધના કરતા કરતા , રાજા ચંદ્રસેન અને ગોપ શ્રીકર શિવ ધામ ને પામ્યા.

આ જ્યોતિલિંગ વિશે બીજી એક કથા એવી છે કે, વર્ષો પેહલા અવન્તિકા પૂરી માં વેદપાઠી અને તપોનિષ્ઠ એક બ્રાહ્મણ રેહતો હતો,એક દિવસ દુષણ નામક અસુર તેના તપ ને ભંગ કરવા માટે આવ્યો,બ્રહમાં જી પાસે થી વરદાન મેળવી ને તે એકદમ શક્તિશાળી થઇ ગયો હતો અને બધા જ લોકો તેના ત્રાસ થી ત્રાહી ત્રાહિ કરી રહ્યા હતા.

બ્રાહ્મણ ને કષ્ટ માં જોઇને ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા,ભગવાને તેના હુંકાર માત્ર થી જ તે અસુર  ને નષ્ટ કરી દીધો, ભગવાન અહિયાં હુંકાર થી પ્રગટ થયા હોવાથી, તેનું નામ મહાકાળ પડ્યું અને ત્યાં પ્રગટ થયેલ જ્યોતિલિંગ ને મહાકાળેશ્વર જ્યોતિલિંગ નામ આપવા માં આવ્યું.

સંકલન – હેતલબેન વ્યાસ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Hetal Vyas

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!