ધર્મ તરફ
ઓમકારેશ્વર – નર્મદા નદી જ્યાં પહાડની ચારે બાજુથી પસાર થાય છે અને ઓમનો આકાર બનાવે છે

ઓમકારેશ્વર – નર્મદા નદી જ્યાં પહાડની ચારે બાજુથી પસાર થાય છે અને ઓમનો આકાર બનાવે છે

ઓમકારેશ્વર મધ્યપ્રદેશ માં ઈન્દોર ની નજીક આવેલ છે, જે સ્થળ ઉપર જ્યોતિલિંગ આવેલ છે , ત્યાંથી નર્મદા નદી પસાર થાય છે, અને પહાડ ની ચારેય બાજુ થી નર્મદા નદી પસાર થાય છે, અને ઓમ નો આકાર બનાવે છે,  અને આ જ્યોતિલિંગ ના નામ નો અર્થ તેના આકાર ને લઇ ને જ આપવામાં આવ્યો છે, ઓમકાર એટલે ઓમ નો આકાર, એટલે જ આ જ્યોતિલિંગ ને ઓમકારેશ્વર ના નામ થી જાણવામાં આવે છે.

આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ માં પવિત્ર નર્મદા નદી ના તટ ઉપર આવેલ છે, આ સ્થાન ઉપર નર્મદા બે ધારાઓમાં વેહ્ચાઈ જાય છે, અને વચમાં એક ટાપુ બની જાય છે,આ ટાપુ ને માંન્ધ્યાત પર્વત કે શિવપુરી ના નામથી ઓળખવામાં આવે છે,નદી ની એક ધારા એક પર્વત ની ઉતર બાજુ અને બીજી ધારા દક્ષીણ ની બાજુ વહે છે.

દક્ષીણ વળી ધારા ને મુખ્યધારા માનવામાં આવે છે,અને આ જ માંન્ધ્યાત પર્વત ઉપર જ “ઓમકારેશ્વર”જ્યોતિલિંગ સ્થિત છે, પૂર્વકાળ માં , માંન્ધ્યાત નામના રાજા એ  આ પર્વત ઉપર તપસ્યા કરીને ભગવાન શંકર ને પ્રસન્ન કરેલા , એટલા માટે જ આ પર્વત ને માંન્ધ્યાત પર્વત ના નામથી ઓળખવામાં આવે છે.

આ જ્યોતિલિંગ માં જવા માટે મંદિર ની અંદર બે ગુફા માંથી જવું પડે છે એટલે હમેશા ત્યાં અંધારું જ પથરાયેલું રહે છે,એટલા માટે ત્યાં હમેશા લાઈટ રાખવામાં આવે છે.ઓમકારેશ્વર જ્યોતિલિંગ મનુષ્ય નિર્મિત નથી, તેની રચન પ્રકૃતિ થી સ્વયં થયેલ છે.તેની ચારે બાજુ હમેશા જળ રહે છે, માંન્ધ્યાત પર્વત પોતે જ ભગવાન શિવ નું રૂપ મનાય છે, એ કારણે તેને શિવપુરી કેહવામાં આવે છે અને લોકો તેની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરે છે.

કાર્તિક મહિના ની પૂનમે અહિયાં બહુજ મોટો મેળો ભરાયા છે,અહિયાં લોકો શિવલિંગ ઉપર ચણા ની દાળ ચડાવે છે,રાત્રે શિવ આરતી નો કાર્યક્રમ બહુ જ ભવ્યતાથી થાય છે,યાત્રીઓં એ તેના દર્શન જરૂર કરવા જોઈએ.

આ ઓમકારેશ્વર જ્યોતિલિંગ ના બે સ્વરૂપ છે,એક મમલેશ્વર ના નામથી ઓળખાય છે,આ શિવલિંગ નર્મદા ના દક્ષીણ તટ ઉપર ઓમકારેશ્વર થી થોડેક દુર છે,બંને અલગ હોવા છતાં બંને ની તુલના એક જ માં કરાય છે.
લિંગ ના બે સ્વરૂપ હોવાની પૌરાણિક કથા આ પ્રમાણે છે,એક વખત વિન્ધ્યપર્વતે છ મહિના સુધી ભગવાન શંકર ની કઠીન ઉપાસના કરી,તેની કઠીન ઉપાસના જોઇને ભગવાન શંકર ત્યાં પ્રસન્ન થયા, અને વિન્ધ્યપર્વત ને તેની વરદાન પ્રદાન કર્યું,વિંધ્યાચલ ની કઠીન તપસ્યા ના ફળ રૂપે ઓમકારેશ્વર શિવલિંગ ના બે ભાગ કરવામાં આવ્યા,એક ભાગ ને ઓમકારેશ્વર નામ આપવામાં આવ્યું અને બીજું અમલેશ્વર જે વિંધ્યાચલ પર્વત ઉપર સ્થિત છે,અને આ વરદાન આપ્યું ત્યારે મોટા મોટા ઋષિ ગણ અને મુનિઓં પણ ત્યાં ઉપસ્થિત હતા, બંને લિંગ ના સ્થાન અને સ્થળ બંને અલગ હોવા છતાં બંને લિંગ નું સ્વરૂપ એક જ છે,
ભગવાન શિવને ભક્તો ઉપર અકારણ કૃપા કરવા વાળા ભગવાન છે,જે ભક્તો અહિયાં આવીને ભગવાન શંકર ના દર્શન કરે છે,તેના માટે પૂણ્યના માર્ગ હમેશા માટે ખુલી જાય છે.
ઓમકાર માં જેમ ત્રણ માત્રા છે તેમ આ સ્થળે ત્રિદેવ સાથે રહ્યા છે. અહી શિવપુરી, બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી છે.

સંકલન – હેતલબેન વ્યાસ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Hetal Vyas

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!