હું તું અને આપણે
બાળક અમુક ઉમરથી મોટુ થયા પછી પણ ઊંઘમાં સુ સુ કરી લેતુ હોય તો આ ટીપ્સ ઉપયોગી થશે

બાળક અમુક ઉમરથી મોટુ થયા પછી પણ ઊંઘમાં સુ સુ કરી લેતુ હોય તો આ ટીપ્સ ઉપયોગી થશે

લગભગ દરેક માતા-પિતાને એ ખૂંચતું હોય જો એમનું બાળક નિંદરમાં પેશાબ કરી લેતુ હોય અને એ પણ અમુક ઉમર મોટુ થયા પછી. અને આ કારણે આવા માં-બાપ એમના બાળકને લઈને કોઈના ઘરે જતા પણ ઘણી વખત સંકોચ અનુભવતા હોઈ છે.

જાણીતા અને લોકલાડીલા હાસ્ય કલાકાર અને એક ઉમદા સાહિત્યકાર ભાઈ શ્રી સાંઈરામ દવે એ સામાન્ય પ્રશ્નો પૂછીને એમના અનુભવો ને આધારે ખુબ જ સરસ સાંઈટીપ્સ આપી છે, જે આવા દરેક માં-બાપ ને મદદરૂપ થશે.

જો તમારું બાળક રાત્રે નિંદરમાં સુ સુ કરી લ્યે છે? તો નીચેના અમુક પ્રશ્નો તમે તમારી જાતને પૂછો.

૧) શું તમારા બાળકને કોઈ ભય સતાવે છે?

૨) શું તમે તમારા બાળકોને શારીરિક શિક્ષા કરો છો?

૩) શું બાળકનો ડર દુર કરવાના કારણો તમે જાણ્યાં ?

૪) શું તમે બાળકને સુતી વખતે સતરશીંગો, બાઘડો, પોલીસ, બાવો કે ભૂતપ્રેત નો ડર બતાવીને સુવડાવો છો?

૫) શું તમે સ્કુલ, ટીચર કે ટેસ્ટની બીક બતાવીને રાત્રે તેને સુવડાવો છો?

ઉપર ના પ્રશ્નો ના તમે આપેલા જવાબ જ કદાચ તમારી સમસ્યા નું નિરાકરણ કરી દેશે, તેમ છતાં સાંઈરામ ભાઈ દવે એ આપેલ અમુક “સાંઈ ટીપ્સ” ઉપર એક નજર ફેરવીએ.

  • મનોચિકિત્સકના કહેવા મુજબ પાંચ વરસ પછી પણ બાળક અઠવાડિયામાં ત્રણથી વધુવાર પથારી ભીની કરે તો તે તમારું કહેવાય.
  • આવી બીમારીને ‘NOCTURNAL ENURESIS’ કહે છે
  • બાળકની દિવસ દરમ્યાનની વર્તણુંક ચકાસો અને તેની પાછળનાં કારનો શોધવાથી બાળક આ બીમારીમાંથી જલ્દી મુક્ત થઇ શકે.
  • એક અંગત વાત, મારા દાદીમાં મને રોજ નીચેની ચાર લીટીનું જોડકણું બોલાવીને જ સુવડાવતા:

‘જાવ દિવડા જગન કરો,

પ્રભુને ઘેરે પોઢણ કરો,

રામ લખનને જય શ્રી કૃષ્ણ કેજો,

ને નામ પૂછે તો સાંઈરામ કેજો’

તમને આવું કશું યાદ છે? તો એનો ઉપયોગ કરો

મિત્રો, ઉપરની વાતો સાંઈરામ દવે ની હતી. એમના તાજેતરના પુસ્તક “પેરન્તિંગ Solutions..” માંથી.

દરેક વાલી માટે દીવાદાંડી સમું આ પુસ્તક ઘરે ઘરે હોવું જરૂરી છે એવું હું માનું છું. ફક્ત ૧૧૧ રૂપિયામાં આ પુસ્તક ઘરે બેઠા મેળવવા કોલ અથવા વોટ્સએપ કરો 7405479678 પર, અથવા અહી ક્લિક કરો.

સાંઈરામ ભાઈ ના ઘણા પુસ્તકો ગુજરાતી માં ઉપલબ્ધ છે. તમામ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો.

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Sairam Dave

તાજા લેખો

error: Content is protected !!