હરતુ ફરતુ ઘર કહી શકાય એવી ૨૫ કરોડની વેન સાથે ફરે છે મુકેશભાઈ અંબાણી

સોશિયલ મિડિયા પર મુકેશ અંબાણીની “વૈનીટી વૈન” વાઈરલ થઈ છે. ઉત્તમ સુખ-સુવિધાથી સુસજ્જ આ લક્ઝરીમાં ઘર જેવી દરેક સગવડ ઉપલબ્ધ છે. આવી સુપર વૈનીટી વૈન તો બોલીવુડનાં સ્ટાર માટે પણ નથી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે આ વર્ષ ખૂબ જ ખાસ છે. રિલાયન્સ જીયો ચારે બાજુ છવાઈ ગયુ છે. એમની હાઈટેક વૈનીટી વૈન પણ આજકાલ ચર્ચામાં છે. આ વૈનીટી વૈન વિશે ચારે બાજુ સમાચાર છે પણ ખરેખર હકીકત શું છે એની હજું પુષ્ટી થઈ નથી. જો કે ગાડીનાં ફોટો અને ગાડીની વિશેષતા સાંભળીને લાગે છે કે બોલીવુડમાં પણ આવી વૈનીટી વૈન નહીં હોય.

વૈનીટી વૈન કે હરતુ-ફરતું ઘર !
વૈનનાં ફોટો અને વિડીયો ફેસબૂક અને યુટ્યુબ પર વાઈરલ થઈ રહ્યાં છે. ફાયર પ્રુફ અને બુલેટ પ્રુફ આ વૈન ઓસ્ટ્રીયન કંપની મર્ચી મોબાઈલની છે. 40 ફૂટ લાંબી આ વૈનની કિંમત લગભગ 25 કરોડ જેટલી છે. આ વૈનમાં 510 Hp નું એન્જિન, મોટર સ્પોર્ટસ પેકેજ, ડ્યૂલ સ્પોર્ટ્સ એકઝૉસ્ટ સિસ્ટમ અને કાર્બન રિયર ડિફ્યૂજર લાગેલ છે.


આખી વૈન વિડીયો સર્વીલન્સ અને જી.પી.એસ. સિસ્ટમથી જોડાયેલ છે. વૈનમાં બેઠેલ માણસ બહારની દરેક હિલચાલ પર નજર રાખી શકે. આ મોબાઈલ હોમમાં 40 ઇંચનું ઈન્ટરનેટ સુવિધાયુક્ત સ્માર્ટ એલ.ઈ. ડી. ટીવી, સ્ટીલ રેફ્રીજરેટર અને ફાયરપ્રુફ કિચન સિસ્ટમ પણ છે.
વૈનનો સૌથી સુંદર ભાગ તેનાં ટોપ ફ્લોર પર બનેલ વિશ્રામખંડ છે. અહીંયા નાનકડી પાર્ટીનું આયોજન પણ થઈ શકે. ફક્ત એક બટન દબાવવાથી આખી વૈનમાં ફ્લોર હિટીંગ, માર્બલ લાઇટીંગ, વોટર ફોગ સિસ્ટમ, મલ્ટીમીડિયા થી સજ્જ કોકટેલ બારમાં પરિવર્તન થઈ જાય.
ચાલો હવે જાણ્યે બોલીવુડ સ્ટાર્સની વૈનીટી વૈન વિશે કે જયાં શૂટિંગ પહેલા કલાકારો તૈયાર થાય છે અને શૂટિંગ દરમિયાન ત્યાં જ સમય પસાર કરે છે.

સલમાન ખાનની વૈનીટી વૈન :
સલમાનની વૈનીટી વૈન સૌથી આલીશાન માનવામાં આવે છે. આ વૈનમાં મેકઅપ રૂમની સાથે સ્ટડી રૂમ પણ છે, જયાં સલમાન ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચે છે અને રિહર્સલ કરે છે. બસમાં બેડરૂમ ઉપરાંત એ દરેક ચીજ-વસ્તું છે જે સુપરસ્ટાર માટે હોય છે. બસમાં શાવર અને ટોયલેટની સાથે સલમાનનાં મૂડને અનુરૂપ એડજસ્ટેબલ લાઇટીંગ પણ છે.

શાહરૂખ ખાનની વૈનીટી વૈન :
કિંગ ખાન શાહરૂખ ખાનની વૈનની કિંમત 4 કરોડ છે. આ વૈનીટી વૈનને સ્પેશ્યલી દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરી છે. આમાં શાહરૂખ માટે મેકઅપ, શાવર, ટીવી, બેડરૂમ અને મીટીંગ રૂમ છે. શાહરૂખ માટે વૈનમાં જિમની ફેસેલીટી પણ છે. આ વૈનની ખાસિયત છે કે જરૂર મુજબ સાઈઝ નાની-મોટી કરી શકાય જેથી હેર-ફેરમાં સગવડ રહે.

અજય દેવગણની વૈનીટી વૈન :
અજયની વૈનીટી વૈન ખૂબ જ અમેઝિંગ અને યુનિક છે. ડિઝાઈન, આકાર અને સાધન-સામગ્રીની બાબતમાં આ વૈન બેજોડ છે. ઘણી સવલતો સાથે વૈનમાં જિમ ફેસેલીટી પણ છે.

ઋત્વિક રોશનની વૈનીટી વૈન :
ઋત્વિકની વૈનીટી વૈન પણ ઘણી મોટી અને શાનદાર છે. વૈનની આગળનાં ભાગમાં એક ઓફીસ અને વિશ્રામ રૂમ છે. આટલું જ નહીં વૈનમાં જોરદાર બેડ, શાવર અને ટોયલેટ પણ છે. તેમનાં બેડરૂમમાં 42 ઇંચનું LCD ટીવી પણ છે. વુડન અને ગ્લાસનું ઇન્ટિરિયર વૈનને ખુબસુરત લુક આપે છે.
એકંદરે મુકેશ અંબાણીની હાઈટેક વૈન બોલીવુડ સ્ટાર્સ કરતા પણ વધું ચઢિયાતી છે. સોશિયલ મીડિયા પર આ વૈનને દુનિયાની સૌથી આલીશાન વૈન (બસ) માનવામાં આવી રહી છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!