સ્વાઈન ફ્લુ – કારણ અને નિવારણ
સ્વાઈન ફ્લુ એ શ્વસન તંત્ર નો રોગ છે .સ્વાઈન ઇન્ફ્લુએન્ઝા એ H1N1 વાઈરસ થી ફેલાતો રોગ છે જે સૌપ્રથમ ૨૦૦૯ મા જોવા મળેલ.
આ રોગ કેવી રીતે ફેલાય ?
આ રોગ થી સંકમ્રિત દર્દી જ્યારે છીન્ક કે ખાંસી ખાય ત્યારે લાળ કે એના કણ જમીન પર પડે કે હવા માં રહે પછી એ કણ માં રહેલ વાઈરસ બીજા વ્યક્તિ નાં મુખ વાટે ગળા વાટે શરીર માં પ્રવેશે છે . માટે શરદી તાવ ખાંસી હોય તોહ બહાર જવાનુ ટાળવું .ખાસ બાળકો ને સ્કૂલ કે બહાર મોકલવા નહી .છીંક ,ખાંસી વખતે રૂમાલ કે હાથ ખાસ રાખવો . બહાર થી આવી ને સૌપ્રથમ હાથ પગ સાબુ થી ધોવા ની ટેવ પાડવી.
સ્વાઈન્ફ્લુ ના લક્ષણો
શરદી ખાંસી સાથે માથા માં અસહ્ય દુખાવો,શરીર માં અસહ્ય દુખાવો- શરીર તુટવું ,વધુ તાવ આવવો ,છાતી માં ભાર લાગવો ,શ્વાસ લેવામાં તક્લીફ પડવી ,અમુક કેસો માં ઝાડા ઉલટી પણ થવા .
સાદી શરદી માં ગળામાં દુખાવો વધુ ના હોય સાથે તાવ પણ ના હોય શરીર તુટતુ ના હોય ,માથા માં અસહ્ય દુખાવો ના થતો હોય માટે અત્યાર ના સમય માં શરદી તાવ ના લક્ષણો મળતા જ તમારા ડોકટર ને મળી ને ચોક્કસ નિદાન અને ચિકિત્સા લેવી. સૌ પ્રથમ તો રોગ થાય જ નહી એવુ પ્રિવેન્ટીવ હેલ્થ સાઈન્સ નું આયુર્વેદ માં વર્ણન કરેલ છે.
હવે આ રોગ થાય નહી એ માટે વાતાવરણ માં કોઈ જ પ્રકાર ના વાઈરસ રહે નહી એ માટે વાતાવરણ ને શુધ્ધ કરવા નો સહેલો ઉપાય ખાસ આવા રોગ ફેલાયા હોય ત્યારે નિયમિત ઘરે કરવો.
ઉપાય -ગાય નાં છાણા ,ગાય નુ ઘી મિક્ષ કરી ને હવન કરવું .અને એક દમ થોડોક ટુકડો છાણા નો પણ લઈને કરી શકાય.આ એક ધાર્મીક રીત નથી પણ સાઇન્ટીફીક રીતે વાતાવરણ માં રહેલ વાઈરસ જીવજંતુ મારવા ,પ્રદૂષીત વાતાવરણ ને શુધ્ધ કરવાનો અક્સીર ઉપાય છે. હવે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉપાયો કરવા જેથી ઇન્ફેકશન લાગે જ નહી.
તાવ ,શરદી સામે રક્ષણ આપી રોગપ્રતીકારક શક્તી વધારનાર ઉપાય –
સુંઠ ,લવીંગ થી ઉકાળેલ પાણી જ પીવું .
તુલસી ના ૭ પાન ,કાળા મરી નુ ચુર્ણ ૪ ચપટીક ,સુંઠ ચુર્ણ 2 ચપટીક ,એક ચપટીક દેશી ગોળ .આ બધુજ ચાર કપ પાણી માં ઉકાળવું ,એક કપ વધે ત્યારે ગાળી ને નવસેકુ પી જવું .
સુંઠ ,દેશી, ગોળ દેશી ગાય નું ઘી સમાન માત્રા માં મિક્ષ કરી ને ચણા જેટલી ગોળી ઓ બનાવી સવાર સાંજ લેવી.ખાસ બાળકો ને આપવી .જેથી એમને કોઈ ઇન્ફેકશન જલ્દી થી લાગે નહી.
અરડુસી ના 5 પાન ,આખા ધાણા અડધી ચમચી ,કાળા મરી ચુર્ણ બે ચપટીક ચાર કપ પાણી માં ઉકાળવું એક કપ વધે એટલે ગાળીને નવસેકુ પી જવું.તાવ્,શરદી ,ખાંસી માં અકસીર છે .કેમકે અરડુસી શ્વાસ -ખાંસી ની શ્રેષ્ઠ ઔષધ છે.
રોજ હળદર વાળું દુધ પીવું .હળદર રોગ પ્રતીરોધક ક્ષમતા વધારનારું શ્રેષ્ઠ ઔષધ છે .
તુલસી ના બે કે ત્રણ પાન રોજ ખાઈ જવા .જે ઈમ્યુનિટી વધારે છે.
બાળક વ્રુધ્ધ દરેકે ઘર થી બહાર નીકળતી વખતે નાક માં દેશી ગાય નુ ઘી લગાડી ને નીકળવું.જેથી ધુળ રજકણ નાક વાટે શ્વાસ માં અંદર જાય જ નહી. અત્યારે આ રોગ બધેજ ફેલાયેલો હોવાથી આ માહીતી અચુક શેર કરવી .જેથી આવા સંક્રામક રોગો ફેલાય નહી. “પહેલુ સુખ તે જાતે નર્યા ”
– વૈદ્ય મિહિર ખત્રી (A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)