અદભુત
જાણો આ સૈનિક વિષે કે જે શહીદ થયા પછી પણ 45 વર્ષોથી સરહદની સુરક્ષા કરી રહ્યો છે

જાણો આ સૈનિક વિષે કે જે શહીદ થયા પછી પણ 45 વર્ષોથી સરહદની સુરક્ષા કરી રહ્યો છે

આપણી દુનિયા અજીબો-ગરીબ રહસ્યોથી ભરપૂર છે. અહી ઘણી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને ઉકેલવી ક્યારેક ક્યારેક મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ શહીદ થયાં પછી પણ 49 વર્ષથી સેનામાં ડ્યૂટી આપી રહ્યાં છે.

સિક્કિમમાં પંજાબ રેજિમેન્ટના જવાન હરભજનસિંહની આત્મા છેલ્લાં 49 વર્ષોથી દેશની સેવા કરે છે. તેમના ચમત્કારોના કારણે જ તેમની યાદમાં બાબા હરભજન સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.શ્રદ્ધાળુ અહિં આવી માથું ટેકવે છે, તેમનાં નામની બાધા રાખે છે, અને માનતા પણ માને છે.

આજે પણ મીટીંગમાં હાજરી આપે છે
ભારતીય સૈનિકોનુ કહેવું છે કે હરભજન સિંહની આત્મા, ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલેથી જ તેમને જણાવી દે છે. બાબાની આત્મા ઈચ્છે છે કે બન્ને દેશ હળીમળીને રહે. ભલે તમે આ સાચુ માનો કે ના માનો પણ ચીનના સૈનિકો પોતે પણ આના પર વિશ્વાસ કરે છે એટલા માટે ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી રાખવામાં આવે છે જેથી તે મિટીંગ એટેન્ડ કરી શકે.

કોણ છે હરભજનસિંહ ?
હરભજન સિંહનો જન્મ 30 ઓગષ્ટ 1946ના રોજ જિલ્લો ગુજરાવાળા કે જે વિસ્તાર હાલ પાકિસ્તાનમાં છે, ત્યાં થયો હતો. હરભજન સિંહ 24મી પંજાબ રેજીમેન્ટના જવાન હતા. તેઓ 1966 માં આર્મીમાં જોડાયા હતા. પણ માત્ર 2 વર્ષની નોકરી કરીને 1968 માં એક અકસ્માતનો ભોગ બન્યાં હતા. એક દિવસ જ્યારે તેઓ ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા ત્યારે ખચ્ચર સાથે નદીમાં વહી ગયા. નદીમાં વહીને તેમની લાશ ખૂબ આગળ નીકળી ગઇ હતી. બે દિવસની તપાસ પછી પણ તેમની લાશ ન મળી તો તેમણે પોતે પોતાના એક સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના મૃતદેહની જગ્યા જણાવી. સવારે સૈનિકે બતાવેલી જગ્યા પર હરભજનના શબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ઘણાં ચમત્કારો થાય છે.
હરભજન સિંહના આ ચમત્કાર પછી સાથી સૈનિકોની તેમનામાં આસ્થા વધી ગઈ અને તેમનાં બંકરને એક મંદિરનું રૂપ આપ્યું. જોકે ત્યાર પછી તેમના ચમત્કાર વધવા લાગ્યા અને તે વિશાળ જન સમૂહની આસ્થાનું કેન્દ્ર થઈ ગયા. એ જગ્યા પર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ કે જે ‘બાબા હરભજન સિંહ મંદિર’ ના નામથી જાણીતું છે. આ મંદિર ગંગટોકમાં જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રેની વચ્ચે, 13000 ફૂટ ઉંચાઈ પર સ્થિત છે. જૂનું બંકરવાળુ મંદિર તેનાથી 1000 ફૂટ વધારે ઉંચાઈ પર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને તેમનો સામાના રાખવામાં આવ્યો છે.
મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે જેમા દરરોજ સફાઈ કરીને પથારી કરવામાં આવે છે. બાબાની વર્દી અને બુટ પણ રાખવામાં આવ્યાં છે. લોકો કહે છે કે સવાર પડતાં ત્યાં રહેલ બુટમાં કિચડ અને પથારી પર કરચલીઓ જોવા મળે છે.

આજે પણ ડ્યુટી કરે છે.
બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત પોતાની ડ્યુટી કરે છે. તેના માટે તેમને કાયદેસર પગાર પણ આપવામાં આવે છે, તેમની સેનામાં એક રેન્ક છે.  નિયમ અનુસાર તેમનું પ્રમોશન પણ કરવામાં આવે છે, અહીં સુધી કે કેટલાક વર્ષ પહેલાં દર વર્ષે 2 મહિનાની રજાઓમાં ગામડે પણ મોકલવામાં આવ્યા હતા. તેના માટે ટ્રેનમાં સીટ રિઝર્વ કરવામાં આવે છે, ત્રણ સૈનિકોની સાથે તેમનો બધો સામાન તેમના ગામડે મોકલવામાં આવે છે તથા બે મહિના પુરા થયા પછી પાછા સિક્કિમ લાવવામાં આવતા હતા. જે બે મહિના બાબા રજાઓ પર રહેતા હતા તે દરમિયાન બધાં સૈનિકો વધું એલર્ટ થઈ જતા. કેમકે તે સમયે સૈનિકોને બાબાની મદદ મળી શકતી નહોતી.

લોકોની આસ્થાનું કેન્દ્ર છે મંદીર  
બાબા હરભજન સિંહનુ મંદિર સૈનિકો અને લોકો બન્નેનું આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યા પર આવનાર દરેક નવો સૈનિક સૌથી પહેલા બાબાને નમન કરવા જાય છે. આ મંદિરને લઈને અહીંના લોકોમાં એક અજીબ માન્યતા છે કે આ મંદિરમાં બોટલમાં પાણી ભરીને ત્રણ દિવસ માટે રાખવામાં આવે તો આ પાણીમાં ચમત્કારી આૌષધિય ગુણ આવી જાય છે. આ પાણીને પીવાથી લોકોના રોગ મટી જાય છે.

ઘણાં લોકો આ ઘટનાને અંધવિશ્વાસ માને છે.
કેટલાક લોકો આ આયોજનને અંધવિશ્વાસ માનતા હતા એટલા માટે તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો કેમકે સેનામાં કોઈપણ પ્રકારના અંધવિશ્વાસને સ્થાન નથી. એટલે સેનાએ બાબાને રજાઓ પર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના બારે મહિના ડ્યુટી પર રહે છે.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

error: Content is protected !!