March 13 Edition
પ્રણાલી

પ્રણાલી

પ્રણાલી

-ડો. શૈલેષ ઉપાધ્યાય.

“કહું છું, આજે બપોરે જમવા ઘરે આવજો” ! હું સવારે ઉતાવળમાં ઘરેથી નીકળવાની ધમાલમાં જ હતો ને પાણીની બોટલ મારાં હાથમાં આપતાં મીનાક્ષી [મારી પત્ની] એ ટકોર કરી.

આમ તો મારું બપોરનું જમવાનું જેવું તેવું હોય, અને તે માટે ઘરે તો ભાગ્યેજ આવવાનું થાય. કોઈવાર સાથે કઈ લઈ જાઉં તો પરિસ્થિતિ પ્રમાણે કોઈવાર બહાર પતાવું.

“ભલે”!, આજે કાઈ વિશેષ હશે. એમ માની ને મેં બૂટ પહેરતાં ઉત્તર આપ્યો. ઉતાવળે બેગ, પાણીની બોટલ અને છાપું લઇ ને હું ભાગ્યો.

ઓફિસે લગભગ ૧૧ વાગ્યે મારો ‘કોફી-બ્રેક’ થાય એની મીનાક્ષી ને જાણ, તેથી બરાબર ૧૧-૦૫ વાગ્યે ફરી ફોન કરીને મને યાદ કરાવ્યું કે મારે જમવા માટે આજે ઘરે જવાનું છે, અને તે મારી રાહ જોશે.

રોજીંદા કામમાં એક ક્યારે વાગ્યો તેની ખબર જ ન પડી. સફાળા યાદ આવતાં મેં બધું કામ બાજુ પર મૂકી ને કોટ ખભે ભરાવ્યો અને મારતી ગાડીએ ઘરે પહોંચ્યો.

“ હું પાછો ફોન કરવાની જ હતી !”, દરવાજે જ સ્મિત સહિત આવકાર મળ્યો. “ તમે ફ્રેશ થઇ જાઓ, હું પ્લેટસ લગાવું જ છું.” મીનાક્ષીએ કહ્યું.

તરત જ હું પણ “લાઈફબોય” વાળા કહે છે એમ, બે મિનીટ હાથ ધોઈને ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો. રિમોટ થી ટીવી ચાલુ કર્યું અને જેઠાલાલ તથા દયાભાભીની ચિરંતર ચાલતી સીરીયલનો બપોરે અવિરત ચાલતો રી-રન એપિસોડ જોવા લાગ્યો. એક પછી એક વાનગી ઓ આવવા લાગી અને બે મિનીટ માં તો આખું ટેબલ ભરાઈ ગયું. ગરમા ગરમ બટાટા નું શાક, લસણનાં વઘારથી સુગંધિત ફણગાવેલા મઠ, કઢી, ખાંડવી, વરાળ વિખેરતો મટર-કાજુ-કીશમીસ  નો પુલાવ, તાજા ઘી માં તરબોળ પંજાબી કુલચા, ઘઉં-બાજરાના થેપલા, દહી-કાકડી-સફરજન નું રાયતું, અથાણા, ચટણી અને એવું બધું.

ના, ના; આ પીરસાયેલ મેનુ જાહેર કરીને મારે મારી જાહોજલાલી કે અમીરીની ડંફાસ મારવાનો કોઈ ઈરાદો નથી. પણ, આજે, કામકાજનાં ચાલુ દવસે, આ બધું એક સાથે પીરસાયેલું જોઈ ને જરા નવાઈ લાગી. મર્યાદિત સમયમાં આ વાનગીઓ ને ન્યાય પણ આપવાનો છે, અને સાથે સમય સર પાછાં ઓફિસે પણ પહોંચવાનું છે એ વિચારીને મેં તો શરૂઆત કરી દીધી. આમેય તે ભ્રામણને ખોળિયે જીવ અને ઘરવાળી પીરસનારી, પછી કહેવું જ શું ? જમતાં જમતાં વચમાં પાણી પીતાં પીતાં શર્ટનું વચલું બટન પણ ખોલી નાખ્યું.

“ અરે આ પ્રસાદ ન ખાધો?” જ્યારે લાગ્યું કે હવે આત્મા તૃપ્ત થયો છે, છેલ્લે છાશ પી ને ઉભો થવા જ જતો હતો, ત્યાં મીનાક્ષિ એ ટકોર કરી. અને સામે પડેલી છીબલી આગળ ધરતાં કહ્યું : “ આ કુલેર અને ટોપરા નો એક એક ટુકડો લઇ લો, પ્રસાદ છે.” !

“ પ્રસાદ ? આજે વળી શાનો પ્રસાદ ?” પ્રસાદ નાં ટુકડાં માથે ચઢાવીને મોં માં મુકતાં, મેં કોઈ પણ જાતનાં ઉત્સાહ વગર, રાબેતા મુજબની સામાન્ય પુછતાછ કરી.

“ કેમ ભૂલી ગયાં ? આજે શીતળા-સાતમ છે. હાથ ધોઈ ને કોગળો કરી ને; અંદર પાણીયારે દર્શન કરવાનું ભૂલતા નહિ. આમતો જમતાં પહેલાં દર્શન કરવાનાં હોય, પણ તમે ભઈ’સાબ એવી ધમાલ કરાવો છો ને કે પહેલા કહેવાનું જ ભૂલી ગઈ.” મીનાક્ષી એ વ્યહવારિક સૂચન આપતાં કહ્યું.

“ શીતળા-સાતમ !?” હાથ ધોતાં ધોતાં મારા ભેજામાં બત્તી થઇ.

“ હા કેમ!” મારી ડીશો ઉપાડતાં મીનાક્ષીએ પૂછ્યું .

“ તો પછી, લંચમાં બધી વાનગીઓ ગરમા ગરમ કેવી રીતે હતી ? આજે તો ચૂલો ન પ્રગટાવાય ને ?” , મારા સામાજિક અને ધાર્મિક જ્ઞાનનું પ્રદર્શન કરતાં મેં પૂછ્યું.

“ તે ? આપણો ચૂલો કોણે પ્રગટાવ્યો છે ? પંજાબી કુલચા તો બાજુ વાળા મલ્હોત્રા આંટી નાં ઘરે થી આવ્યાં છે.” મીનાક્ષી એ ખુલાસો કર્યો.

“હમમમમ..અને.. આ..બીજું બધું?” દાંત ખોતરતાં મેં પૂછ્યું.

“ એ બધું તો મેં પોતે “માઈક્રોવેવ” માં બનાવ્યું છે !” મીનાક્ષી એ ફોડ પાડી. “જાવ હવે પાણીયારે જઈ, માતાજીનાં દર્શન કરી લો.!”

-ડો. શૈલેષ ઉપાધ્યાય.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dr. Shailesh Upadhyay

Dr. Shailesh Upadhyay

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!