હું તું અને આપણે
અમુક સામાન્ય આવડત લગભગ દરેક ઘરના કોઈ ને કોઈ સભ્યમાં હોય – શું તમારા માં છે?

અમુક સામાન્ય આવડત લગભગ દરેક ઘરના કોઈ ને કોઈ સભ્યમાં હોય – શું તમારા માં છે?

ટિમ ટિમ કરતા ઝીણા તારલીયા ભરેલી રાત ના ખુશનુમા થોડી ઠંડક ભર્યા વાતાવરણ માં શિક્ષીકા અને થોડા વિધ્યાર્થિ છોકરા છોકરીઓ નું મંડળ ખુલ્લા આકાશ નીચે બેઠું હતું. બધા આખા દિવસ ના ટ્રેકિંગ પછી થાક્યા હતા. જમી ને હવા ખાતા ખાતા જાત ભાત ની વાતો કરી  રહ્યા હતા. અને હળવાશ અનુભવી રહ્યાં હતાં.

બહેન, મારે આવતા વિક માં એક ઇન્ટરવ્યુ આપવા જવાનું છે તો તમે મને થોડા ટિપ્સ આપજો ને. એક જણે આવો પ્રશ્ન કર્યો, બીજા બધાં ખિજવાયા, અલ્યા એ, આપણે શહેર ની ભીડ, કોલાહલ અને પ્રદુષણ  થી દુર આવ્યા છિએ કે થોડી હળવાશ અનુભવી શકીએ એવામાં તું આવા પ્રશ્ન કરી ને મજા ના બગાડ યાર, જો ઉપર કેવા ટમટમતા તારલા છે એ જો ને ભાઈ, ઇન્ટરવ્યુ પછી આપજે. ચાલો ને કંઈક ગેમ રમીએ અંતાક્ષરી કે એવુ કંઈ.

અરે ના ભાઈ અહિંયા બધા બેસુરાઓ ભેગા થયા છે, ગાવા ની વાત નહી કરો. છોકરીઓ ની આવી કોમેન્ટ થી બધા ને મજા પડી , હા વાત તો સાચી છે. તો શું કરીએ? બધા મુંઝાયા,

જો હું એક રમત સજેસ્ટ કરું, બહેન બોલ્યા. જો તમને ગમે તો આપણે રમીએ,  નહી તો પછી બીજુ કંઈ , બધા ને થયુ કે બહેન  કહે છે તે ટ્રાય તો કરીયે, હા બહેન, બોલો તમે શું કહો છો?

જુઓ આ રમત એવી છે કે જેમાં બધાએ પોતાને જે યોગ્ય લાગે તેવો મત રજૂ કરવાનો છે. જેમ કે મારો પ્રશ્ન છે કે આજ ના સમય માં એવી કઈ સ્કિલ છે જે દરેક ને આવડવી જોઈએ ? તમારે સહુએ એક એક ચીજ ની યાદી બનાવવાની છે અને પછી આપણે તેની ચર્ચા કરીશું, બોલો તૈયાર ?

વાહ, આ નવું છે, આમાં કંઈક મજા આવશે. બધા એ ઉત્સુકતા બતાવી એટલે બહેન કહે ઠીક છે તો પછી ચાલો સહુ વિચારવા લાગો કે તમને શું આવડવું જોઈયે? અને તમારા મતે દરેકે એ શિખવું જોઈયે? અને હા, તમારે આના માટે નું કારણ પણ આપવું પડશે કે શા માટે તમે આવું વિચારો છો? તે પણ કહેવાનુ છે હોં કે? બધા ને દસ મિનિટ નો સમય વિચારવા માટે આપુ છું.  પછી આપણે ચર્ચા કરીએ .

સહુ એક બીજા સાથે પરામર્શ કરવા લાગ્યા, અને પછી ચર્ચા નો સમય શરૂ થયો.

ચાલો બધા પોતાનો વારો આવે ત્યારે વાત રજૂ કરશે.

એકે કહ્યું મારા મતે આજના સમય માં સ્ત્રી-પુરૂષ માં ભેદ રાખ્યા સિવાય દરેક ને બેઝિક કુકિંગ એટલે કે  ખાવાનું બનાવતા આવડવું જોઈયે. જેથી તેને ક્યાંય પણ જાય તો તકલીફ ના પડે. ઈવન વિદેશ માં કે ઘર ની બહાર બીજે ક્યાંય પણ  ભણવા કે નોકરી કરવા જાય તો પણ કામ આવે, અને હા, જો રસોઈ બનાવતા આવડતું હોય તો એટલિસ્ટ રૂમ મેટ્સ ના વાસણ પણ ના ધોવા પડે, બધા સહમત થયા. છોકરીઓ એ તો આ વાત ને સહર્ષ વધાવી લીધી. ઓકે તો આપણા લિસ્ટ માં સૌથી પહેલું લખો કુકિંગ બધાને આવડવું જરુરી છે .

બીજા નો વારો આવ્યો એણે કહ્યું મારા મતે દરેકે પોતાના ઘર નું નાનુ મોટું મેઈન્ટેનન્સ નું કામ શીખી લેવું જોઈએ, જેમ કે  ફ્યુઝ બાંધવો, નાની મોટી ખિલ્લી ઓ લગાવવી ને ફ્રેમ ટાંગવી  , બારી દરવાજા રિપેર કરવા કે, ટપકતાં નળ કે પાઈપ ઠીક કરવા , આમ કરવાથી તમારો નાનો મોટો ખર્ચ બચી જશે ઈલેક્ટ્રીશીયન, મિસ્ત્રી, પ્લમ્બર કે કોઈ પણ  કારીગર આજ્કાલ ખાલી વિઝીટ ના 200 રૂપિયા લઈ જાય છે, એટલે જાતે કરીયે તો વર્ષ ના અંતે કોઈ નવું ઈક્વિપમેન્ટ ખરીદી શકો એટલું સેવિંગ થાય, સહુ ને મજા પડી પણ બધા ને તો આવું ના પણ આવડે , તો શુ કરવુ ?  બહેન બોલ્યા, કે જો ન આવડે તો મીડિયા છે ને? સર્ચ કરો વિડીયો જૂવો અને બસ કામ થઈ ગયું ,અને હા, તમારા માંથી ઘણા એન્જિનિયરીંગ ભણે છે ને? એના ઘરે જો કોઈ પણ આવા કારીગર ને બોલાવવો પડે તો તમે એન્જિનિયર શાના ? તમારી ડિગ્રી લાજે હો ભાઈ? આ વાત પર સહુ એ મજા લીધી.  તો આપણા લિસ્ટ માં આ પણ  લખો, ઘર નું નાનુ મોટું મેઈન્ટેનન્સ પણ શિખવુ.

હવે એક છોકરી નો વારો આવ્યો એ બોલી દરેક ને પોતાના વાહન નું નાનુ મોટુ સમારકામ આવડવું જોઈયે, ખાસ કરી ને કાર નું વ્હિલ બદલતા, જેક લગાડતા, હવા ભરતા , અમે એક વખત ફરવા ગયેલા અને આ અણઆવડત કારણે ખૂબ હેરાન થયેલા,

બીજી એ કહ્યું દરેક ને નાનું મોટુ સિલાઈ નું કામ પણ આવડવું જોઈયે. એની મદદ થી તમે ઘર નો ખર્ચ તો બચાવી શકો સાથે સાથે સાઈડ માં નાની આવક પણ ઉભી કરી શકો.

બીજા એ મસ્તી કરતાં કહ્યું કે દરેક ને સ્વિમીંગ આવડવું જોઈયે, તમને ખબર છે ને આખી પ્રૂથ્વી ની ફરતે 75% પાણી છે, ગમે ત્યારે આ પાણી ઘૂસી આવે, તરતાં આવડતું હોય તો બચી શકાય, બધા ને રમૂજ થઈ અને આમ રમત આગળ ચાલી એ યાદી ખૂબજ લાંબી થવા લાગી, જેમ કે,,,,

દરેક ને એક વિદેશી ભાષા આવડવી જોઈયે, ઈંગ્લીશ , ફ્રેન્ચ , સ્પેનીશ , જર્મન વગેરે.

ખાલી ઓનલાઈન સર્ચ નહી પણ ભૌતિક રીતે ક્યાં શું આવ્યું છે તે ની જાણકારી મેળવવી જોઈયે,

તમારા આંગણે કોઇ સેલ્સમેન , એજન્ટ કે ભિખારી બી આવ્યો હોય તો જવાબ દેતા શિખવું જોઈયે,

બજાર માંથી વસ્તુ ખરિદતા અને ભાવતાલ કરતાં પણ શિખવું ,

ગાર્ડનિંગ અને એમાંય ખાસ કિચન ગાર્ડનિંગ આજના સમય માં ખુબ જરૂરી છે, તેનાથી  આપણને જાતે ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી ખાવા મળે, અને હા, ગાર્ડનિંગ કરવા થી કેલરી બર્ન થાય અને એ સ્ટ્રેસ બસ્ટર પણ છે. તેથી દરેક ને આજના સમય માં ગાર્ડનિંગ તો આવડવું જ જોઈએ.

મિત્રો બનાવતા આવડવું , સારા પત્રો લખતાં આવડવુ,

કોઇ છોકરા કે છોકરી ને પ્રપોઝ કરતાં બી તો આવડવું જોઇયે ને?

ગીતો ગાતા ના આવડે તો વાંધો નહી, કોઇ સંગીત નુ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા તો ખાસ શિખવું જોઈયે, જેમ કે ગિટાર, સિતાર, હાર્મોનિયમ, તબલા અને કંઈ નહી તો ઢોલક, પછી જુવો દુનિયા તમારા તાલ પર નાચે છે કે નહી?

છેને લાંબી યાદી? આમાંથી તમને કેટલું આવડે છે કહો જોઉં મને ખબર છે તમારા માં ઘણા ખરા કારીગરો અને કલાકારો છે.  અને હા, તમે પણ અહીં કોમેન્ટ માં તમારી યાદી મુકી શકો છો. તો ચાલો. તમને પણ હું દસ મિનીટ આપુ છું વિચારવા માટે , આપણી યાદી બનાવીયે, પછી આના પરથી  તમે તમારી ગમતી પર્સનલ લિસ્ટ બનાવજો. એનું ટાઈટલ આપજો  “skills , everyone should not master but learn “

ગુડલક .

– આરતી રાઠોડ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

error: Content is protected !!