ટોક ટાઈમ
મારાં મમ્મી-પપ્પા મારી સાથે નથી રહી શકતાં એનો અફસોસ છે – જેડીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યું

મારાં મમ્મી-પપ્પા મારી સાથે નથી રહી શકતાં એનો અફસોસ છે – જેડીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યું

અતિ જાણીતી ટીવી-સિરિયલો ‘ખીચડી’, ‘ઇનસ્ટન્ટ ખિચડી’, ‘બા બહુ ઔર બેબી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ ના ઍકટર જમનાદાસ મજેઠીયા(જે.ડી.) છેલ્લાં ૨૦ વર્ષથી હિન્દી અને ગુજરાતી નાટકો, ટીવી-સિરિયલો તથા ફિલ્મોમાં કાર્યરત છે. ઍકટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર જેડીએ જીવનમાં ઘણુંબધું અચીવ કર્યું છે. જીવન સામે તેમને કોઈ જ ફરિયાદો નથી, પણ જિદગીમાં કેટલીક સીચ્યુંએશનો એવી હોય છે કે એમાં તમારું કાઈ નથી ચાલતું અને ત્યારે અફસોસ જ કરવાનો રહે છે. જેડીને લાઇફમાં કઈ વાતનો અફસોસ છે એ વાંચીએ તેમના જ શબ્દોમાં :

‘કૉલેજમાં હતો ત્યારની વાત છે. રોજ કૉલેજ જવા માટે હું શૂઝ પહેરીને ઘરેથી નીકળતો હોઉં ત્યારે જ મારી મમ્મી મને યાદ દેવડાવે કે બાબુલ પ્રસાદ લીધો ? લઈને જા. બાબુલ મારું પેટનેમ છે. ઘરમાં મને બધા એ નામથી બોલાવતા. મમ્મી મને આમ કહે ત્યારે હું તેના પર બહુ ચિડાઈ જતો. ગુસ્સે થઈને હું તેને કહેતો કે ચંપલ પહેરી લઉં છું ત્યારે જ તું મને કેમ યાદ દેવડાવે છે ? વાસ્તવમાં અમારા ઘરની રૂઢી કહો કે નિયમ જ છે કે ઘરેથી નીકળતાં પહેલાં દરેકે ઠાકોરજી નો પ્રસાદ લેવાનો જ. એક તો હું એ પ્રમાણે કરતો નહી અને ઉપરથી મમ્મી પર ચિડાઈ જતો. યુવાનીની એ ઉમર એવી છે કે તમે મા-બાપને સમજો જ નહી, તેમને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લઈ લો. એ સમયે મમ્મીની વાતને સમજવાને બદલે હું તેની સાથે ચિડાઈને જે રીતે વાત કરતો હતો એનો મને અત્યારે બહુ જ અફસોસ છે.’

‘બીજો એક બહુ જ મોટો અફસોસ મને એ છે કે સીચ્યુએશનોને આધીન હું મારા પેરન્ટસ સાથે નથી રહી શકતો. મારે મારા પેરન્ટસ સાથે રહેવું છે. મારી પાસે ઘણું મોટું ઘર પણ છે, પરંતુ ચુસ્ત મરજાદી હોવાના કારણે તેઓ મારી સાથે નથી રહી શકતા. મારા ઘરે પણ સેવા-પૂજા છે, જેટલું પાળી શકાય એટલું પાળીએ પણ છીએ; પરંતુ મારા પેરન્ટસ જે ચુસ્ત મરજાદ પાળે છે એટલું ચુસ્તીથી મારા ઘરે નથી પાળી શકાતું અને એ કારણે તેઓ મારા ઘરે અમારી સાથે નથી રહી શકતા. તેમની સગવડ સચવાય એ માટે કાંદિવલીમાં મેં તેમના માટે એક અલાયદુ ઘર પર લીધું છે. તેમને મારા માટે બહુબધો પ્રેમ અને ગર્વ છે એ બધું જ ; પણ તેઓ મારા ઘરે ખાવાનું તો દૂર રહ્યું, પાણી પણ નથી પી શકતા. છેલ્લાં ૫૫ વર્ષથી તેમણે બહારનું પાણી પણ નથી પીધું. ૨૨ વર્ષથી તેઓ મથુરામાં જ રહે છે. કોઈ વાર મુંબઈ આવે ત્યારે તેમના ઘરે રહે છે અને ત્યારે તેમની સાથે મારાં ભાઈ અને ભાભી રહે છે, કારણ કે તેઓ મારાં મમ્મી-પપ્પા જેટલાં જ ચુસ્ત મરજાદી છે.’ ‘મારા પેરન્ટસ સાથે હું રહી નથી શકતો, મારા ઘરે તેઓ રહી નથી શકતા અને ખાઈ-પી પણ નથી શકતા એનો મને બહુ અફસોસ છે. મારે તેમને મારા હાથેથી રસોઈ બનાવીને જમાડવા છે. મને બહુ ઈચ્છા છે કે એક વાર હું તેમને મારા હાથે જમાડું. મથુરામાં જોકે એક વાર મેં તેમના નિયમો ચુસ્તપણે પાળીને તેમને ચા બનાવી આપી હતી. તેમણે આપેલા સંસ્કાર મુજબ હું અને મારો પરિવાર ઘણાબધા નિયમો પાળીએ છીએ, પણ તેમના જેટલી ચુસ્તતાથી બધું પાળી ન શકાતું હોવાથી તેઓ મારા ઘરે રહી નથી શકતા એનો મને સોથી મોટો અફસોસ છે. કોલેજમાં હતો ત્યારે યુવાનીના કેફમાં કૉલેજના દોસ્તો અને બાકી બધું મારે માટે મહત્વનું હતું. હું એ સમયે મારાં પેરન્ટસ ને સમય નહોતો આપતો અને હવે પણ હું તેમની સાથે નથી રહી શકતો એનો મને અફસોસ છે.’

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પેઈજ જ્ઞાન સાથે ગમ્મત પર આ લેખ તમે “ગુજરાતી મેગેઝીન કોકટેલ ઝીંદગી” ના સહયોગ થી વાંચી રહ્યા છો. એક માત્ર પ્રીમીયમ ગુજરાતી મેગેઝીન ‘કોકટેલ ઝીંદગી’ વિષે વધુ વિગત માટે અહી ક્લિક કરો

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!