હું તું અને આપણે
જો બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય અને એને ગુજરાતી પ્રત્યે પ્રેમ ઓછો થતો હોય તો જરૂર વાંચજો

જો બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય અને એને ગુજરાતી પ્રત્યે પ્રેમ ઓછો થતો હોય તો જરૂર વાંચજો

લગભગ દરેક ગુજરાતી માતા-પિતાની એ ઈચ્છા હોય જ કે એમનું બાળક ગમે એટલું ભણે-ગણે અને અંગ્રેજી માં આગળ વધે પણ પોતાની માતૃભાષા પ્રત્યે એમનો પ્રેમ ક્યારેય ઓછો ના થાય.

જાણીતા અને લોકલાડીલા હાસ્ય કલાકાર અને એક ઉમદા સાહિત્યકાર ભાઈ શ્રી સાંઈરામ દવે એ સામાન્ય પ્રશ્નો પૂછીને એમના અનુભવો ને આધારે ખુબ જ સરસ સાંઈટીપ્સ આપી છે, જે આવા દરેક માં-બાપ ને મદદરૂપ થશે.

જો તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં છે ? તેને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ નથી ? તો નીચેના અમુક પ્રશ્નો તમે તમારી જાતને પૂછો.

 • શું તમે ઘરમાં સવારે ભજન પ્રભાતિયા સાંભળો છો ?
 • શું તમારાં ઘરમાં ગુજરાતી સામયિકો આવે છે ?
 • શું તમારાં ઘરમાં શબ્દકોશ-જોડણીકોશ છે ?
 • શું તમે તેને કવિ સંમેલન, ડાયરા કે માતૃભાષાને લગતા કાર્યક્રમોમાં સાથે લઈ જાઓ છો ?

ઉપર ના પ્રશ્નો ના તમે આપેલા જવાબ જ કદાચ તમારી સમસ્યા નું નિરાકરણ કરી દેશે, તેમ છતાં સાંઈરામ ભાઈ દવે એ આપેલ અમુક “સાંઈ ટીપ્સ” ઉપર એક નજર ફેરવીએ.

 • શ્રેષ્ઠ કવિ-લેખક શ્રીઓની માહિતી વિકીપેડીયામાં ઉપલબ્ધ છે. તેનો આપના દ્વારા અને આપના બાળક દ્વારા ભરપૂર
  ઉપયોગ થાય તે જોવું.
 • યુ-ટ્યુબ પર ઉપલબ્ધ જાણીતા કવિ-લેખક, હાસ્ય કલાકાર, લોક સાહિત્ય કલાકાર, કાવ્ય સંમેલન, નાટક, વગેરે વિડીયો
  ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કરી ઇ-લાઇબ્રેરી બનાવો અને સમયાંતરે તેનો ઉપયોગ થતો રહે તેવો પ્રયત્ન કરો.
 • ગુજરાતી મેગેઝિનનું લીસ્ટ આ જ પુસ્તકોમાં આગળ આપેલું છે તે મેગેઝિન ઘરે મંગાવો.
 • અંગ્રેજી એ ભાષા છે. તેને ભગવાન ન બનાવો. નહિતર અન્ય કોઈપણ ભગવાન કે ભાષા માટે બાળકને શ્રદ્ધા નહી રહે, આ
  આકરી વાત તમે સમજો અને બાળકને પણ સમજાવો.

મિત્રો, ઉપરની વાતો સાંઈરામ દવે ની હતી. એમના તાજેતરના પુસ્તક “પેરન્તિંગ Solutions..” માંથી.

દરેક વાલી માટે દીવાદાંડી સમું આ પુસ્તક ઘરે ઘરે હોવું જરૂરી છે એવું હું માનું છું. આ પુસ્તક ઘરે બેઠા મેળવવા કોલ અથવા વોટ્સએપ કરો 7405479678 પર, અથવા અહી ક્લિક કરો.

સાંઈરામ ભાઈ ના ઘણા પુસ્તકો ગુજરાતી માં ઉપલબ્ધ છે. તમામ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો.

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Sairam Dave

તાજા લેખો

error: Content is protected !!