હું તું અને આપણે
કોઈ પણ સ્ત્રી માટે બીજો સંસાર માંડવો સરળ નથી જ – વાંચવા જેવી વાત

કોઈ પણ સ્ત્રી માટે બીજો સંસાર માંડવો સરળ નથી જ – વાંચવા જેવી વાત

મારી સહેલી, મારી નાનપણની સખી જાનકીએ આજે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લેવો આટલો સરળ નહતો. પતિનાં મૃત્યુને આજે વર્ષો વીતી ગયા. દિકરી પણ મોટી થઈ ગઈ હતી. તો પછી શા માટે આજે જાનકી બીજા લગ્ન કરવા તૈયાર થઈ ? અને એ પણ પોતાની 40 વર્ષની ઉંમરે !! આખરે કેમ આવુ થયુ ? આ ઉંમરે બીજુ પાનેતર કેમ કરી પહેરવું ? બીજો સંસાર કેમ કરી માંડવો ? આખરે કેમ..!! આખી રાત એ વિચાર મને સતાવતો રહ્યો. સાંભળ્યું છે કે જે વ્યક્તિ સાથે જાનકી બીજા લગ્ન કરવા રાજી થઈ છે તે પણ વિધુર છે. તેને પણ પોતાની આગળની કેન્સરને કારણે ગુજરી ગયેલ પત્નીથી ત્રણ દીકરીઓ છે. એ માણસ અમદાવાદમાં સરકારી નોકરી કરે છે, અને પોતાની માતાનાં કહેવાથી બીજા લગ્ન કરવા તૈયાર થયો છે.

પરંતુ જાનકીએ તો આજથી પંદર વર્ષ પહેલાં જ બીજા લગ્ન માટે ઘસીને ના કહેલી. પરિવારજનોએ પણ બીજા લગ્ન માટે સમજાવેલી. એ સમયે જાનકીએ પોતાની દિકરી માટે જ પોતાની જીંદગી જીવી નાખશે એમ કહીને વાત પડતી મુકેલી. જાનકીનાં પિતાજી પણ સરકારી નોકરી કરતાં હતાં અને પૈસાની બાબતમાં સુખી હતાં. દિકરીનાં આ નિર્ણયનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો.

વ્હાલી …ઉઠ,
“સંગીતા, આજે મને નાસ્તો નહીં કરાવે ?” સંગીતાનાં પતિ સમીરે કહ્યુ.

સંગીતા : “અરે ! મને જરા વ્હેલા જગાડવી હતીને !!”
સમીર : “ઓહ ! ડાર્લિંગ કંઇ વાંધો નહીં હું ઓફિસે જઈને નાસ્તો કરી લઈશ. તુ આરામ કર.”

સમીર તો ચાલ્યો ગયો પણ હું ફરી વિચારમાં પડી ગઈ. થોડો વિચાર જાનકી નો અને થોડો પોતાનો. આખી રાત ઉંઘ જ ના આવી. ઘરનું બધું જ કામ આટોપી ફરી ચિંતા-વિચાર કરવા લાગી. જાનકીને શું થયુ હશે ? કેમ આ નિર્ણય લીધો ? એટલામાં જાનકીનાં મમ્મી, સુધા કાકીનો ફોન આવ્યો. હાલ-ચાલ પૂછ્યા. જાનકીનાં લગ્ન ક્યારે છે ? સીધો જવાબ મળ્યો 12 જુલાઈ. થોડીવાર શાંતી છવાઈ ગઈ પછી અચાનક સંગીતાએ પુછ્યું : “કાકી જાનકી બીજા લગ્ન માટે તૈયાર કેમ થઈ ? એની દિકરી શું વિચારતી હશે ? જાનકી એ બરાબર કર્યું કે ?”

સુધા કાકી : “હાં, લગ્ન માટે તૈયાર ના થાય તો શું કરે બિચારી !! પપ્પાની તબિયત બરાબર રહેતી નથી. એકનો એક ભાઈ વિદેશ કમાવવા માટે ગયો છે. ઘરની બધી જ જવાબદારી ભાઈનાં માથે છે. બે-ત્રણ વર્ષ સુધી ઘરે આવવાની કોઈ સંભાવના નથી. ત્યાં જ એની પત્ની ઘરની માલકિન બની બેઠી છે. મહારાણીની જેમ ફરે છે. પોતે તો કશું કામ કરતી નથી બસ જાનકી પાસે નોકરાણીની જેમ કામ કરાવે છે. જાનકીની દિકરી પાસે પણ કામ કરાવે છે. મા-દિકરી પર જુલમ કરે છે. અમે પણ વહુથી કંટાળીને એકવાર દિકરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરિણામ શૂન્ય. જાનકીની દિકરીને આખો દિવસ જે-તે સંભળાવ્યા જ કરતી. આખરે, દિકરીએ જ જાનકીને બીજા લગ્ન માટે મનાવી લીધી.”

મેં પુછ્યું :  “દીકરીના કહેવાથી લગ્ન માટે રાજી થઈ જાનકી ?”

સુધા કાકી : ” હાં, હવે એ કહે કે તુ ઘરે ક્યારે આવીશ ?

મેં કહ્યુ : “10 જુલાઈનાં રોજ આવીશ અને ફોન મુક્યો.”

ફોન તો મુક્યો પણ સુધા કાકીની વાતો કાનમાં ગુંજતી રહી. બીજા કામમાં મન લગાડવાની કોશિષ કરી.  હજું બસ જાનકી જ મારી આંખો સામે હતી. જાનકી અને તેની દિકરી ઉપર શું વીતી હશે ? એક અજાણ વ્યક્તિ સાથે નવા માહોલમાં ફરી જાનકીએ ગોઠવાય જવાનું !! બીજા બાળકોને ફરી માતાનો પ્રેમ આપવાની કોશિશ !! આ ઉંમરે જાનકીની દિકરી અલગ જગ્યા પર કેવી રીતે રહેશે ? નવા સંબંધો વિકસાવવાનાં, નવા વ્યવહાર અને કુટુંબ સંભાળવાનું, આવા સંબંધો ને શું નામ આપવું ?

આ વાત હવે ફક્ત જાનકી પુરતી જ સિમિત નહતી રહી. હવે સંગીતા સ્ત્રીજાત માટે ચિંતન કરવા લાગી હતી.

ભાવાનુવાદ : ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

error: Content is protected !!