‘મેં ઝાંસી નહીં દૂંગી…’ રાણી લક્ષ્મીબાઈના જીવનની અજાણી વાતો જરૂર વાંચજો

‘चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी…खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी’, કવિ સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા રચાયેલ આ રચના આપણા દિમાગમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તસવીર બનાવે છે. એ જ લક્ષ્મીબાઈ, જે ભારત માટે પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનારને યાદ કરવામાં આવે છે.
અંગ્રેજો સામે લડતા લડતા તે વીરાંગના માત્ર 23 વર્ષની ઉંમરમાં વીરગતિને પ્રાપ્ત થઇ. કેટલાક ઐતીહાસિક તથ્ય એ તરફ ઈશારો કરે છે કે રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1835માં વારાણસી (ઉત્તર પ્રદેશ) ના ભદેની નામના નગરમાં થયો હતો. જો કે, તેમના જન્મને લઈને ઘણા મતભેદ છે.
તેમનો જન્મદિવસ આજે હોય કે ન હોય પરંતુ ભારતીય માટે તેઓ હંમેશા આદરણીય છે.

મહારાણી લક્ષ્મીબાઈનો જન્મ ઉત્તર પ્રદેશમાં ભદેની નગરમાં થયો હતો. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પરંતુ લોકો તેને પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા.

જયારે મનુ ચાર વર્ષની હતી, ત્યારે તેમની માતા ભાગીરથી બાઈનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના પિતા તેને બાજીરાવના દરબારમાં લઇ ગયા. મનુનો સ્વભાવ એટલો સારો હતો કે તેને દરબારમાં બધાનું મન મોહી લીધું અને તેનું એક નામ પાડવામાં આવ્યું ‘છબીલી’

1842માં મનુના લગ્ન ઝાંસીના મરાઠા શાસક રાજા ગંગાધર રાવ નિમ્બાલકર સાથે થયા. લગ્ન બાદ મણિકર્ણિકા, મનુ કે છબીલીને નવું નામ મળ્યું ‘લક્ષ્મીબાઈ’

લગ્ન બાદ તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે ચાર મહિના પછી તે મૃત્યુ પામી. જો કે ગંગાધર રાવનું સ્વાસ્થ્ય પણ ઠીક નહોતું, માટે તેમણે રાનીને એક પુત્ર દત્તક લેવાની સલાહ આપી. તેમને એવું જ કર્યું અને પુત્ર દત્તક લીધો અને નામ રાખ્યું દામોદર રાવ.

અંગ્રેજોએ પોતાની રાજ્ય હડપ નીતિનું પાલન કરતા દામોદર રાવને ઝાંસીના ઉત્તરાધિકારી માનવાનો ઇનકાર કરી દીધો, જેને બાદ કરતા રાણીએ લંડનની અદાલતમાં કેસ લડ્યો પરંતુ કેસ કાઢી નાખવામાં આવ્યો

કેસ હારી જતા અંગ્રેજોએ ઝાંસીના કિલ્લા પર કબ્જો કરી લીધો અને રાણીએ ઝાંસીના રાણી મહેલમાં શરણ લેવી પડી. ત્યાંથી તેમને એક સ્વયમ સેવક બનવાનું શરૂ કર્યું, જેમાં માત્ર મહિલાઓની ભર્તી કરી હતી.

કહેવાય છે કે જ્યાં રાની લક્ષ્મી બાઈની સુંદરતા, ચાલાકી અને વીરતામાં કોઈ તોડ નહોતો, તેમજ તે સમયના વિદ્રોહી નેતાઓમાં સૌથી વધુ ખતરનાક પણ હતી.

રાની લક્ષ્મીબાઈના એક સંગઠનમાં તેની એક હમશકલ પણ હતી. તેનું નામ હતું ઝાલ્કારી બાઈ. ઝાલ્કારી બાઈને રાણીએ પોતાના સંગઠનમાં મુખ્ય સ્થાન આપ્યું.

ભારતમાં વીરાંગનાઓ તો ઘણી થઇ છે, અંગ્રેજો પહેલાં પણ અને ત્યાર પછી પણ પરંતુ અંગ્રેજોની કુટિલ રાજનીતિ અને આધુનિક શસત્રો સામે માત્ર તલવારથી મુકાબલો કરનાર તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના તો માત્ર એક અને એક જ !!! એમાં કોઈ શંકાને સ્થાન નથી !!!!

શત શત નમન આ વીરાંગના ને !!!!

સંકલન: હેતલબેન વ્યાસ સોર્સ: ઈન્ટરનેટ

Leave a Reply

error: Content is protected !!